ETV Bharat / state

Camel Breeders Kutch: કચ્છ જિલ્લામાં ઉંટડીના દૂધને માર્કેટ મળતાં ઊંટ પાલકો તથા ઊંટોની સંખ્યામાં થયો વધારો

author img

By

Published : Dec 28, 2021, 1:11 PM IST

કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુધન વધારે છે. જિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે, જેમાંથી 12,000થી પણ વધારે ઊંટોનો સમાવેશ થાય છે. કચ્છમાં ઊંટ પાલકો પહેલા માત્ર શોખ પૂરતા જ ઊંટ રાખતા હતા પરંતુ જ્યારથી ઊંટડીનાં દૂધનું માર્કેટ વધ્યું (Camel Milk Market Grown) અને તેને કારણે ઊંટ પાલકોની આવકમાં વધારો થયો ત્યારથી ઊંટ પાલકો ઊંટ ઉછેરમાં પણ રસ લેતા થયા છે. આજે ઊંટડીના ભાવો પણ વધ્યા છે અને ઊંટડીના દૂધનું ઉત્પાદન (Camel Increased Kutch) પણ વધ્યું છે.

Camel Breeders Kutch
Camel Breeders Kutch

કચ્છ: જિલ્લામાં અનેક માલધારીઓ ગાય, ભેંસ, ઘેટા, બકરાં, ઘોડા, ઊંટ, ગધેડા રાખે છે. તેમાંય ઘોડા અને ઊંટ તો પશુપાલકો (Camel Milk Market Grown) માત્ર શોખ પૂરતા જ રાખતા હતા. કચ્છમાં હાલ બે નસલના ઊંટ જોવા મળી રહ્યા છે કચ્છી અને ખારાઇ ઊંટ. આ બન્ને નસલોનાં ઊંટની સંખ્યા જે છેલ્લા પાંચેક વર્ષથી ઘટી હતી, તેમાં હવે વધારો થઇ રહ્યો છે. કારણ કે ઊંટડીના દૂધને માર્કેટ (Camel Increased Kutch) મળતાં માલધારીઓની આવકમાં વધારો થયો છે, જેને કારણે માલધારીઓ ઊંટ ઉછેર વધુ કરતાં થયા છે અને ઊંટડીના દૂધનો વેપાર પણ શરૂ કર્યો છે.

કચ્છ જિલ્લામાં ઉંટડીના દૂધને માર્કેટ મળતાં ઊંટ પાલકો તથા ઊંટોની સંખ્યામાં થયો વધારો

કચ્છ જિલ્લામાં ઊંટોની સંખ્યામાં વધારો

વાગડ વિસ્તારમાં છેલ્લા એક માસથી સઇ ગામના બે માલધારીઓએ પોતાના ઘેટાં બકરાં વેચીને ઊંટોનું પાલન (Camel Rearing Kutch) શરૂ કર્યું છે. તો આ વાગડ વિસ્તારમાં કુલ 18 ઊંટ પાલકો હતાં, જે વધીને 22 ઊંટ પાલકો થયા છે અને 1000 જેટલા ઊંટ હતા તે વધીને હાલ 1400 જેટલી સંખ્યા થઈ છે. યુવા પશુપાલકો ઉંટડીના દૂધ થકી 15 દિવસની અંદર લાખોની કમાણી કરતા થયા છે. ઊંટ પલકોની આવકમાં વધારો (Camel Increased Kutch) થતાં આર્થિક સ્થિતિ મજબૂત બની છે.

કચ્છ જિલ્લામાં ઉંટડીના દૂધને માર્કેટ મળતાં ઊંટ પાલકો તથા ઊંટોની સંખ્યામાં થયો વધારો
કચ્છ જિલ્લામાં ઉંટડીના દૂધને માર્કેટ મળતાં ઊંટ પાલકો તથા ઊંટોની સંખ્યામાં થયો વધારો

કેમલ મિલ્ક અનેક રીતે ગુણકારી

ઊંટના દૂધમાં ભરપૂર ખનિજો આવેલા છે, જે આરોગ્ય સુધારવામાં સહાયરૂપ થવાની સાથેસાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. વિવિધ સંસ્કૃતિઓમાં હજારો વર્ષોથી વપરાતા આ દૂધ અંગે આયુર્વેદના પુસ્તકોમાં પણ તેના ઘણાં લાભ દર્શાવવામાં આવ્યા છે. કેમલ મિલ્ક ઈન્સ્યુલીન જેવું પ્રોટીન ધરાવે છે, જે લોહીમાં સુગરનું પ્રમાણ મેનેજ કરે છે. કેમલ મિલ્ક પાવડર એક એવી પ્રોડક્ટ છે, જે ડાયાબિટીસના મેનેજમેન્ટ ઉપરાંત તેને રોકવામાં પણ સહાયક બને છે. જેમ વ્યક્તિઓમાં જાગૃતિ વધતી જાય છે તેમ કેમલ મિલ્ક પ્રોડ્કટની માગ પણ વધતી જાય છે.

