ETV Bharat / state

South Gujarat Cooperative Societies: સુરત જિલ્લાના સહકારી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ મોંઘું

author img

By

Published : Mar 7, 2022, 4:03 PM IST

South Gujarat Cooperative Societies: સુરત જિલ્લાના સહકારી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ મોંઘું
South Gujarat Cooperative Societies: સુરત જિલ્લાના સહકારી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ મોંઘું

લોકોના સહકારથી ચાલતી સહકારી મંડળીઓને (South Gujarat Cooperative Societies)આઈ ઓ સી દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. કંપનીના રીટેલ આઉટલેટ કરતા મંડળીઓને મોંઘા ભાવે પેટ્રોલ અને ડીઝલ (Petrol and diesel)આપવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની 50 થી વધુ સહકારી મંડળીઓએ પેટ્રોલ અને ડીઝલનું વેચાણ બંધ કર્યું છે.જેથી સુરતની મંડળીઓને નુકશાન થઈ રહ્યું છે.

સુરતઃ દક્ષિણ ગુજરાતની સમૃદ્ધિ પાછળનું સૌથી મોટું કારણ છે દક્ષિણ ગુજરાતમાં કાર્યરત સહકારી મંડળીઓ લોકોના સહકારથી આ મંડળીઓ ચાલતી હોઈ છે. મંડળીઓમાં નહી નફો અને (South Gujarat Cooperative Societies) નહિ નુકશાનના ધોરણે પેટ્રોલ પંપ ચાલતા હોઈ છે. સહકરી મંડળીઓના સભાસદો આ મંડળીઓ અમથી પેટ્રોલ અને ડીઝલ (Surat Cooperative Petrol Pump)ભરાવતા હોઈ છે. પરંતુ છેલ્લા 15 દિવસથી આ સહકારી મંડળીઓ સાથે ભારે અન્યાય થઈ રહ્યો છે.

સુરત સહકારી પેટ્રોલ પમ્પ

સહકારી મંડળીઓને નુકશાનમાં

મોટા ભાગની સહકારી મંડળીઓ આઈ ઓ સી પાસે પેટ્રોલ અને ડીઝલની(South Gujarat Cooperative Societies)ખરીદી કરે છે. છેલ્લા 15 દિવસ થી આઈ ઓ સી દ્વારા કંપનીના રીટેલ આઉટલેટ તેમજ સહકારી મંડળીઓના ભાવમાં જમીન આસમાનનો ભાવ ફેર કરી દેવામાં આવ્યો છે. જેને લઈને જે ભાવે કંપનીના રીટેલ આઉટલેટ પેટ્રોલ અને ડીઝલ રિટેલમાં વેચી રહ્યા છે. તેના કરતા મોઘું પેટ્રોલ અને ડીઝલ કંપની (Petrol and diesel)સહકારી મંડળીઓને આપી રહી છે. જેને લઈને સહકારી મંડળીઓને ખુબજ નુકશાન જઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ કામરેજના ધારાસભ્યને કોંગ્રેસના કાર્યકરોએ ગાજર-લોલીપોપ આપ્યા ભેટ...!

ભાવ વધારાને લઈને મંડળીઓ મુકાઈ મુંઝવણમાં

ધી કીમ વિભાગ સહકારી મંડળીમાં (The Kim Division Cooperative)લગભગ 12,000 થી વધુ સભાસદો છે અને મંડળી સભાસદોની સુખાકારી માટે પેટ્રોલ અને ડીઝલ નું વેચાણ કરે છે ,મંડળી માંથી રોજનું 2000 થી 2500 લીટર પેટ્રોલ તેમજ તેત્લુજ ડીઝલનું પણ વેચાણ થતું હતું આઈ ઓ સી દ્વારા મંડળીઓના ભાવ વધારી દેતા હાલ આ મંડળી પર માંડ 400 થી 500 લીટર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થઈ રહ્યું છે, નહિ નફો અને નહિ નુકશાનના ધોરણે ચાલતી આ માં મંડળીઓના મોટા ભાગના ખર્ચા પેટ્રોલ અને ડીઝલ વેચાણ ની આવક માંથી નીકળી જતા હોઈ છે પરંતુ હાલ વેચાણ નહીવત થઇ જતા મંડળીના સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે.
આ પણ વાંચોઃ તાપીમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં વહીવટદારો દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનાં આક્ષેપો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.