ETV Bharat / state

Gujarat Weather Report : રાજ્યમાં આગામી 3 દિવસો માટે કમોસમી વરસાદની આગાહી

author img

By

Published : Jan 19, 2022, 10:49 AM IST

સમગ્ર રાજ્યમાં છેલ્લાં 3 દિવસોથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો (Gujarat Weather Report) થઈ રહ્યો છે અને લોકો માટે વહેલી સવારે તથા રાત્રીના સમયે ઠંડીનો (Cold Temperature in Gujarat) અનુભવ કરી રહ્યા છે. ત્યારે આજે પણ રાજ્યના જિલ્લાઓમાં 9 ડિગ્રીથી 16 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે. તો આગામી 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

Gujarat Weather Report : રાજ્યમાં આગામી 3 દિવસો માટે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather Report : રાજ્યમાં આગામી 3 દિવસો માટે કમોસમી વરસાદની આગાહી

કચ્છઃ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનનો (Weather of Gujarat Today) પારો નીચે સરકી રહ્યો છે. છેલ્લાં થોડાક દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં લોકો કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા (Cold Temperature in Gujarat) હતા. ત્યારે આજે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. ત્યારે આજે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. આજે રાજ્યના જિલ્લાઓમાં 9 ડિગ્રીથી 16 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.

દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની (Non Seasonal Rain) આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરને (Effect of Western Disturbances) પગલે ઠેર ઠેર કમોસમી વરસાદ વરસી શકે છે ઉપરાંત દરિયાઈ કાંઠામાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.જેથી કરીને આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે કમોસમી વરસાદનું ભવિષ્ય સૂચન

ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો(Unseasonal Rain in Gujarat) આવવાની સંભાવનાઓને વર્તાઈ રહી છે.આગામી 3 દિવસોમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી પૂરી સંભાવના છે. દરમિયાન વિષમ હવામાનની વિપરીત અસરને કારણે માવઠુ (Rainfall Forecast in Gujarat) થવાની સંભાવના પણ રહેલી છે. તો આગામી 3 દિવસોમાં કચ્છ જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ winter woolen market in Junagadh: જુનાગઢમાં વધી રહેલી ઠંડીના કારણે ગરમ કપડાંની માર્કેટમાં જોવા મળી તેજી

શિતમથક નલિયામાં 9.0 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું

હવામાન વિભાગ(Meteorological Department in Gujarat) દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રાજ્યના જિલ્લાઓમાં 9 ડિગ્રીથી 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લાના નલિયા ખાતે 9.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બાકીના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ અગાઉ કરતાં પ્રમાણમાં ઘટ્યું હતું.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

ક્રમમહાનગરોતાપમાન
1અમદાવાદ14.1
2ગાંધીનગર11.0
3રાજકોટ 13.3
4સુરત15.6
5ભાવનગર15.2
6જૂનાગઢ13.0
7બરોડા12.6
8નલિયા9.0
9ભુજ14.5
10કંડલા13.5

આ પણ વાંચોઃ Cold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.