કચ્છ જિલ્લામાં ઉંટડીના દૂધને માર્કેટ મળતાં ઊંટ પાલકો તથા ઊંટોની સંખ્યામાં થયો વધારો
કચ્છ જિલ્લામાં ઉંટડીના દૂધને માર્કેટ મળતાં ઊંટ પાલકો તથા ઊંટોની સંખ્યામાં થયો વધારો

ઊંટડીના દૂધને સારી માર્કેટ મળતાં ઉંટડીની માગ વધારે: પ્રોગ્રામ કોર્ડીનેટર, સહજીવન સંસ્થા

સહજીવન સંસ્થાના પ્રોગ્રામ કોર્ડીનેટર મહેન્દ્ર ભાનાણીએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં કચ્છ જિલ્લામાં ઊંટડીના દૂધની માર્કેટ સારા પ્રમાણમાં ઊભી થઈ છે. જિલ્લામાં 5 જગ્યાએ ઊંટડીના દુધનું કલેક્શન થઈ રહ્યું છે, જેમાં સરહદ ડેરી, અમૂલ, સહજીવન અને કચ્છ ઉછેરક માલધારી સંગઠન સાથે મળીને બે મંડળીઓનું સંચાલન કરે છે. સારી બજાર મળવાના કારણે આજે રોજના 3500થી 4000 લીટર દૂધનું કલેક્શન થાય છે, જે ઊંટડીના ભાવ 10,000 જેટલા હતા તેના આજે 35,000થી 40,000 રૂપિયા જેટલા ભાવ થઈ ગયા છે.

ઠેર ઠેરથી યુવાનો ઊંટડી લેવા આવી રહ્યા છે

ઊંટ જે લુપ્ત થઈ રહ્યા હતા તે સારી એવી બહાર મળી રહેતા તેઓ પણ બચી ગયા છે, તેમનું દૂધ પણ કામે આવી રહ્યું છે. તેમજ ઊંટપાલકો પણ હવે વધી રહ્યા છે. હાલ ઊંટડીના દૂધનો ભાવ 50 રૂપિયા લિટર છે. હાલ ધીરે ધીરે યુવાનો પણ ઊંટડીના દૂધના ઉત્પાદન સાથે સંકળાઇ રહ્યા છે. જામનગર, પાટણ, બનાસકાંઠાથી પણ ઊંટ લેવા યુવાનો આવી રહ્યા છે. હવે તો ઊંટડીઓના આરોગ્યનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તેને કારણે ઊંટડીઓ વધારે રાખવાનું પણ ચલણ વધી રહ્યું છે.

ડેરીના કારણે ઊંટ પાલકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે: ચેરમેન સરહદ ડેરી

સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે વધતા હતા ઊંટપાલકો અંગે જણાવ્યું હતું કે, ઊંટડીના દૂધની વાત કરવામાં આવે તો સરહદ ડેરીનો પ્લાન્ટ છે તે ભારતનો પહેલા નંબરનો પ્લાન્ટ છે. સમગ્ર એશિયામાં બે પ્લાન્ટ છે તે દુબઈ છે એક પ્લાન્ટ પાકિસ્તાનમાં છે. કચ્છ જિલ્લામાં 12,000 જેટલી ઊંટની વસ્તી છે. અત્યારે 3700થી 3800 લીટર દૂધનું રોજનું કલેક્શન છે. શરૂઆતના સમયમાં પશુપાલકો આર્થિક સદ્ધરતા માટે 20 રૂપિયે લિટર ઊંટડીનું દૂધ વહેંચતા હતા, જ્યારે આજે 51 રૂપિયે લિટર દૂધ વહેંચી રહ્યા છે જેના લીધે 200થી 300 પરિવારોને રોજી રોટી મળી રહે છે. ડેરીના કારણે ઊંટ પાલકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે. જૂના ઊંટ પાલકો પણ ઊંટના ધંધા તરફ પાછા વળ્યા છે.

આ પણ વાંચો: પોરબંદર જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માલધારીઓ દ્વારા કલેકટરને કરાઈ રજૂઆત

આ પણ વાંચો: પોરબંદરના સાંસદ રમેશ ધડુકે બરડા ડુંગરમાં નેસ વિસ્તારના માલધારીઓ સાથે કરી મુલાકાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.