ETV Bharat / state

World Heritage Rani Ki vav : રાણીની વાવ ખાતે યોજાયો રંગારંગ કાર્યક્રમ

author img

By

Published : Mar 13, 2022, 11:20 AM IST

ઐતિહાસિક રાણીની વાવ (Vav of the historical queen) પરિસર ખાતે પુરાતત્વ વિભાગ(Department of Archeology) દ્વારા સફાઈ અભિયાન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ (Cultural program)ની સાથે સાથે ગીત-સંગીતનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં આદિવાસી નૃત્ય (Tribal dance)એ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

રાણીની વાવ ખાતે યોજાયો રંગારંગ કાર્યક્રમ
રાણીની વાવ ખાતે યોજાયો રંગારંગ કાર્યક્રમ

પાટણ:સમગ્ર દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત પુરાતત્વ વિભાગ વડોદરા(Department of Archeology vadodara) દ્વારા વર્લ્ડ હેરિટેજ (World Heritage)માં સ્થાન પામેલી પાટણની ઐતિહાસિક રાણીની વાવ (Vav of the historical queen) પરિસર ખાતે શનિવારે સાંસ્કૃતિક કાર્યક્રમનું (Cultural program) આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચના સિદી ધમાલ ગ્રુપ દ્વારા આદિવાસી લોકસંસ્કૃતિ (Tribal folk culture)ના અલગ-અલગ નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા જે નૃત્ય જોઈને ઉપસ્થિત આમંત્રિતો મંત્રમુગ્ધ બન્યા હતા.
આ પણ વાંચો:Bhupendra Patel Visit Rankivav: મુખ્ય પ્રધાને નિહાળી પાટણની ઐતિહાસિક રાણીકી વાવ

રાણીની વાવ પરિષદ ખાતે સફાઈ અભિયાન પણ યોજાયુ
આ ઉપરાંત રાણીની વાવ પરિસર ખાતે સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પુરાતત્વ વિભાગના અધિકારી કર્મચારીઓએ સફાઇમાં જોડાયા હતા તો આદિવાસી નૃત્ય ની સાથે સાથે ગીત-સંગીતનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડોદરા પુરાતત્વ વિભાગના અગત્યના કોલ આશુતોષ પાઠક પારસ ખબર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં પર્યટકો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.