ETV Bharat / state

કચ્છ રેડઝોન તરફ આગળ વધી રહયું છે, વધુ ત્રણ પોઝિટિવ કેસ સાથે કુલ 32 કેસ

author img

By

Published : May 18, 2020, 6:40 PM IST

કચ્છ જિલ્લામાં સોમવારે કોરોના વાઇરસના વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં બે મહિલા અને ત્રણ વર્ષના બાળકનો પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો છે.

etv bharat
કચ્છ: રેડઝોન તરફ આગળ વધી રહયું છે, વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા હવેે કુલ 32 કેસ

કચ્છ : આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અંજાર તાલુકા વરસામેડી પણ અત્યારે મુંબઈથી આવીને સામખિયાળી ખાતે સરકારી કવોરન્ટાઈનમાં રહેલી 27 વર્ષિય યુવતી અને બુઢારમોરામાં અગાઉ નોંધાયેલા છ પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલી 19 વર્ષિય યુવતી અને ત્રણ વર્ષના બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

હાલ તમામને સારવારા માટે ખસેડવા ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બુઢારમોરા અને નવાગામના બે કેસમાં અગાઉ નોધાયેલા છ પોઝિટિવ કેસ સાથે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જયારે વરસામેડીની યુવતી મુંબઈથી આવી હતી અને શનિવારે કચ્છ પહોંચી હતી જેને સામખિયાળી ખાતે સરકારી કવોરન્ટઈનમાં રખવામાં આવી હતી. અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.