ETV Bharat / state

Heavy Rain in Kutch: અષાઢના પ્રારંભથી જ મેઘરાજા મહેરબાન, અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો, જૂઓ

author img

By

Published : Jul 5, 2022, 10:50 AM IST

Updated : Jul 5, 2022, 1:04 PM IST

Heavy Rain in Kutch: અષાઢના પ્રારંભથી જ મેઘરાજા મહેરબાન, અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો, જૂઓ
Heavy Rain in Kutch: અષાઢના પ્રારંભથી જ મેઘરાજા મહેરબાન, અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો, જૂઓ

કચ્છ જિલ્લામાં અષાઢ મહિનો શરૂ થતાં જ મેઘરાજા મહેરબાન થયાં છે. અહીં છેલ્લા 3-4 દિવસથી સતત વરસાદ પડી (Heavy Rain in Kutch) રહ્યો છે. જોકે, અત્યાર સુધી 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તો આવો જાણીએ જિલ્લામાં અન્ય કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો.

કચ્છઃ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ વાક્ય કચ્છ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેવામાં હવે મેઘરાજા પણ કચ્છ જિલ્લાની મુલાકાતે (Heavy Rain in Kutch) આવ્યાં છે. અહીં આષાઢના આરંભથી મેઘસવારીનો દોર શરૂ થઈ ચૂક્યો છે. છેલ્લા 3-4 દિવસથી વરસાદ પડી રહ્યો છે.

Heavy Rain in Kutch: અષાઢના પ્રારંભથી જ મેઘરાજા મહેરબાન, અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો, જૂઓ

ખેડૂતોમાં જાગી આશા - પશ્ચિમ કચ્છના તાલુકાઓમાં ઝાપટાથી લઈ 4 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. તો પૂર્વ કચ્છના ભચાઉમાં પણ સામાન્ય ઝાપટારૂપે વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. તો ખેડૂતો અને માલધારીઓમાં પણ (Farmers happy because of rains) સારા પાકની આશા જાગી છે.

અષાઢના પ્રારંભથી જ મેઘરાજા મહેરબાન
અષાઢના પ્રારંભથી જ મેઘરાજા મહેરબાન

હવામાન વિભાગની આગાહી - જિલ્લાના મુખ્યમથક ભૂજમાં ભારે બફારા-ઉકળાટના માહોલ વચ્ચે બપોર બાદ વાદળો તો ઘેરાયા પણ વરસાદ ન વરસતાં નિરાશા હાથ લાગી હતી. જોકે, રાત્રિના 12 વાગ્યા બાદ વરસાદી (Heavy Rain in Kutch) માહોલ જામ્યો હતો. જિલ્લામાં હવામાન વિભાગે (Meteorological Department forecast for rainfall) હળવાથી મધ્યમ તો કેટલાક સ્થળે ભારે વરસાદ વરસવાની આગાહી યથાવત્ રાખી છે. જ્યારે પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના નેત્રા ગામમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અહીં એક કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. નેત્રા, ખોંભડી, ટોડિયા, ઉગેડી, દેશલપરમાં પણ વરસાદ વરસ્યો હતો.

કચ્છ જિલ્લામાં અષાઢ મહિનો શરૂ થતાં જ મેઘરાજા મહેરબાન થયાં
કચ્છ જિલ્લામાં અષાઢ મહિનો શરૂ થતાં જ મેઘરાજા મહેરબાન થયાં

આ પણ વાંચો-રોટલો જે દિશામાં જાય તે દિશા પરથી નક્કી થાય છે કે આ વર્ષે વરસાદ કેવો રહેશે !

ખરીફ પેદાશના પાકને વરસાદનું પાણી ખૂબ ફાયદાકારક થશે: ખેડૂત - નખત્રાણા તાલુકાના નેત્રા વિસ્તારમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમ જ ગામના વામાસર તળાવમાં પાણીની આવક થઈ છે. આ ઉપરાંત મોટી વિરાણી, સુખપર, ભારાપર, નાની વિરાણી, ધીણોધર ડુંગર, નાની-મોટી અરલ, દેવીસર, ભીમસર, લાખિયારવીરા સહિતના ગામોમાં અડધો ઈંચ જેટલા વરસાદથી પાણી વહી (Heavy Rain in Kutch) નીકળ્યાં હતાં. આ વરસાદથી પિયત ખેતીની વાડીઓમાં વાવેતર કરાયેલા કપાસ, મગફળી, એરંડા જેવા ખરીફ પેદાશના પાકને પાલર પાણી ખૂબ ફાયદાકારક થશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો- ઓસમ પર્વત પર કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, અદભૂત દર્શ્યો થયા કેમેરામાં કેદ

ગામમાં પૂરજોશમાં પાણી વહી નીકળ્યાં - અબડાસા તાલુકાના તેરા, બારા, લાખણિયા, કોણાકિયા, રાયધણપર સહિતના ગામોમાં અડધોથી પોણો ઈંચ તો ગોયલા વિસ્તારમાં વરસાદી ઝાપટાં વરસ્યાના વરસ્યા હતા. તો અબડાસામાં (Heavy Rain in Kutch) 24 કલાકમાં સાડા 3 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ભચાઉમાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. નિરોણામાં પણ બપોર બાદ પાવરપટ્ટીના કેટલાક વિસ્તારોમાં દોઢથી 2 ઈંચ જેટલો વરસાદ પડયો હતો. તો નિરોણાની આસપાસ ભારે ડરામણા વીજ કડાકા સાથે 2 ઇંચ જેટલો વરસાદ થતાં ગામની ગલીઓમાંથી પૂરજોશમાં પાણી વહી નીકળ્યાં હતાં.

મુન્દ્રામાં 4 ઇંચ , માંડવીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો - મુન્દ્રા તાલુકામાં પણ છેલ્લાં 24 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ (Heavy Rain in Kutch) નોંધાયો છે. તો મુન્દ્રાથી વડાલા જતો માર્ગ બંધ થયો છે. લુણી ગામની પાસે "પાપડી" ધોવાઈ જતા માર્ગ બંધ થયો હતો. ગત રાત્રિના ભારે વરસાદના કારણે નદીના પાણી માર્ગ પર ફરી વળ્યાં હતાં. અહીં રસ્તો બંધ થતાં આ વિસ્તારના લોકોને હાલાકી ભોગવી પડી હતી. તો માંડવી તાલુકામાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાતા દુર્ગાપુર પાણી પાણી થયું હતું. ગામના નદી-નાળા ભારે વરસાદના પગલે છલકાયા હતા. તો ગામના સીમડામાં પણ પાણી ભરાયા હતા અને ગુંદલ માતા નદી બે કાંઠે વહી હતી.
છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો - અબડાસામાં સાડા 3 ઈંચ (71 MM), ગાંધીધામમાં સવા ઈંચ (30 MM), મુન્દ્રામાં 4 ઈંચ વરસાદ (100 MM), માંડવીમાં દોઢ ઇંચ (37 MM) વરસાદ પડ્યો હતો.

Last Updated :Jul 5, 2022, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.