ETV Bharat / state

આ એક કામ કરવાથી મેળવો ધારી સફળતા, Women Equality Day 2022એ મહિલાએ આપ્યો સક્સેસ મંત્ર

author img

By

Published : Aug 26, 2022, 10:00 AM IST

વિશ્વભરમાં આજે મહિલા સમાનતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ETV Bharatની ટીમે મહિલાઓએ જીવનમાં ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરવા શું કરવું તે દિશામાં વિસ્તૃત માહિતી મેળવવા કચ્છના મ્યૂઝિયમની મુલાકાત કરી હતી. અહીં કચ્છ મ્યૂઝિયમના ક્યૂરેટર ડો શેફાલિકા અવસ્થિએ આ અંગે પોતાના મંતવ્ય આપ્યા હતા. Women Equality Day 2022, kutch museum.

આ એક કામ કરવાથી જીવનમાં મળશે ધારી સફળતા, Women Equality Day 2022એ મહિલાએ આપ્યો સક્સેસ મંત્ર
આ એક કામ કરવાથી જીવનમાં મળશે ધારી સફળતા, Women Equality Day 2022એ મહિલાએ આપ્યો સક્સેસ મંત્ર

કચ્છ 26 ઓગસ્ટના દુનિયાભરમાં મહિલા સમાનતા દિવસની (Women Equality Day 2022) ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ યુનાઈટેડ સ્ટેટ્સના બંધારણના 19મા અમેન્ડમેન્ટને અપનાવવાના ઉપલક્ષે ઉજવવામાં આવે છે, જેના દ્વારા મહિલાઓને મત આપવાનો સમાન અધિકાર પ્રાપ્ત થયો હતો. ત્યારે જીવનમાં ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ. તે અંગે કચ્છ મ્યૂઝિયમના (kutch museum) ક્યૂરેટર ડો. શેફાલિકાબેન અવસ્થિના શું મંતવ્યો છે.

USમાં પીડિતોએ આપી હતી લડત યુથ ડેવલોપમેન્ટ, મહિલા સમાનતા અને સફળતા અંગે ETV Bharat સાથે વાતચીત કરતા કચ્છ મ્યૂઝિયમનાં (kutch museum) ક્યૂરેટર ડો. શેફાલિકા અવસ્થિએ જણાવ્યું હતું કે 102 વર્ષ પહેલાં આ દિવસે, યુનાઇટેડ સ્ટેટ્સમાં પીડિતોએ મહિલાઓને મત આપવાના હક માટે લાંબી અને સખત લડત લડી (fight for womens rights in india) હતી તે પ્રાપ્ત કરી હતી. 26 ઓગસ્ટ 1920ના રોજ યુ.એસ. બંધારણમાં (US Constitution Amendments) 19મો સુધારો લાગુ કરવામાં આવ્યો, જેમાં સંઘીય સરકાર અને કોઈને પણ જાતિના આધારે મતદાન કરવાનો અધિકાર નકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

વર્ષ 1973થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે

વર્ષ 1973થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મહિલાઓના માનવ અધિકારોના રક્ષણ (fight for womens rights in india) સાથે તેના સર્વાંગી વિકાસમાં સમાજનો સહયોગ જરૂરી છે. તેમ જ પુરૂષપ્રધાન દેશમાં આજે પણ જેન્ડર બાયસ (gender inequality in world) જોવા મળે છે અને તેના પહેરવાથી લઈ ભણવા સુધીના તમામ નિર્ણયો પરિવાર લે છે. અધિકાર સંરક્ષણ માટે તથા સમાજમાં તેમને સમાન દરજજો મળે તેવા ઉદ્દેશથી 26 ઓગષ્ટે દર વર્ષે ‘વુમન ઇકવાલિટી’ દિવસની (Women Equality Day 2022) ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1973થી આ દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવે છે. જોકે, આવી ઉજવણી કરવાં છતાં આજે આપણાં દેશમાં મહિલાઓને પુરૂષો જેવા અધિકારો મળતા નથી.

21મી સદીમાં મહિલાઓને વિકાસ માટે ઘણી તકો 21મી સદીમાં મહિલાઓને વિકાસ માટે ઘણી તકો (women development in india) અપાય છે અને મળી છે. આના કારણે ઘણી મહિલાઓ આગળ આવી છે, પરંતુ આંગણીના વેઢે ગણી શકાય તેટલો જ વિકાસ છે. નિયમો બનાવવાથી સર્વાગી વિકાસ તેમનો ન થઈ શકે તેના માટે સમાજ જાગૃતિ સાથે દેશનો એક એક નાગરિક આ બાબતે આગળ આવશે ત્યારે જ આપણેને પરિણામો મળશે.

