ETV Bharat / state

Dhol King Hanif Aslam: 2014 બાદ ભૂજમાં બોલીવુડના પ્રખ્યાત ઢોલ કિંગ હનીફ અસ્લમ બેન્ડ ગરબાની રમઝટ બોલાવશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 6:23 PM IST

દેશમાં 15થી 24 ઓકટોબર સુધી નવરાત્રિનું આયોજન કરવામાં આવશે. ગરબે રમતા ખેલૈયાઓએ અત્યારથી જ ગરબા ક્લાસ શરૂ કરી દીધા છે. તો ભુજમાં ખાસ કરીને અગાઉ રસ ગરબાની રમઝટ બોલાવતા તેવા બોલિવુડની પ્રખ્યાત જોડી હનીફ અસ્લમ બેન્ડ દ્વારા 8 વર્ષ બાદ ફરીથી નવરાત્રી યોજાશે.

હનીફ અસ્લમ બેન્ડ દ્વારા 8 વર્ષ બાદ ફરીથી નવરાત્રી
હનીફ અસ્લમ બેન્ડ દ્વારા 8 વર્ષ બાદ ફરીથી નવરાત્રી

હનીફ અસ્લમ બેન્ડ દ્વારા 8 વર્ષ બાદ ફરીથી નવરાત્રી

કચ્છ: રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ભુજના સેન્ડલવુડ ગ્રાઉન્ડ પર આ નવરાત્રી મહોત્સવ યોજવામાં આવશે. બોલીવુડની પ્રખ્યાત જોડી હનીફ અસ્લમ બેન્ડ દ્વારા નવરાત્રી દરમ્યાન માતાજીના ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. ખાસ કરીને રોટરી નવરાત્રીમાં કચ્છમાં પ્રથમ વખત બોલીવુડના કોઇ પણ સોંગ વગાડવામાં નહિં આવે અને માત્ર માતાજીના ગરબા જ વગાડવામાં આવશે. આમ એક રીતે એક નવી ધાર્મિક પહેલ રોટરી નવરાત્રી દ્વારા કરવામાં આવી રહી છે.

હનીફ અસ્લમ બેન્ડ દ્વારા યોજાશે નવરાત્રી: ભુજના રોટરી હોલ ખાતે નવરાત્રી મહોત્સવના આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં ક્લબના પ્રમુખ નરેન્દ્ર ઠકકર, સેક્રેટરી ધવન શાહ પૂર્વ પ્રમુખ અભિજીત ધોળકીયા અને પૂર્વ સેક્રેટરી હેમેન શાહ, સહીતના આગેવાનો તેમજ પ્રખ્યાત બોલીવુડ સંગીત કંપોઝર અસ્લમ પણ ઉપસ્થિત રહ્યા હતા. હનીફ અસ્લમ બોલીવુડમાં ઢોલ કિંગ તરીકે પ્રખ્યાત છે. તેઓ વર્ષોથી કચ્છ સાથે સંકળાયેલા છે અને કચ્છમાં અવારનવાર વિવિધ પ્રોગ્રામોમાં સંગીત પીરસવા આવતા હોય છે.

બોલીવુડ ઢોલ કિંગ્સ રેલાવશે સૂર: રોટરી ક્લબ દ્વારા આયોજિત નવરાત્રિના પ્રોજેક્ટ ચેરમેન અભિજીત ધોળકીયાએ સમગ્ર આયોજન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, "રોટરી ક્લબ દ્વારા ભુજના મિરજાપર હાઇવે પાસે આવેલા સેન્ડલવુડ ખાતે હિમ્સ નવરાત્રી 2023નું આયોજન કરવામાં આવશે. જેમાં 2014 પછી પ્રથમ વાર બોલીવુડ ઢોલ કિંગ્સ હનીફ અસ્લમ તેમની ઓરકેસ્ટ્રા લઈને આવી રહ્યા છે. ખેલૈયાઓને પ્રોપર નવરાત્રી અને માતાજીના ગરબા રમવા માટે આયોજન માટે રોટરી ક્લબ પણ ઉત્સાહી છે."

3000 જેટલા લોકો રમી શકે તેવું આયોજન: હનીફ અસ્લમના ઓરકેસ્ટ્રામાં 4 સિંગર, 6 ડ્રમ પ્લેયર, 6 કોન્સર્ટ બેઝ, 4 ઢોલ, 1 ઓકટોપેડ, 2 કીબોર્ડ, 2 ગિટાર, 1 બેન્જો, 1 સેકસાફોન, 1 ટ્રમપેટ, 1 પેરકયુશનની ટીમ રહેશે. આ વખતે નવરાત્રિમાં કચ્છી ટ્રેડિશનલ સંગીત વાદ્ય નોબત પણ ઓરકેસ્ટ્રામાં સમાવવા માટે જણાવવામાં આવ્યું છે. આ વખતે બોલીવુડના સોંગ વગાડવામાં નહીં આવે અને માતાજીના ગરબા જ ગાવામાં આવશે. આ વખતે નવરાત્રિમાં 3000 જેટલા લોકો રમી શકે તેવું આયોજન કરવામાં આવશે.

35 વર્ષોથી બોલિવુડમાં કરી રહ્યા છે કામ: આ વર્ષે નવરાત્રીમાં ધુમ મચાવવા આવેલા બોલીવુડના પ્રખ્યાત ઢોલ કિંગ અસલમભાઇએ જણાવ્યુ હતું કે, "તેઓ મુળ કચ્છના જ છે અને બોલીવુડમાં સફળતા મેળવ્યા બાદ ફરી એક વખત કચ્છ આવવા માટે તેઓ આતુર છે. છેલ્લાં 35 વર્ષોથી બોલિવુડમાં તેઓ ઢોલ વગાડી રહ્યા છે. અમારા ઓરકેસ્ટ્રામાં 25થી 30 લોકોનું બેન્ડ છે જે સૌથી મોટું છે અને બીજા કોઈનું પણ આટલું મોટું બેન્ડ નથી. 15 વર્ષની ઉંમરથી અમે લોકો બોલીવુડમાં ઢોલ વગાડી રહ્યા છીએ."

અનેક પ્રખ્યાત ગીતોમાં વગાડ્યા છે ઢોલ: ઉલ્લેખનીય છે કે,"દેવા શ્રી ગણેશા દેવા, ઝૂમ બરાબર ઝૂમ બરાબર ઝૂમ, કજરા રે કજરા રે, બીડી જલઈ લે, ગલા ગુડિયા, નાચ દે ને સારે, ઘુમ્મર, નાગડા સોંગ, મોતી વેરાણા ચોકમાં વગેરે જેવા પ્રખ્યાત ગીતોમાં ઢોલ હનીફ અસ્લમની જોડી દ્વારા વગાડવામાં આવ્યું છે. તેમને એ.આર. રહેમાન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, અજય - અતુલ, salin- સુલેમાન, અમિત ત્રિવેદી, ઇસ્માઇલ દરબાર, સાજીદ - વાજિદ, પ્રીતમ જેવા પ્રખ્યાત ગાયકો સાથે પણ કામ કર્યું છે."

  1. Surat News : મીનિયેચર પેઇન્ટિંગ આર્ટની કળા શીખતાં વીએનએસજીયુ વિદ્યાર્થી, રાજસ્થાનના જાણીતાં આર્ટિસ્ટનો યત્ન
  2. Surat News : નાઈટપાર્ટી કે રીલ્સલાઇફમાં નહીં, સુરતના યુવાનો પરંપરાગત ઢોલવાદનની ' ભક્તિ " માં વ્યસ્ત, ઉચ્ચશિક્ષિતો છે સામેલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.