ETV Bharat / state

Saurashtra Sale of camels in Kutch : કયા કારણોસર સૌરાષ્ટ્રના પશુપાલકો પોતાના ખારાઇ ઊંટ વેચી રહ્યા છે કચ્છમાં

author img

By

Published : Feb 19, 2022, 5:35 PM IST

Updated : Feb 19, 2022, 6:23 PM IST

સૌરાષ્ટ્રમાંથી ઊંટપાલકો દ્વારા મોટા પ્રમાણમાં કચ્છની અંદર ઊંટ વેચવામાં આવી રહ્યાં છે. તેનું કારણ જાણી ચોંકી (Saurashtra Sale of camels in Kutch) જવાય એમ છે. નિહાળો આ અહેવાલમાં.

Saurashtra Sale of camels in Kutch :  સૌરાષ્ટ્રના પશુપાલકો ખારાઇ ઊંટ કચ્છમાં કેમ વેચી રહ્યાં છે
Saurashtra Sale of camels in Kutch : સૌરાષ્ટ્રના પશુપાલકો ખારાઇ ઊંટ કચ્છમાં કેમ વેચી રહ્યાં છે

કચ્છઃ રાજ્યમાં ચેરીયાના જંગલોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેની અસર રાજ્યના અનેક જિલ્લાઓના પશુપાલકો (Herdsmen of Saurashtra selling camels) ભોગવી રહ્યાં છે.તેમના ખારાઈ ઊંટો કે જેનો મુખ્ય ખોરાક ચેરીયા હોય છે તેથી તેઓ ચિંતિત છે. જે રાજ્યમાં હવે ખૂબ ઓછા પ્રમાણમાં હોતાં અનેક પશુપાલકો કચ્છ જિલ્લામાં આ ઊંટોને (Saurashtra Sale of camels in Kutch) વેચી રહ્યાં છે.

સૌરાષ્ટ્રમાંથી ઊંટપાલકો દ્વારા મોટા પ્રમાણમાં કચ્છની અંદર ઊંટ વેચવામાં આવી રહ્યાં છે

ચેરીયાના જંગલોમાં નોંધપાત્ર ઘટાડો

અનેક વખત પર્યાવરણમાં થતાં ફેરફારોની અસર અન્ય સ્થળે જણાતી હોય છે. હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (Indian State of Forest Report) મુજબ ગુજરાતમાં ચેરીયાના જંગલોમાં નોંધપાત્ર ઘટાડો (Major decline in Mangrove forests in Gujarat) નોંધાયો હતો. આ ઘટાડાની અસર હમણાંથી જ વર્તાઈ રહી છે કારણ કે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પશુપાલકો પોતાના ખારાઈ ઊંટોને કચ્છમાં વેચી (Saurashtra Sale of camels in Kutch) રહ્યા છે.

ઊંટો માટે ખોરાક અને પાણીની શોધ
ઊંટો માટે ખોરાક અને પાણીની શોધ

ખારાઈ ઊંટ પાણીમાં તરીને ચેરીયાના જંગલો સુધી પોતાનો ખોરાક મેળવવા પહોંચે છે

કેન્દ્ર સરકાર દ્વારા એક મહિના અગાઉ જાહેર કરાયેલા ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 મુજબ ગુજરાતમાં ચેરીયાના જંગલોમાં બે ચોરસ કિલોમીટરનો (Major decline in Mangrove forests in Gujarat) ઘટાડો થયો છે. ત્યારે જ કચ્છમાં આ જંગલ 3.97 ચોરસ કિલોમીટર જેટલા વધ્યા છે. આ ચેરીયાના જંગલ ખારાઇ ઊંટોનું મુખ્ય ખોરાક છે. મુખ્યત્વે કચ્છમાં તેમજ જામનગર, દ્વારકા, ભરૂચ અને ત્યારબાદ પાકિસ્તાનના કરાચીમાં જોવા મળતા આ ખારાઈ ઊંટ દુનિયામાં ઊંટની એકમાત્ર એવી પ્રજાતિ છે જે પાણીમાં તરીને ચેરીયાના જંગલો સુધી પોતાનો ખોરાક મેળવવા પહોંચે છે.