કોઈ પણ લક્ષ્યની પ્રાપ્તિ માટે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે વધુમાં કચ્છ મ્યૂઝિયમના (kutch museum) ક્યૂરેટરે જણાવ્યું હતું કે, જીવનમાં ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરવા તમારે તમારી જાતને ઉજાગર કરવી પડશે. ડો શેફાલિકા અવસ્થિ 5 વર્ષથી કચ્છ મ્યુઝિયમમાં (kutch museum) ક્યૂરેટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે કોઈ પણ લક્ષ્યની પ્રાપ્તિ માટે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તે વાત પર ભાર મૂકી વર્તમાન સમયે કારકિર્દી પસંદગીની અનેક તકો ઉપલબ્ધ છે. ત્યારે તમારે કઈ દિશામાં આગળ વધવું છે. તેના માટે તમારી આંતરિક પ્રતિભાને ઉજાગર કરીને બહાર લાવવી પડશે.

આ પણ વાંચો Women’s Day 2022 : રેણુકાના કાઉન્સલિંગથી 150 HIV ગ્રસ્ત માતાઓનું સંક્રમણ બાળકોને થયું નથી

માતાપિતાએ માર્ગદર્શક બની કારકિર્દી ઘડતરમાં મોટું યોગદાન આપ્યું ડો શેફાલિકા અવસ્થિ જ્યારે અભ્યાસમાં પ્રવૃત્ત હતા. ત્યારે કઈ કારકિર્દીમાં આગળ વધવું તેની મનમાં ઘણી ગડમથલ ચાલતી હતી, પરંતુ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા માતાપિતાએ માર્ગદર્શક બની કારકિર્દી ઘડતરમાં મોટું યોગદાન આપ્યું છે. તમે પોતે એવા બનો કે, તમારા બાળકને બીજા કોઇને પોતાનો આદર્શ બનાવવો જ ન પડે. ફતેપુરમાં શાળાકીય, કાનપુરમાં સ્નાતક અને અલ્હાબાદ તેમજ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી કેન્દ્ર સરકારની પર્ફોર્મન્સ સ્કોલરશિપ અને ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા છે.

આ પણ વાંચો International Women's Day: બનાસ ડેરી દ્વારા પશુપાલન ક્ષેત્રે પ્રગતિ કરનાર મહિલાઓનું સન્માન કરાયું

કારકિર્દીની પસંદગી માટે જીવનમાં વૈવિધ્યતા કેળવવા જણાવ્યું વર્ષ 2007માં મુંબઇના વિકટોરિયન અલ્બર્ટ સંગ્રહાલયમાં (Mumbai Victorian Albert Museum) ટેક્નિકલ આસિસ્ટન્ટ અને ત્યારબાદ મરિન મ્યૂઝિયમમાં ક્યૂરેટર બન્યા પછી GPSC પાસ કરી કચ્છ મ્યુઝિયમમાં (kutch museum) ક્યુરેટર બનેલા આ યુવા અધિકારીએ વર્તમાન યુગ સ્ટાર્ટઅપનો છે. ત્યારે કારકિર્દીની પસંદગી માટે જીવનમાં વૈવિધ્યતા કેળવવાને ઇચ્છનીય ગણાવ્યું હતું.

માતાપિતાના કારણે થયા સફળ મરિન મ્યૂઝિયમના ક્યૂરેટરના કાર્યકાળમાં મરિન હિસ્ટ્રી જીઓલોના ક્લાસ લેવાનો પડકાર હતો, જેને તેમણે પડકાર સમજીને પૂર્ણ કર્યો છે. એ જ રીતે જયપુરના સિટી પેલેસના નોકરીના કાર્યકાળ દરમિયાન ચિત્ર સંબંધી અનેક સંશોધન કર્યાં છે. ડો શેફાલિકા અવસ્થિએ તેઓએ જીવનમાં જે સફળતા મેળવી છે. એ તેમના માતાપિતા અને અન્ય પરિવારજનોના માર્ગદર્શન થકી જ મળી છે.

પોતાનું જીવન કોઈને પ્રેરણા કરવા માટે નિમિત્ત બને તે માટે અભ્યાસક્રમમાં અભ્યાસ કરો સંગ્રહાલય સાથે તેમનો નાતો ઘણો જૂનો હોવાનું કહી યુવા કાળમાં તેમણે અનેક સંગ્રહાલયોની મુલાકાત લઈ માહિતી મેળવી છે તો અલગ અલગ ક્ષેત્રના સંગ્રહાલયોમાં ફરજ બજાવી. અનેક નવીનત્તમ માહિતીનો ભંડાર મેળવ્યો છે. કચ્છ મ્યુઝિયમમાં (kutch museum) શસ્ત્રોનું ક્લેક્શન સારું હોવાનું કહી આ સંગ્રહાલય અન્ય સંગ્રહાલયોથી ઘણું અલગ પડતું હોવાનું કહ્યું હતું. પોતાનું જીવન કોઇને પ્રેરણા કરવા માટે નિમિત્ત બને તે માટે અભ્યાસક્રમમાં અભ્યાસ કરો, જો અભ્યાસમાં તમે ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધશો તો સફળતા તમારા કદમના પગલે સામેથી ચૂમશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.