ETV Bharat / state

Kutch News: 35 વર્ષ બાદ ભચાઉમાં સર્વ સમાજને સાથે રાખી વિશિષ્ટ ભાગવત કથાનું આયોજન કરાયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 15, 2024, 1:17 PM IST

Updated : Jan 15, 2024, 2:29 PM IST

ભચાઉ ખાતે 35 વર્ષ બાદ સમસ્ત સમાજોને સાથે જોડીને એક વિશિષ્ટ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાકાર જીગ્નેશ દાદા રાધે રાધે વ્યાસપીઠ શોભાવશે. જેમાં શહીદ જવાન, કિન્નર સમાજ, રેલવે ટ્રેક પર મૃત્યુ પામેલ ગાયોના નામની પણ પોથી રાખવામાં આવશે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Kutch Bhachau Jigneshdada Radhe Radhe BHagwat Saptah

35 વર્ષ બાદ ભચાઉમાં સર્વ સમાજને સાથે રાખી વિશિષ્ટ ભાગવત કથાનું આયોજન કરાયું
35 વર્ષ બાદ ભચાઉમાં સર્વ સમાજને સાથે રાખી વિશિષ્ટ ભાગવત કથાનું આયોજન કરાયું

ભચાઉમાં વિશિષ્ટ ભાગવત કથાનું આયોજન કરાયું

કચ્છઃ તા. 19થી 26 જાન્યુઆરી દરમિયાન ભચાઉ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાકાર જીગ્નેશ દાદા રાધે રાધે વ્યાસપીઠ શોભાવશે. આશરે 35 વર્ષ બાદ ભચાઉના ઐતિહાસિક કરગરીયા ધામ નીલકંઠ મહાદેવ મંદિર તથા રામજી મંદિર ખાતે આ ભાગવત કથા યોજાવાની છે. જેમાં દરેક સમાજને જોડવામાં આવશે. આ કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોથી સમગ્ર ભચાઉ ભક્તિમય બની જશે.

દરરોજ બપોરે 4થી 6 સુધી ધર્મસભા યોજાશે
દરરોજ બપોરે 4થી 6 સુધી ધર્મસભા યોજાશે

પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સમયે કથામાં કૃષ્ણ જન્મોત્સવઃ તા. 19થી 26 જાન્યુઆરી દરમિયાન ભચાઉ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 22મી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હશે ત્યારે આ કથામાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ થઈ રહ્યો હશે. આ દિવસે કથાના સેવકો દ્વારા ભચાઉમાં ઘરે ઘરે લાડુનો પ્રસાદ પહોચાડવામાં આવશે.

કથા દરમિયાન 15000 લોકો પંડાલમાં બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ
કથા દરમિયાન 15000 લોકો પંડાલમાં બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ

વિશિષ્ટ આકર્ષણઃ આ કથા દરમિયાન અનેક સેવકો શ્રમ દાન આપી રહ્યા છે. આ ઉપરાંત પ્રખ્યાત લોક કલાકારો દ્વારા દાંડિયા રાસ અને લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 'એક શામ શહીદો કે નામ' જેવો એક ખાસ કાર્યક્રમ પણ યોજવામાં આવશે. દરરોજ બપોરે 4થી 6 સુધી ધર્મસભા યોજાશે. તેમજ યુવકો માટે એક દિવસીય શિબિરનું પણ આયોજન કરાયું છે. કથાના સાતેય દિવસ દરરોજ 1000 વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. કથા દરમિયાન 15000 લોકો પંડાલમાં બેસી શકે અને 25000 ભક્તો એક સાથે પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી સેવકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સમાજના એક અભિન્ન અંગ એવા કિન્નર સમાજને પણ આ કાર્યક્રમમાં જોડવામાં આવ્યો છે. કિન્નર સમાજે આ કાર્યક્રમ સફળ રહે તેવા આશીર્વાદ આપ્યા છે.

વિવિધ પોથીઃ ભચાઉ ખાતે 35 વર્ષ બાદ સમસ્ત સમાજોને સાથે જોડીને એક વિશિષ્ટ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહીદ જવાન, કિન્નર સમાજ, રેલવે ટ્રેક પર મૃત્યુ પામેલ ગાયોના નામની પણ પોથી રાખવામાં આવશે. આ પોથીઓની યાત્રા વાજતે ગાજતે શહેરનાં મુખ્ય માર્ગો પરથી નગરચર્યા કરશે. જેમાં સમસ્ત સમાજો દ્વારા સામૈયા કરવામાં આવશે. આ કથા દરમિયાન 100થી વધુ મઠાધીશો, મહંતો અને સાધુ પધારવાના છે તેનાથી ભચાઉની પાવન ધરા પવિત્ર બની જશે.

22મી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હશે ત્યારે આ કથામાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ થઈ રહ્યો હશે. આ દિવસે કથાના સેવકો દ્વારા ભચાઉમાં ઘરે ઘરે લાડુનો પ્રસાદ પહોચાડવામાં આવશે. આ ભાગવત કથામાં શહીદ જવાન, કિન્નર સમાજ, રેલવે ટ્રેક પર મૃત્યુ પામેલ ગાયોના નામની પણ પોથી રાખવામાં આવશે. આ કથા દરમિયાન 100થી વધુ મઠાધીશો, મહંતો અને સાધુ પધારવાના છે તેનાથી ભચાઉની પાવન ધરા પવિત્ર બની જશે...કુલદીપ સિંહ જાડેજા(અધ્યક્ષ, કથા સમિતિ, ભચાઉ)

કથા દરમિયાન 15000 લોકો પંડાલમાં બેસી શકે અને 25000 ભક્તો એક સાથે પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી સેવકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વયં સેવકો સતત રાત દિવસ મથી રહ્યા છે. મંદિર પરિસરમાં એકવીસ દિવસ સુધી ભક્તો તથા સાધુ સંતો દ્વારા અખંડ રામધૂન ચાલી રહી છે...શ્રી રામરુપદાસજી બાપુ(મહામંડલેશ્વર, ચેલૈયાધામ, બીલખા)

  1. અધિક-પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે શ્રીમદ્ ભાગવત કથા-જ્ઞાનયજ્ઞનો પોરબંદર સાંદિપની આશ્રમથી પ્રારંભ
  2. ડીસામાં યોજાઈ ભાગવત કથા
Last Updated : Jan 15, 2024, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.