ETV Bharat / state

Kutch: કચ્છના નો ડ્રોન ફ્લાય ઝોન વિસ્તારમાં ડ્રોન ઉડાડવું પડી શકે છે ભારે, જાણો કારણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2024, 3:59 PM IST

કચ્છના પ્રવાસનમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા રોડ ટુ હેવન વિસ્તારમાં અનેક ઇફ્લ્યુએન્સર લોકો ડ્રોન ઉડાડીને વ્યુ મેળવવા માટે અન્ય પક્ષીઓ માટે જોખમ ઉભુ કરી રહ્યા છે. એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી કચ્છમાં આવેલી છે કે જ્યાં ફ્લેમિંગોના બચ્ચા પણ ઉછેરાતા હોય છે. કચ્છમાં આવેલા પ્રવાસી પક્ષીઓ માટે રોડ ટુ હેવન સહિતના વિસ્તારમાં ડ્રોન ઉડાવવું જોખમી સાબિત થઇ શકે છે.

રોડ ટુ હેવન
રોડ ટુ હેવન

પ્રવાસી પક્ષીઓ માટે રોડ ટુ હેવન સહિતના વિસ્તારમાં ડ્રોન ઉડાવવું જોખમી

કચ્છ: આજે સોશિયલ મીડિયાનો ક્રેઝ છવાયેલો છે. લોકો તેને આજે એક કરિયર તરીકે અપનાવી રહ્યા છે. આ અંતર્ગત કન્ટેન્ટ યુટ્યૂબર, ટ્રાવેલ બ્લોગર, ફુડ બ્લોગર વિવિધ સ્થળોની મુલાકાત લેતા હોય છે. પરંતુ વઘતા આ ક્રેઝ સાથે ઇલ્યુએન્સરો વચ્ચે કોઈ સ્પર્ધા હોય તે રીતે અવનવા રિસ્ક લઈને લોકો જુદાં જુદાં સ્થળે વીડિયો બનાવી રહ્યા છે. પોતાના વીડિયોના વ્યૂના ચક્કરમાં કયાં સ્થળે વીડિયો બનાવાય, કયા સાધનો વડે બનાવાયા, કોઈ પ્રતિબંધિત વિસ્તાર છે કે નહિ તેની ચકાસણી પણ કરતા નથી.

પ્રવાસી પક્ષીઓ પર ખતરો
પ્રવાસી પક્ષીઓ પર ખતરો

એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી કચ્છમાં: કચ્છમાં હાલ પ્રવાસનની સીઝન પૂરબહારમાં છે. એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી કચ્છમાં આવેલી છે. જેમાં લાખોની સંખ્યામાં ફ્લેમિંગોના બચ્ચા ઉછેરવામાં આવતા હોય છે. ખાસ કરીને આ સીઝનમાં લાખો કિલોમીટરનો પ્રવાસ ખેડીને સુરખાબ કે અન્ય પક્ષીઓ પણ કચ્છ આવતા હોય છે. ફ્લેમિંગો પક્ષીઓ ખાસ કરીને કચ્છમાં ખોરાક અને બ્રીડિંગ માટે આવતા હોય છે. કચ્છમાં આવેલા પ્રવાસી પક્ષીઓ માટે કચ્છના ખાવડાથી ધોળાવીરા સુધીનો માર્ગ કે જે રોડ ટુ હેવન તરીકે પ્રખ્યાત છે. આ રસ્તાના નિર્માણ બાદ કચ્છમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.

રોડ ટુ હેવન
રોડ ટુ હેવન

પ્રવાસી પક્ષીઓ પર ખતરો: ઉલ્લેખનીય છે કે પક્ષીઓના જ્યાં માળા અને બચ્ચાઓ ઉછરતા હોય તેવા વિસ્તારમાં જો ફોટોગ્રાફી કે ડ્રોન મારફતે વીડિયોગ્રાફી કરવામાં આવે તો પક્ષીઓ ત્યાં રહેવાનું જ છોડી દે છે. હાલ ઇન્સ્ટાગ્રામમાં પણ અનેક ફોટોગ્રાફરોએ પણ આ વિસ્તારમાં ડ્રોન દ્વારા વીડિયો બનાવ્યા છે. ડ્રોન લઈને કચ્છમાં વીડિયો બનાવવા આવતા પ્રવાસીઓના કારણે સુરખાબ પક્ષીઓ, કુંજ અને અન્ય પ્રવાસી પક્ષીઓ પર ખતરો મંડરાઈ રહ્યો છે. વન વિભાગની ટીમ દ્વારા ફ્લેમિંગો સિટી અને રોડ ટુ હેવન વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય ઝોનના બોર્ડ લગાવવામાં આવ્યા છે.

કચ્છ આવતા પ્રવાસીઓ પોતાના કેમેરા અને ફોન વડે ભલે વીડિયો બનાવે પરંતુ પ્રતિબંધિત વિસ્તારોમાં ડ્રોન વડે પક્ષીઓની પાછળ મનફાવે તેમ ડ્રોન ના ઉડાવે તેવી અપીલ કરવામાં આવી છે. વનવિભાગ દ્વારા સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાવતા લોકોને ટ્રેસ કરી ચોક્કસ કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પૂર્વ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયાએ જણાવ્યું હતું.

વનવિભાગ દ્વારા કાર્યવાહી: કચ્છ વિસ્તારની દ્વષ્ટિએ સરહદી અને સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ છે. આ વિસ્તારમાં ડ્રોન ઉડાડવાના પ્રતિબંધનું જાહેરનામું પણ અમલમાં છે. સરકારી એજન્સી કે પ્રવાસન સંલગ્ન એજન્સીઓ આવા વિસ્તારમાં ડ્રોન ઉડાવવા માટે પોલીસની પરવાનગી લેતા હોય છે અને આ મુદ્દે પોલીસ પણ સતર્ક છે અને આવા વિસ્તારમાં ટીમો પેટ્રોલિંગ પણ કરતી હોય છે. જે વિસ્તારમાં ફ્લેમિંગોની નેસ્ટીંગ હોય છે તેવા વિસ્તારોમાં વન વિભાગના લોકો સિવાયના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હોય છે. અગાઉ પણ આવા વિસ્તારમાં ડ્રોન મારફતે વીડિયો લેવામાં આવ્યા હતા. જેની સામે વન વિભાગ દ્વારા સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ કામગીરી કરવામાં આવી હતી.

  1. Kite Festival 2024: વાઇબ્રન્ટ ગુજરાત થકી લોકલ પતંગને મળ્યો ઉદ્યોગનો દરજ્જો
  2. Ayodhya Ram Mandir : રામના નામે રંગાયું કાશીનું બજાર, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂરજોશમાં તૈયારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.