ETV Bharat / state

Gujarat Weather Report : આજે રાજ્યમાં ગરમીનો પારો ગગડ્યો, શુક્રવારથી ફરી વધશે ગરમી

author img

By

Published : Mar 22, 2022, 11:28 AM IST

છેલ્લા અઠવાડિયાથી રાજયના હવામાનમાં ગરમીનું (Gujarat Weather Report) પ્રમાણ વધ્યું હતું. પરંતુ આજે મહત્તમ તાપમાનનો પારો અગાઉના (Maximum Temperature Today) પ્રમાણમાં ગગડયો હતો. તો આગામી શુક્રવારથી વાતાવરણમાં ફેરફાર થશે અને ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળશે.

Gujarat Weather Report : ધોમ ધખતા તાપ આવે છે, શુક્રવારથી ગરમીના પ્રમાણમાં થશે વધારો
Gujarat Weather Report : ધોમ ધખતા તાપ આવે છે, શુક્રવારથી ગરમીના પ્રમાણમાં થશે વધારો

કચ્છ : રાજ્યના હવામાનમાં ગરમીમાં (Gujarat Weather Report) નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તો ગઈ કાલે જે તાપમાન નોંધાયો હતો તેના પ્રમાણમાં આજે રાજ્યના અમુક જિલ્લાઓમાં 1થી 2 ડિગ્રી (Maximum Temperature Today) જેટલો વધારો થયો છે. અમુક જિલ્લાઓમાં ઘટાડો થયો. આજે રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે.તો આજે રાજ્યમાં ખુલ્લું આકાશ જોવા મળશે.

આ પણ વાંચો : Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલના કિંમતોમાં વધારો, જાણો કેટલો થયો ભાવ

ઠંડક જાળવી રાખવા માટે ઉપાય - રાજ્યમાં બપોર સુધીમાં ધોમ ધખતા તાપથી (Heat Temperature in Gujarat) તાપમાનનો પારો 33 ડિગ્રીથી 40 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી ભારે તાપ જોવા મળી રહ્યો છે. તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : LPG Price Hike : સિલિન્ડર થયા 50 રૂપિયા મોંઘા, જાણો નવી કિંમત

મહતમ તાપમાન - રાજ્યમાં નોંધાયેલા મહતમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન રાજકોટ ખાતે 40 ડિગ્રી, જૂનાગઢ, બરોડા અને અમદાવાદ ખાતે 39 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીનગર અને ભુજ ખાતે 38 ડિગ્રી, ભાવનગર ખાતે 37 ડિગ્રી, કચ્છના કંડલા અને સુરત ખાતે 36 ડિગ્રી તો નલિયા ખાતે 33 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)

શહેરમહત્તમ તાપમાન
અમદાવાદ39.0
ગાંધીનગર38.0
રાજકોટ40.0
સુરત36.0
ભાવનગર37.0
જૂનાગઢ39.0
બરોડા39.0
નલિયા33.0
ભુજ38.0
કંડલા36.0
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.