ETV Bharat / state

Holi Celibration 2022: કંપની દ્વારા માલ ઓછો બનાવાતા હોળીના રંગો અને પિચકારીઓની અછત, ભાવમાં વધારો

author img

By

Published : Mar 13, 2022, 4:12 PM IST

રંગોના તહેવાર હોળીને માત્ર અઠવાડિયાનો (Holi Celibration 2022) જ સમય બાકી રહ્યો છે, ત્યારે ભુજના બજારમાં રંગો અને પિચકારી વહેંચતા વેપારીઓને સારી ઘરાકી (holi colours and pichkari) તો મળી રહી છે, પરંતુ આ વર્ષે ભાવમાં લગભગ 15થી 20 ટકા જેટલો (Lack of Holi colors and Pichkari) વધારો આવ્યો છે, તથા માલની તંગી પણ સર્જાઈ રહી છે..

Holi Celibration 2022: કંપની દ્વારા માલ ઓછો બનાવાતા હોળીના રંગો અને પિચકારીઓની અછત, જેથી ભાવમાં વધારો
Holi Celibration 2022: કંપની દ્વારા માલ ઓછો બનાવાતા હોળીના રંગો અને પિચકારીઓની અછત, જેથી ભાવમાં વધારો

કચ્છ: પૂરા દેશમાં દરેક તહેવારની ઉજવણી લોકો હર્ષોલ્લાસથી (Holi Celibration 2022) કરતા હોય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે લોકો પોતાના મનપસંદ તહેવારોની ઉજવણી કરી શક્યા ન હતા. ઉપરાંત અનેક વેપારીઓ પણ કોઈ પણ પ્રકારના તહેવારમાં ધંધો કરી શક્યા ન હતા. તો હવે હોળી-ધુળેટીના તહેવારને માત્ર થોડા દિવસો બાકી છે, ત્યારે રંગો અને પિચકારીઓનો વેપાર કરતા (holi colours and pichkari) વેપારીઓ પાસે ઘરાકી સારી જોવા મળી રહી છે, પરંતુ કંપની દ્વારા માલ ઓછો બનાવવામાં આવ્યો હોવાથી માલની તંગી (Lack of Holi colors and Pichkari) પણ સર્જાઈ રહી છે.

આ પણ વાંચો: PM Modi In Khel Mahakumbh 2022: PM મોદીએ કહ્યું આગામી ઓલિમ્પિકના ખેલાડીઓ ખેલ મહાકુંભમાંથી જ નીકળશે

હોળીના રંગો અને પિચકારીઓમાં 15થી 20 ટકા જેટલો વધારો: ભુજમાં છેલ્લાં 33 વર્ષોથી તહેવાર મુજબ સિઝનેબલ વસ્તુનો વેપાર કરતા વેપારી પરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, હોળી માટે દિવાળી બાદ કંપની પાસેથી માલ મંગાવવાનો હોય છે, પરંતુ દિવાળીના સમયમાં કોરોના વધારે હોવાથી કંપની દ્વારા માલ પણ ઓછો બનાવાયો છે, જેને કારણે મોટા મોટા વેપારીઓ પાસે માલ પહોંચ્યો નથી. ઉપરાંત આ વર્ષે ભાવમાં પણ લગભગ 15થી 20 ટકા જેટલો વધારો આવ્યો છે.

Holi Celibration 2022: કંપની દ્વારા માલ ઓછો બનાવાતા હોળીના રંગો અને પિચકારીઓની અછત, ભાવમાં વધારો
Holi Celibration 2022: કંપની દ્વારા માલ ઓછો બનાવાતા હોળીના રંગો અને પિચકારીઓની અછત, ભાવમાં વધારો

આ પણ વાંચો: World Heritage Rani Ki vav : રાણીની વાવ ખાતે યોજાયો રંગારંગ કાર્યક્રમ

કંપની દ્વારા પણ માલ ઓછો બનાવાતા તંગી સર્જાઈ: બાળકોને પસંદ આવે એવી પાઇપવાડી પિચકારી, બેનટેન, છોટા ભીમવાડી પિચકારી પણ ખુબ ઓછા પ્રમાણમાં બજારમાં આવી છે, તો વળી ગુલાલનો જથ્થો પણ ખુબ ઓછો આવ્યો છે. ઉપરાંત આ વર્ષે શહેરની ઘરાકી કરતા ગામડાની ઘરાકી વધારે જોવા મળી રહી છે. હોળીના રંગો અને પિચકારી બનાવતી 20 જેટલી કંપનીઓ પણ બંધ થઈ ગઈ છે, જેથી કરીને આ વખતે નવી કોઈ વેરાયટીઓ પણ જોવા મળી રહી નથી.

Holi Celibration 2022: કંપની દ્વારા માલ ઓછો બનાવાતા હોળીના રંગો અને પિચકારીઓની અછત, જેથી ભાવમાં વધારો
Holi Celibration 2022: કંપની દ્વારા માલ ઓછો બનાવાતા હોળીના રંગો અને પિચકારીઓની અછત, ભાવમાં વધારો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.