ETV Bharat / state

Gujarat Weather Report : ગુજરાતમાં કાળઝાળ ગરમી, અમદાવાદ 44 ડિગ્રીને પાર

author img

By

Published : Apr 28, 2022, 7:53 PM IST

ગુજરાતમાં આજે ગરમીના પ્રમાણમાં વધારો (Gujarat Weather Report )જોવા મળ્યો છે. રાજ્યના શહેરોમાં 38 ડિગ્રીથી 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉપરાંત આગામી બે દિવસ માટે હિટ વેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Gujarat Weather Report : ગુજરાતમાં કાળઝાળ ગરમી, અમદાવાદ 44 ડિગ્રીને પાર
Gujarat Weather Report : ગુજરાતમાં કાળઝાળ ગરમી, અમદાવાદ 44 ડિગ્રીને પાર

કચ્છઃ ગુજરાતના તાપમાનમાં છેલ્લાં ત્રણેક દિવસોથી નોંધપાત્ર ફેરફાર નોંધાઈ રહ્યો છે. મહત્તમ તાપમાનનો પારો પણ દિવસેને દિવસે ઉપર ચડી રહ્યો હતો. રાજ્યમાં આજે ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. રાજ્યના શહેરોમાં 38 ડિગ્રીથી 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉપરાંત આગામી બે દિવસ માટે હિટ વેવની આગાહી પણ હવામાન વિભાગ(Meteorological Department Weather) દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગજાનંદ બોલ્યા- હાય રે ગરમી... પછી કર્યું એવુ કામ કે જોતા જ કહેશો ભારે કરી...

ગરમીના પ્રમાણમાં વધારો - આજના દિવસે રાજ્યમાં ગરમીનું પ્રમાણ અગાઉની સરખામણીએ વધુ છે. તો આજે રાજ્યના મહાનગરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રી પર પહોંચ્યો છે. રાજ્યના હવામાનમાં અગાઉની સરખામણીએ અમુક જિલ્લાઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે જિલ્લામાં 1 થી 4 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હિટ વેવની અસર પણ વર્તાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

હિટવેવની આગાહી કરવામાં આવી - રાજ્યમાં બે દિવસ માટે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હિટવેવની અસર વર્તાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. તો આજના દિવસે પણ રાજ્યના મહાનગરોમાં ગરમ પવનો ફૂંકાયા હતા અને અનુભવાયા હતા.

આ પણ વાંચોઃ Mango production in Junagadh: ઝાકળ અને વધી રહેલી ગરમીના મારની અસર કેરીના ઉત્પાદન પર

રાજ્યના શહેરોમાં મહત્તમ તાપમાન 38થી 45 ડિગ્રી નોંધાયું - રાજ્યમાં નોંધાયેલ મહત્તમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન અમદાવાદ ખાતે 44.4, ગાંધીનગર અને જૂનાગઢ ખાતે 44.0, બરોડા ખાતે 43.6 ડિગ્રી ત્યાર બાદ રાજકોટ ખાતે 43.2 ડિગ્રી, સુરત, ભાવનગર અને ભુજ ખાતે 42.0 ડિગ્રી, કંડલા ખાતે 39.2 ડિગ્રી,નલિયા ખાતે 38.7 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.

ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન

જિલ્લાતાપમાન
અમદાવાદ44.4
ગાંધીનગર44.0
રાજકોટ43.2
સુરત42.0
ભાવનગર42.0
જૂનાગઢ 44.0
વડોદરા43.6
નલિયા 38.7
ભુજ 42.0
કંડલા39.2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.