ETV Bharat / state

Kutch Earthquake : કચ્છની ધરા ધ્રુજી, ધોળાવીરા નજીક 4.1 તીવ્રતાનો ભૂકંપ આંચકો નોંધાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2024, 11:38 AM IST

ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી છે. પૂર્વ કચ્છના ધોળાવીરા નજીક આજે સવારે 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. કચ્છના ભચાઉ, દુધઈ અને રાપર વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. જોકે હાલ ભૂકંપના કારણે કોઇ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.

Kutch Earthquake
Kutch Earthquake

કચ્છ : સરહદી જિલ્લા કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. કચ્છમાં ભૂકંપના નાના-નાના આંચકાનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે પૂર્વ કચ્છના ધોળાવીરા નજીક 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. પૂર્વ કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે કોઇ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. આજે સવારે 9:38 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

કચ્છની ધરા ધ્રુજી : આજે સવારના 9:38 કલાકે 4.1 તીવ્રતા સાથેના ભૂકંપના આંચકાથી કચ્છના ભચાઉ, દુધઈ અને રાપર વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો આંચકો વૈશ્વિક ધરોહર ધોળાવીરાથી 59 કિલોમીટર દૂર નોર્થ - નોર્થ ઇસ્ટમાં નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ ફોલ્ટલાઈન પર નોંધાતા હોય છે. જે છેલ્લા થોડા સમયથી ભચાઉ, દુધઈ અને ધોળાવીરા પાસેની ફોલ્ટલાઇન સક્રિય થઈ છે.

ફોલ્ટલાઇન સક્રિય : પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલા ભૂકંપની ફોલ્ટ લાઈન પર અવારનવાર 1.5 થી 4.5 સુધીની તીવ્રતાના આંચકાઓ નોંધાતા આવ્યા છે. ખાસ કરીને ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં ભાગ્યે જ આંચકાઓ નોંધાતા હોય છે. આજે સવારે ફરી વાગડ વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. પશ્ચિમ કચ્છમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર પણ આંચકાઓ નોંધાતા હોય છે.

2001 ભૂકંપના આફ્ટર શોક : વર્ષ 2001 માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટલાઈન પર નાના-મોટા આફટર શોક નોંધાઈ રહ્યા છે. હજી પણ નાના-મોટા ભૂકંપના આંચકાનો સિલસિલો અવિરત ચાલી રહ્યો છે. ફોલ્ટલાઇન સક્રિય થતા તેની આસપાસ છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ 4 થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય ફેલાય છે.

  1. Kutch: કચ્છના નો ડ્રોન ફ્લાય ઝોન વિસ્તારમાં ડ્રોન ઉડાડવું પડી શકે છે ભારે, જાણો કારણ
  2. Kutch News : કચ્છ રાજ પરિવાર દ્વારા ‘પ્રાગમહેલ એટીલિયર' ખુલ્લું મૂકાયું, હસ્તકલાના કારીગરો માટે ખૂબ મહત્ત્વનું કામ કરશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.