ETV Bharat / state

Kutch Corona Update : કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 206 કેસ નોંધાયા

author img

By

Published : Jan 22, 2022, 12:56 PM IST

Kutch Corona Update : કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 206 કેસ નોંધાયા
Kutch Corona Update : કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 206 કેસ નોંધાયા

કચ્છમાં આજે કોરોના (Kutch Corona Update)ના 206 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેની સામે 87 દર્દીઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો (Corona Active Cases In Kutch)ની સંખ્યા 1223 એ પહોંચી ગઈ છે. જિલ્લામાં નવા વેરિયન્ટ ઓમીક્રોનના આજે એક પણ કેસ નોંધાયો ન હતો.

કચ્છ: વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે.ઉપરાંત કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમીક્રોન પણ દેશમાં પગપેસારો કરી રહ્યું છે. કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનાં સંક્રમણની(Kutch Corona Update) વાત કરવામાં આવે તો આજે કચ્છમાં 206 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની (Corona Active Cases In Kutch) સંખ્યા વધીને 1223 પહોંચી છે. તો આજે 87 દર્દીને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. નવા વેરિયન્ટ ઓમીક્રોનના (Omicron Cases In Kutch) જિલ્લામાં કુલ 7 કેસો નોંધાયા છે.

કચ્છમાં કોરોનાના કેસમાં સતત વધારો

કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 15104 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ખોયો છે.તો જિલ્લામાં 1223 એક્ટિવ પોઝીટીવ કેસો છે.

આ પણ વાંચોઃ Water of Namrada in Kutch: કચ્છમાં નર્મદાનું પાણી આપવા મુદ્દે સરકારની મંજૂરી, ખેડૂતો લેખિત મંજૂરીની રાહમાં

જિલ્લામાં 137 કેસો અર્બન વિસ્તારમાં તેમજ 69 કેસો ગ્રામ્ય વિસ્તારમાં

છેલ્લા 24 કલાકમાં કચ્છ જિલ્લામાં નોંધાયેલા 206 કેસો પૈકી 137 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે 69 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ભુજ તાલુકામાં સૌથી વધારે 82 કેસો નોંધાયા છે તો ગાંધીધામમાં 69, માંડવી અને મુન્દ્રામાં 13-13, અંજાર અને નખત્રાણામાં 11-11, ભચાઉમાં 6, તેમજ અબડાસામાં 1 કેસ નોંધાયો છે.

કચ્છ જિલ્લામાં કુલ 87 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યા છે. જેમાંથી 36 દર્દીઓ ગાંધીધામના છે, 21 દર્દી ભુજના છે, 13 દર્દી ભચાઉના છે, 12 દર્દીઓ મુન્દ્રાના, તો 2-2 દર્દી માંડવી અને લખપત તાલુકાના અને 1 દર્દી અબડાસા તાલુકાનો છે.

કચ્છમાં કોરોના કેસની અપડેટ

કોરોના કેસ206
જિલ્લાના કોરોનાના એક્ટિવ1223
જિલ્લાના કુલ કેટલા કેસ15104
ઓમિક્રોનના આજના કેસ00
ઓમિક્રોનના એક્ટિવ કેસ00
આજ સુધી ઓમિક્રોનના નોંધાયેલ કેસ07
આજનો મૃત્યુઆંક00
જિલ્લાનું કુલ મૃત્યુ87
કેટલા લોકો આજે સ્વસ્થ થયા117
કુલ કેટલા લોકો સ્વસ્થ થયા13847
કુલ વેક્સિન
1st Dose1665074
2nd Dose1454155
Precaution Dose30041

આ પણ વાંચોઃ Bidada Sarvoday Trust Anniversrary: 50 વર્ષની કરી ઉજવણીમાં ટ્રસ્ટે કચ્છ યુનિવર્સિટી અને મિશિગન યુનિવર્સિટી USA સાથે કર્યા MoU

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.