ETV Bharat / state

Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટ ભાડા વધ્યા, ટુર પેકેજ થશે મોંઘા

author img

By

Published : Apr 7, 2022, 4:51 PM IST

રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો(Petrol Diesel Price ) થતા તમામ ક્ષેત્રમાં અસરો પહોંચી છે. ત્યારે પાછલા એક અઠવાડિયાથી ઈંધણમાં થઈ રહેલા ભાવ વધારાથી કચ્છમાં ટ્રાન્સપોર્ટના ભાડા(Bhuj Transport Association)વધી ગયા છે. તો ટુર પેકેજોમાં પણ ભાવ વધારો કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આગામી સમયમાં વેકેશન પણ આવી રહ્યું છે તો લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે.

Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટ ભાડા વધ્યા, ટુર પેકેજ થશે મોંઘા
Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટ ભાડા વધ્યા, ટુર પેકેજ થશે મોંઘા

કચ્છઃ રાજ્ય સરકારે દિવાળીના તહેવાર સમયે પેટ્રોલ અને ડીઝલમાં ટેકસ ઘટાડી એકી ઝાટકે કિંમત લિટરે 10 થી 12 રૂપિયા ઘટાડી દીધી છે. અંદાજે ચાર માસથી વધુ સમય માટે કિંમતો(Petrol Diesel Price ) સ્થિર રખાયા બાદ યુપી, પંજાબ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થતાની સાથે જ હવે ફરી દરરોજ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલની તુલનાએ ડીઝલની કિંમતમાં થતો વધારો તમામ ક્ષેત્રમાં ગંભીર અસરો (Bhuj Transport Association)પહોંચાડતો હોય છે ત્યારે પાછલા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલમાં થઈ રહેલા ભાવ વધારાથી કચ્છમાં ટ્રાન્સપોર્ટ ભાડા વધી ગયા છે તો ટુર પેકેજોમાં પણ ભાવ વધારાનો ડામ લાગવાની તૈયારીઓ ચાલી રહી છે.

ટુર પેકેજ થશે મોંઘા

ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટના ભાડા પર અસર - ડીઝલમાં 9 દિવસમાં રૂપિયા 5.80 વધારો થયો અને હજુ પણ વધારો જારી છે. માલ પરિવહનમાં 65 ટકા ખર્ચનો હિસ્સો ડિઝલનો હોય છે અને ડિઝલના ભાવ વધતા નજીકના સમયમાં જો ઘટાડો ન આવે તો 10 ટકા સુધી ટ્રાન્સપોર્ટ ભાડા (Price increase in tour package )વધારાશે. જો કે હજુ ટ્રાવેલ્સ બસોના ભાડા હજુ સુધી વધ્યા નથી. પરંતુ મહિના પછી વેકેશન શરૂ થતા અને ડીઝલના ભાવ આ રીતે વધતા રહે તો તેના ભાડામાં પણ વધારો કરાશે. મોટાભાગે ધંધાર્થીઓ સીઝન હોય ત્યારે ભાડા વધારતા હોય છે. ભુજમાં હાલ પેટ્રોલનો ભાવ લિટરદીઠ 105.38 છે તો ડીઝલનો ભાવ લિટરદીઠ 99.73 છે.

જૂની કિંમતોએ માલ સામાનનું પરિવહન કરવું શક્ય નથી - ભુજ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ પ્રબોધ મુનવરે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, પાછલા થોડા દિવસોથી ડીઝલની કિંમતમાં સતત ઉછાળો થઈ રહ્યો છે. ડીઝલની કિંમતો વધતા ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ વધ્યા છે. જૂની કિંમતોએ માલ સામાનનું પરિવહન કરવું શક્ય ન રહેતા ટ્રાન્સપોર્ડ ભાડામાં 5 થી 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલની કીંમતમાં જંગી વધારાથી કોમનમેન પર બોજો વધ્યો

કચ્છમાં ડીઝલની ખપત પેટ્રોલ કરતા વધારે - ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ડીઝલની ખપત પેટ્રોલ કરતા વધારે રહેતી હોય છે જે મુખ્યત્વે માલના પરિવહનમાં, ટ્રાવેલ્સ બસોમાં વપરાતુ હોય છે. આ ઉપરાંત રિક્ષા વગેરેમાં વિવિધ પ્રકારની ચીજવસ્તુ, માલસામાનના થતા પરિવહનનો ખર્ચ ડીઝલ ખર્ચ વધતા વધ્યો છે જે વધારાનો ખર્ચ પરિવહન ભાડામાં ઉમેરવાનું શરૂ થયું છે. જે અંતે ગ્રાહકો પર જ આવશે અને લોકોને માલનો સપ્લાય ઉત્પાદન પર્યાપ્ત હોવા છતાં મોંઘી થવાની ભીતિ સર્જાઈ છે.

પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા ફરવાનું પણ મોંઘુ બન્યું - આગામી 9 મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન શરૂ થઈ રહ્યું છે. જેમાં અસહ્ય ગરમી, મોંઘવારી, રોજબરોજની હેરાનગતિથી કંટાળી લોકો ફરવા માટે નીકળતા હોય છે. ત્યારે હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા ફરવાનું પણ મોંઘુ બન્યું છે. ટુરના પેકેજમાં 15થી 20 ટકાનો વધારો કરાયાનું ટુર ઓપરેટર્સે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: કોંગ્રેસના ધારાસભ્યો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાને પગલે સાયકલ લઈને પહોંચ્યા વિધાનસભા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.