ETV Bharat / state

રાજ્યના મહાનગરોમાં કાળઝાળ ગરમી, જાણો ક્યાં ક્યાં રહેશે હિટવેવની અસર

author img

By

Published : Mar 27, 2022, 1:34 PM IST

રાજયના હવામાનમાં માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીનો પારો ઊંચો (Gujarat Weather Report) રહ્યા બાદ થોડા દિવસ રાહત અનુભવી હતી. હીટવેવની (Impact of Hitwave in Gujarat) આગાહી કરવામાં આવી છે. આ સાથે ગરમીનું પ્રમાણમાં ફરી વધારો પણ જોવા મળ્યો છે.

રાજ્યના મહાનગરોમાં કાળઝાળ ગરમી, જાણો ક્યાં ક્યાં રહેશે હિટવેવની અસર
રાજ્યના મહાનગરોમાં કાળઝાળ ગરમી, જાણો ક્યાં ક્યાં રહેશે હિટવેવની અસર

કચ્છ: રાજ્યના હવામાનમાં ફરી ફેરફાર નોંધાયા છે. આજે રાજ્યના હવામાનમાં (Gujarat Weather Report) 1 થી 4 ડિગ્રી જેટલો વધારો થયો છે. આજે રાજ્યના જિલ્લાઓમાં મહતમ તાપમાન 37 ડિગ્રીથી 42 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. આજથી ગરમીનું પ્રમાણ તો વધ્યું જ છે સાથે સાથે અમુક જિલ્લાઓમાં હિટ વેવની (Impact of Hitwave in Gujarat) અસર પણ જોવા મળશે તેવું હવામાન વિભાગની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે.

મહાનગરોમાં હીટવેવની અસર વર્તાશે : આજે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ગરમીનો પારો ઉંચો રહેશે. તે સિવાય અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, રાજકોટ, કચ્છ અને દીવમાં પણ હીટવેવની અસર જોવા મળશે

ગરમ પવનો ફૂંકાશે : હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ, ભુજ, નલિયા અને કંડલા ખાતે ગરમ પવનો ફૂંકાશે અને ચામડી દઝાડે તેવી ગરમી પડશે અને કાળઝાળ ગરમીના પ્રકોપથી ભારે બફારો પણ અનુભવાશે. જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે.

રાજ્યના મહાનગરોમાં મહતમ તાપમાન : રાજ્યમાં નોંધાયેલ મહતમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ અમદાવાદ, ગાંધીનગર અને ભુજ ખાતે 42 ડિગ્રી નોંધાયું છે. રાજકોટ અને જૂનાગઢ ખાતે 41 ડિગ્રી, કચ્છના નલિયા ખાતે 40 ડિગ્રી, કચ્છના કંડલા ખાતે 39 ડિગ્રી નોંધાયું છે તો ભાવનગર ખાતે 38 ડિગ્રી, બરોડા અને સુરત ખાતે 37 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.

ગુજરાતના શહેરોમાં મહતમ તાપમાન (ડિગ્રી)

શહેરમહત્તમ તાપમાન
અમદાવાદ 42.0
ગાંધીનગર42.0
રાજકોટ 41.0
સુરત37.0
ભાવનગર 38.0
જૂનાગઢ41.0
બરોડા37.0
નલિયા40.0
ભુજ42.0
કંડલા39.0
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.