કચ્છ જિલ્લામાં 2000 ખારાઈ ઊંટો

ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 મુજબ કચ્છ સિવાયના આ અન્ય જિલ્લાઓમાં ચેરીયાના વૃક્ષોની સંખ્યા ઓછી થતાં દ્વારકા, જામનગર અને ભરૂચ જિલ્લાના ઊંટોને પોતાનું ખોરાક નથી મળી રહ્યો. તે ઉપરાંત ચેરીયાના મુખ્ય જંગલ વિસ્તારને મરીન નેશનલ પાર્ક બનાવાતા ત્યાં ચરિયાણ કરી શકતા નથી.જે કારણે હવે પશુપાલકો પણ પોતાના પશુઓના ભોજનને લઈને ચિંતિત (Saurashtra Sale of camels in Kutch ) બન્યા છે. કચ્છમાં અંદાજે 2000 જેટલા ખારાઈ ઊંટો આવેલા છે જ્યારે કે સૌરાષ્ટ્રમાં 2200 જેટલા ખારાઈ ઊંટો જોવા મળે છે.

ખોરાક ન મળતાં કચ્છમાં વેચી રહ્યા છે પોતાના ઊંટો

પશુપાલકોને તેમના ઊંટો માટે નજીકમાં ખોરાક ન મળતાં અને પૈસા આપી ખોરાક ખરીદવો આવક કરતાં મોંઘુ પડતાં, હવે સૌરાષ્ટ્રના માલધારીઓ પોતાના ખારાઈ ઊંટોને વેચી (Saurashtra Sale of camels in Kutch )રહ્યા છે. કચ્છમાં ચેરીયાના જંગલોની સંખ્યા 4 ચોરસ કિલોમીટર જેટલી વધી હોતાં કચ્છના ઊંટો માટે અહીં પુષ્કળ ખોરાક ઉપલબ્ધ છે. સાથે જ સૌરાષ્ટ્રના અન્ય ઊંટોને પણ હાલ કચ્છ ખોરાક પૂરું પાડી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ચેરીયાના જંગલ કુલ 4,992 ચો. કી.મી.માં ફેલાયેલો છે જ્યારે કે તેમાંથી માત્ર કચ્છમાં જ 798 ચો. કિ.મી. છે જે દેશના કુલ વિસ્તારનો 15 ટકા છે.

આ પણ વાંચોઃ દ્વારકા દરિયાકાંઠે આવતા યાત્રિકોને પસંદ આવી રહી છે ઉંટની સવારી

સૌરાષ્ટ્રના પશુપાલકોએ 200થી 300 જેટલા ખારાઈ ઊંટોને કચ્છમાં વેચ્યાં: પ્રોગ્રામ કોર્ડીનેટર

આ મુદ્દે સહજીવન સંસ્થાના પ્રોગ્રામ કોર્ડિનેટર મહેન્દ્રભાઈ ભાનાણીએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ઊંટપાલકો અને પશુઓ માટે કામ કરતી સહજીવન સંસ્થાના કેમલ મિલ્ક પ્રોગ્રામ (Camel Milk Program ) કોઓર્ડીનેટર મહેન્દ્ર ભાનાણીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના પશુપાલકોએ પોતાના 200 થી 300 જેટલા ખારાઈ ઊંટોને કચ્છમાં (Saurashtra Sale of camels in Kutch )વેચ્યા છે. કચ્છમાં ચેરીયાનું ખોરાક સારી માત્રામાં જોવા ઉપરાંત અહીં ઊંટડીના દૂધની બજાર પણ ખૂબ સારી રીતે વિકસેલી છે જે કારણે અહીંના માલધારીઓને ઊંટ ઉછેરવામાં ફાયદો થાય છે.

સૌરાષ્ટ્રમાં ઊંટડીના દૂધનું બજાર અને ચરિયાણનો અભાવ

આ અંગે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, કચ્છનો વિસ્તાર બહુ મોટો છે અને ઊંટડીના દૂધની બજાર ખૂબ સારી હોતાં કચ્છના જ અનેક યુવાનો આ વ્યવસાય તરફ (Saurashtra Sale of camels in Kutch ) વળ્યા છે. જો સૌરાષ્ટ્રમાંથી ઊંટો નીકળી જશે તો ત્યાંની ઇકોસિસ્ટમમાં ઊંટનું જે મહત્વ છે તે પૂરું નહીં થાય અને સામે કચ્છ પર ભારણ વધી જશે. જો સૌરાષ્ટ્રમાં પણ કચ્છની જેમ ઊંટડીના દૂધની બજાર વિકસે અને ચરિયાણ ખુલ્લા થાય તો લુપ્ત થતું ઊંટપાલન વ્યવસાય (Camel breeding business) પુનઃ જીવિત થઈ શકશે.

આ પણ વાંચોઃ Camel Breeders Kutch: કચ્છ જિલ્લામાં ઉંટડીના દૂધને માર્કેટ મળતાં ઊંટ પાલકો તથા ઊંટોની સંખ્યામાં થયો વધારો

Last Updated :Feb 19, 2022, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.