ETV Bharat / state

કચ્છમાં યોજાશે 8 દિવસીય ક્ષમાપના ઉત્સવ, પર્યુષણ મહાપર્વ પર લાખો લોકો કરશે સાધના

author img

By

Published : Aug 23, 2022, 10:42 PM IST

Updated : Aug 24, 2022, 9:18 AM IST

માંડવીમાં બુધવારના રોજ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ઉજવવામાં આવશે. આ કાર્યક્રમમાં તમામ જ્ઞાતિના લોકો જોડાશે. આ ઉપરાંત, લાઈવ તેમજ ટીવી ચેનલના માધ્યમથી દેશ વિદેશના લાખો લોકો આ કાર્યક્રમમાં સહભાગી બની ધાય્ન સાધના કરશે. we jain one jain, jain Paryushan 2022, Paryushan celebrate In Kutch

કચ્છમાં યોજાયો 8 દિવસીય ક્ષમાપના ઉત્સવ
કચ્છમાં યોજાયો 8 દિવસીય ક્ષમાપના ઉત્સવ

માંડવી : તાલુકાના પુનડી ખાતે આવેલા SMP આરોગ્ય ધામ ખાતે એક સાથે 42 સંત સતીજીઓ સાથે ચાતુર્માસ બિરાજી રહેલા રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજના સાંનિધ્યમાં તારીખ 24/8થી 31/8 સુધી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ( jain Paryushan 2022) અંતર્ગત ક્ષમાપના ઉત્સવની ઉજવણી (kshamapana Festival 2022) કરાશે. જેમાં જૈન પરિવારો ઉપરાંત ક્ષત્રિય, પટેલ, વૈષ્ણવ આદી જ્ઞાતિના ભાવિકો આઠ દિવસ સુધી જાડાશે.

we jain one jain પ્રોગ્રામ : ગુરુદેવ નમ્રમુનિ મહારાજ પ્રેરિત we jain one jain પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર દેશના 200થી વધુ સંઘો તેમજ મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગુજરાત, દક્ષીણ ભારત, પૂર્વ ભારત, દિલ્હી, લુધિયાણા, પંજાબ સહિત ભારતના ખુણે ખુણેથી અને વિદેશના અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની, સિંગાપુર, દુબઈ, મલેશિયા, અબુધાબી જેવા અનેક ક્ષેત્રોના લાખો ભાવિકો લાઈવ તેમજ ટીવી ચેનલના માધ્યમથી જેાડાશે. આઠ દિવસના આ ક્ષમાપના ઉત્સવ અંતર્ગત દરરોજ સવારે 7થી 8 આત્મ શુદ્ધિ વિશિષ્ટ પ્રયોગ, આત્મ હળવાશની અનુભૂતિ કરાવતા ઈન્નર ક્લિનીંગ કોર્સ અંતર્ગત વિવિધ પ્રકારની ધ્યાન સાધના કરાવાશે. Forgiveness Festival 2022

કચ્છમાં યોજાયો 8 દિવસીય ક્ષમાપના ઉત્સવ

આ પણ વાંચો : જૈન સમાજ દ્વારા સાયન્સ સિટીનું આયોજન, જાણો કયા ભરાશે

વિશ્વ શાંતિ અને માંગલ્યના તરંગોનું પ્રસારણ : વહેલી સવારથી રાત્રિ સુધીના આત્મહિત કરાવી દેનારા આવા અનુષ્ઠાનની સાથે વિશેષ રૂપે પર્વાધિરાજ પર્વના દ્વિતીય દિવસે 25 ઓગસ્ટના ગુરુપુષ્ય નક્ષત્રના અમૃત યોગમાં સવારે સવા 7થી સાડા 7 સુધી પાંચ કરોડ પંચ પરમેષ્ઠી ઉર્જા જપ સાધનામાં દેશ-વિદેશના ભાવિકો સાથે વિવિધક્ષેત્રમાં બિરાજી રહેલા સંત સતીજીઓ તેમજ અનેક પ્રતિષ્ઠીત હસ્તીઓ જાડાઈને વિશ્વ શાંતિ અને વિશ્વ માંગલ્યના તરંગોનું પ્રસારણ કરશે.

8 પ્રકારના દાન : કચ્છમાં પહેલીવાર જૈન દર્શનના ગૌરવવંતા પાત્રો અને પ્રેરણાત્મક ઘટનાઓને તાદશ્ય કરતી આર્ટ ગેલેરીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ પ્રવચન સમયે ભવ અને ભવો ભવનું પરિવર્તન દેનારી નાટીકાઓ અને હૃદય સ્પર્શી દ્રશ્યાંકનની સ્પેશિયલ પ્રસ્તુતી કરવામાં આવશે. તેમજ વસ્ત્રદાન, અન્નદાન, જ્ઞાનદાન, જીવન આવશ્યક વસ્તુઓના દાન આદિ 8 પ્રકારના દાનના આયોજન અંતર્ગત પુનડી અને તેની આસપાસના વિસ્તારોના સેકડો પરિવારોને સહાય કરવામાં આવશે. ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિને હજારો ગરીબ પરિવારોને મિષ્ઠાન અને અન્નનું વિતરણ કરી પ્રભુ જન્મોત્સવની ઉજવણી કરાશે.

આ પણ વાંચો : મેં જે પદ છોડ્યું એ કશું જ નથી, આ 75 દિક્ષાર્થીઓ જે છોડી રહ્યાં છે એની સામે આ બધું ગૌણ છે : વિજયભાઇ રૂપાણી

અનેક વિષયો પર પરમ પ્રવચનધારા : આ ઉપરાંત જુદાં જુદાં 8 વિષયો જેવા કે BLAMING, EGO, CHEATING, POSSESSIVENESS, JEALOUSY, MISUNDERSTANDING, SORRY, ભગવાન મહાવીર જન્મ કલ્યાણક જેવા વિષયો પર પ્રવચન આપવામાં આવશે. આ ઉપરાંત, અનેક આયોજનો કરવામાં આવ્યા છે. દરેક ધર્મપ્રેમી ભાવિકોને આ પર્વમાં જોડાઈને આત્મકલ્યાણ સાધવા SPM પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યું છે.

Last Updated : Aug 24, 2022, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.