ETV Bharat / state

કચ્છના ખાવડામાં BSFની 150 બટાલિયન દ્વારા દવાનું વિતરણ કરાયું

author img

By

Published : Feb 12, 2021, 3:30 PM IST

Updated : Feb 12, 2021, 4:14 PM IST

કચ્છમાં ખાવડા ખાતે BSF 150 બટાલિયનના નેજા હેઠળ સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માધ્યમિક અને પ્રાથમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો. કુરન અને ખાવડા કન્યા શાળાની બાળકીઓ દ્વારા દેશભક્તિના ગીતો, કરાટે અને કૃતિની રજૂઆત કરવામાં આવી હતી.

દવાનું વિતરણ
દવાનું વિતરણ

  • ખાવડામાં સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
  • માધ્યમિક અને પ્રાથમિક શાળાના બાળકોએ કાર્યક્રમમાં ભાગ લીધો
  • બાળકોએ દેશભક્તિના ગીતો, કરાટે અને કૃતિની રજૂઆત કરી હતી

કચ્છઃ આ કાર્યક્રમમાં BSF 150 બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર જનાર્દન પ્રસાદ, સેકન્ડ કમાન્ડિંગ ઓફિસર એમ. કે. મહેતા, ડેપ્યુટી કમાન્ડિંગ ઓફિસર અજિત એકા, આસિસ્ટન્ટ કમાન્ડર અક્ષય કુમાર, ઈન્સ્પેક્ટર ધર્મો મિશ્રા, ઈન્સ્પેક્ટર વિનોદ મીના તેમ જ ખાવડા BSFના પ્રયાસથી વિસ્તારની શાળાઓને પ્રોગ્રામના ભાગરૂપે કોરોનાને ધ્યાને લઇ કોરોનાના સમયમાં શાળાઓમાં કામ આવે એવી વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત કંપની દ્વારા આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું.

બાળકોએ દેશભક્તિના ગીતો, કરાટે અને કૃતિની રજૂઆત કરી હતી

સ્કિલ ડેવલપમેન્ટનું મહત્ત્વ

આ કાર્યક્રમમાં ધ્રોબાના, કુરન, મોટા દિનારા, નાના દીનરા પ્રાથમિક શાળા, તુગા, ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ઉચ્ચતર માધ્યમિક શાળા ખાવડા સારસ્વતમ્ સંચાલિત હાઈસ્કૂલના આંગણવાડીના કાર્યકરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જનાર્દન પ્રસાદે જણાવ્યું હતું કે, વિવિધ કાર્યક્રમો બોર્ડર વિસ્તારમાં થાય એ લોકો માટે ખૂબ અગત્યના બની જતા હોય છે. BSF દ્વારા લોકો સાથે જોડાઈને લોકોની સુરક્ષા કરવી ખૂબ જરૂરી છે, જેના માટે લોકોનો સહયોગ ખૂબ જરૂરી છે. વિસ્તારમાં સ્કિલ ડેવલોપમેન્ટ વિસ્તારને કઈ રીતે મદદરૂપ થાય અને હંમેશાં ખડે-પગે રહેશે, તેવું આશ્વાસન પણ આપ્યું હતું. સતાજી સમા, રામગર ગોસાઈ, રાજુ રાઠોડ સહિતના કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમનું સંચાલન ભવ્યરાજ ગોહિલ અને અક્ષય દ્વારા કરાયું હતું.

Last Updated : Feb 12, 2021, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.