ETV Bharat / state

Gujarat Weather Report : રાજ્યમાં બપોરના સમયે બફારો અનુભવાશે, જાણો આજનું તાપમાન

author img

By

Published : Mar 26, 2022, 10:44 AM IST

રાજયના હવામાનમાં માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીનો પારો ઊંચો (Gujarat Weather Report) રહ્યા બાદ થોડા દિવસ રાહત અનુભવી હતી. જોકે આવતીકાલથી 4 દિવસ માટે હીટવેવની(Impact of Hitwave in Gujarat) આગાહી કરવામાં આવી હતી. આ સાથે ગરમીનું પ્રમાણમાં (Maximum Temperature Today) ફરી વધારો પણ જોવા મળ્યો છે.

Gujarat Weather Report : રાજ્યમાં બપોરના સમયે બફારો અનુભવાશે, જાણો આજનું તાપમાન
Gujarat Weather Report : રાજ્યમાં બપોરના સમયે બફારો અનુભવાશે, જાણો આજનું તાપમાન

કચ્છ : રાજ્યના હવામાનમાં ફરી ફેરફાર નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યના હવામાનમાં (Gujarat Weather Report) 1 થી 2 ડિગ્રી જેટલો વધારો થયો છે. આજથી ગરમીનું પ્રમાણ તો વધશે સાથે સાથે અમુક જિલ્લાઓમાં હિટ વેવની (Impact of Hitwave in Gujarat) અસર પણ જોવા મળશે તેવું હવામાન વિભાગની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : આજની પ્રેરણા

આ વિસ્તારમાં બફારો અનુભવાશે - આજ રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ અને દીવમાં (Maximum Temperature Today) બપોરના સમયે બફારો અનુભવાશે.

આ પણ વાંચો : Love Horoscope: પ્રેમની બાબતમાં આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, ચોક્કસ મળશે સાચો પ્રેમ

મહાનગરોમાં મહત્તમ તાપમાન - રાજ્યમાં નોંધાયેલા મહતમ તાપમાન (Heat Temperature in Gujarat) આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન જૂનાગઢ ખાતે 40 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ અને ભુજ ખાતે 39 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીનગર, સુરત, કંડલા અને રાજકોટ ખાતે 38 ડિગ્રી, બરોડા ખાતે 37 ડિગ્રી, નલિયા ખાતે 36 ડિગ્રી તો ભાવનગર ખાતે 35 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)

શહેરમહત્તમ તાપમાન
અમદાવાદ39.0
ગાંધીનગર38.0
રાજકોટ38.0
સુરત38.0
ભાવનગર35.0
જૂનાગઢ40.0
બરોડા37.0
નલિયા36.0
ભુજ39.0
કંડલા38.0
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.