ETV Bharat / state

Letter of conversion in Kutch : લાલચ સાથે ધર્મપરિવર્તનનો પત્ર, કચ્છમાં મચ્યો ખળભળાટ

author img

By

Published : May 2, 2022, 7:39 PM IST

અબડાસા તાલુકાના મુઠિયાર ગામમાં (Muthiyar Village Of Abdasa) લાલચ સાથે ધર્મ પરિવર્તન માટે (Letter of lure for Religion conversion) પ્રેરતો પત્ર ગામના 4 પશુપાલકોને ટપાલ (Letter of conversion in Kutch) મારફતે મળ્યો હતો. આ મામલે વિગતે વાંચો અહેવાલ.

Letter of conversion in Kutch : લાલચ સાથે ધર્મપરિવર્તનનો પત્ર, કચ્છમાં મચ્યો ખળભળાટ
Letter of conversion in Kutch : લાલચ સાથે ધર્મપરિવર્તનનો પત્ર, કચ્છમાં મચ્યો ખળભળાટ

કચ્છ - કચ્છના અબડાસા તાલુકાના મુઠિયાર (Muthiyar Village Of Abdasa) ગામમાં લાલચ સાથે ધર્મ પરિવર્તન માટે પ્રેરતો પત્ર ગામના 4 પશુપાલકોને ટપાલ મારફતે મળ્યો હતો. ધર્મ પરિવર્તન માટે 1 થી 10 લાખ સુધીની રકમ મળશે (Letter of lure for Religion conversion) તેવી લાલચ પણ આપવામાં આવી છે. અબડાસા તાલુકાના પશુપાલકોને ધર્મ પરિવર્તન કરવા માટે નનામી પત્ર (Letter of conversion in Kutch) મળતા ચકચાર મચી છે. નામ બદલવા સાથે ધર્મ પરિવર્તનની સલાહ આપતો અને પ્રલોભન સાથેનો પત્ર ટપાલ મારફતે પશુપાલકને મળતા પોલીસને લેખિત ફરિયાદ-અરજી અપાઇ હતી. મુઠિયા૨ ગામના રહેવાસી અને વ્યવસાયે પશુપાલક કરશનજી દેશરજી બારાચ, સથુભા જાડેજા, ભાનુભા ચાવડા અને જામભા ચાવડાને ધર્મ પરિવર્તન માટે પત્ર મળ્યાં હતાં.

4 પશુપાલકોને ટપાલ મારફતે મળી ધર્મપરિવર્તનની લાલચ

હિન્દુ સંસ્થાઓ આગળ આવી - આ (Muthiyar Village Of Abdasa) તમામ પશુપાલકો દ્વારા નલિયા પોલીસને આ લેખિત ફરિયાદ અપાઇ હતી. ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પણ આ લોકોને પૂરતો સાથ આપ્યો છે. અજ્ઞાત શખ્સ દ્વારા ટપાલથી મોક્લવામાં આવેલો આ પત્ર (Letter of conversion in Kutch) ગત તા. 29મીના ફરિયાદીને મળ્યો હતો. જેમાં પ્રલોભન આપવાની વાત કરવા સાથે નામ બદલી નાખવા અને કોનો સંપર્ક કરવો તેની વિગતો લખાયેલી હતી. આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી ફરિયાદીએ માગણી કરી હતી.

1 થી 10 લાખ રૂપિયાની આપવામાં આવી લાલચ - મુઠિયાર ગામે રહેતા કરશનજી બલોચ નામના અશિક્ષિત વ્યક્તિના નામે ઘરમાં ટપાલ આવતા પૌત્રએ વાંચી અને તેમાં તેમને ‘કાસમછા’ બની જવા જણાવી રૂ.1 થી 10 લાખ સુધીની રકમ મળશે તેવી લાલચ (Letter of conversion in Kutch) આપવામાં આવી હતી. નલિયા પોલીસે બનાવ અનુસંધાને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો ગામના જ બીજા ક્ષત્રિય સમાજના લોકોને સાલેમામદ નામ રાખીને ધર્મ પરિવર્તન કરવા માટે લાલચ સાથેનો પત્ર મળ્યો છે.

આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માગણી
આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માગણી

પત્રમાં પોતાનું નામ બદલાવી અન્ય નામ રાખવા સૂચવવામાં આવ્યું -ખેતી-પશુપાલન સાથે સંકળાયેલા (Muthiyar Village Of Abdasa) ફરિયાદીઓ પીએસઆઇને સંબોધીને કરેલી અરજીમાં જણાવ્યું કે, તેઓ તારીખ 29ના સાંજના સમયે ઘરે હતાં ત્યારે પોસ્ટ ઓફીસના ટપાલી દ્વારા પોતાના નામજોગ લખાયેલું બંધ પરબીડીયું આપવામાં આવ્યું હતું. જેને ખોલતા તેની અંદર એક લખાણવાળો કાગળ (Letter of conversion in Kutch) મળી આવતા પૌત્ર હરપાલસિંહ પાસે તેનું વંચાણ કરાવતા કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કરશનજીને નાણાકીય લોભ લાલચ આપીને નામ ‘કાસમછા’ રાખવા જણાવ્યું હતું અને 1 લાખથી 10 લાખ સુધી સહાય આપવામાં આવશે. જેના માટે રામપર અબડાસા જમાતનો સંપર્ક કરવાનું જણાવી મોબાઈલ નંબર 4089395800 લખેલા હતાં.

પોલીસ હાથ ધરી તપાસ - આ પ્રકરણની તટસ્થ તપાસ માટે પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે. બનાવ (Letter of conversion in Kutch) અંગે નલિયા પીએસઆઇ વિક્રમ ઉલવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, મુઠીયાર ગામના કરશનજીની અરજી મળી છે. જેને ધ્યાને લઇ અરજદારના નિવેદન લેવા સાથે વિવિધ મુદાઓ પર તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

તટસ્થ તપાસની માંગ કરાઇ -આ બનાવ (Letter of conversion in Kutch) બાબતે ક્ષત્રિય સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. આ ઉપરાંત આ પત્ર મોકલનાર અને આવું કૃત્ય કરનાર ગમે તે ધર્મનો વ્યક્તિ હોય તેની સામે યોગ્ય કાર્યવાહી અને તટસ્થ તપાસ કરવા માટેની માંગ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.