ETV Bharat / state

વાડીનારમાં ડીપીટીએ હેન્ડલ કર્યો 1000 એમએમટી કાર્ગો

author img

By

Published : Nov 28, 2019, 6:37 PM IST

કચ્છ: દેશના નંબર વન મહાબંદર કંડલા દીનદયાલ પોર્ટ હસ્તકના જામનગર જિલ્લાના વાડીનાર બંદર ખાતે ચાર દાયકામાં ઓફસોર ટર્મિનલ ખાતે લિક્વિડ કાર્ગો હેન્ડલિંગમાં' નવો વિક્રમ સ્થાપવામાં આવ્યો છે. ચાર દાયકામાં 100 એમએમટી કાર્ગો હેન્ડલની સિદ્ધી મેળવતા તેની ઉજવણી કરવામાં આવી હતી.

વાડીનારમાં ડીપીટીએ હેન્ડલ કર્યો 1000 MMT કાર્ગો હેન્ડલિંગ
વાડીનારમાં ડીપીટીએ હેન્ડલ કર્યો 1000 MMT કાર્ગો હેન્ડલિંગ

જામનગર ખાતેના વાડીનાર બંદર ખાતે' ક્રૂડ ઓઈલની આયાત' મોટા પ્રમાણમાં થાય છે. તેમજ થોડા-ઘણા અંશે પેટ્રોલ, ડીઝલની નિકાસ પણ કરાય છે. વર્ષ 1978થી શરૂ કરાયેલા આ બંદર ઉપર ગત 18 નવેમ્બર સુધીમાં 1000 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરાયો હતો.

વાડીનારમાં ડીપીટીએ હેન્ડલ કર્યો 1000 MMT કાર્ગો હેન્ડલિંગ
વાડીનારમાં ડીપીટીએ હેન્ડલ કર્યો 1000 MMT કાર્ગો હેન્ડલિંગ

ડીપીટી ચેરમેન એસ.કે. મેહતાએ આ સફળતા બદલ સૌ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વાડીનાર ખાતે આ નાણાકીય વર્ષમાં 54 મિલિયન મેટ્રિક ટન લિક્વિડ કાર્યો હેન્ડલ કર્યો છે. જે આંક માર્ચ 2020 સુધીમાં વધીને 57 મિલિયન મેટ્રિક ટન થશે. તેમણે ભાવી વિકાસના આયોજન ઉપર પ્રકાશ પાડતાં ઉમેર્યું હતું કે, 2028-29ના વર્ષમાં વાડીનાર ખાતે જ 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ થાય તે દિશામાં પોર્ટે પ્રયત્નો કરે છે. દેશના મહાબંદરોમાં સિંગલ બોયો મુરિંગથી લિક્વિડ કાર્ગોનું હેન્ડલિંગ કરનાર ડીપીટી પ્રથમ બંદર છે. ઓફસોર ટર્મિનલમાં એસ્સાર અને ઈન્ડિયન ઓઈલ સાથે કરાર થયેલા છે. શરૂઆતમાં 300 જેટલા કર્મચારીઓ ફરજ બજાવતા હતા. વર્તમાનમાં 100થી વધુ કર્મચારીઓ કામગીરી કરી રહ્યાં છે.

Intro:દેશના નંબર વન  મહાબંદર કંડલા   દીનદયાલ પોર્ટ હસ્તકના જામનગર જિલ્લાના વાડીનાર બંદર ખાતે  ચાર દાયકામાં  ઓફસોર ટર્મિનલ ખાતે લિક્વિડ કાર્ગો હેન્ડલિંગમાં' નવો વિક્રમ સ્થાપવામાં આવ્યો છે.  ચાર દાયકામાં 100 એમએમટી કાર્ગો હેન્ડલની સિદ્ધી મેળવતા તેની ઉજવણી કરવામાં આવી હતી. Body:
જામનગર ખાતેના વાડીનાર બંદર ખાતે' ક્રૂડ ઓઈલની આયાત' મોટા પ્રમાણમાં થાય છે. તેમજ થોડા-ઘણા અંશે પેટ્રોલ, ડીઝલની નિકાસ પણ કરાય છે. વર્ષ 1978થી શરૂ કરાયેલા આ બંદર ઉપર ગત 18 નવેમ્બર સુધીમાં 1000 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરાયો હતો. આ સફળતાની-સિદ્ધિની તાજેતરમાં  કેક કાપી આ સફળતાની ઉજવણી કરવામાં આવી હતી.. આ ઉજવણી  વેળાએ વાડીનાર ખાતે લિક્વિડ કાર્ગો હેન્ડલિંગને વધારવા માટે વધુ માળખાકીય સુવિધા વિકસાવવાની નેમ વ્યકત કરાઈ હતી.
 ડીપીટી ચેરમેન એસ.કે. મેહતાએ આ સફળતા બદલ સૌ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે વાડીનાર ખાતે ચાલુ નાણાકીય વર્ષમાં 54 મિલિયન મેટ્રિક ટન લિક્વિડ કાર્યો હેન્ડલ કર્યો છે. જે આંક માર્ચ 2020 સુધીમાં વધીને 57 મિલિયન મેટ્રિક ટન થશે. તેમણે ભાવી વિકાસના આયોજન ઉપર પ્રકાશ પાડતાં ઉમેર્યું હતું કે 2028-29ના વર્ષમાં વાડીનાર ખાતે જ 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ થાય તે દિશામાં પોર્ટે પ્રયત્નો આદર્યા છે. અને આ માટે વધુ એક એસ.પી.એમ. અને બે જેટી  બાંધવામાં આવશે.  દેશના મહાબંદરોમાં સિંગલ બોયો મુરિંગથી લિક્વિડ કાર્ગોનું હેન્ડલિંગ કરનાર ડીપીટી પ્રથમ બંદર છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશના તમામ મહાબંદરોમાં દીનદયાલ પોર્ટે 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો એક વર્ષમાં પૂર્ણ કરી દેશમાં નંબર વન જાળવી રાખ્યો છે. ત્યારે પોર્ટ હસ્તકના વાડીનાર ખાતે ચાર દાયકામાં 1000 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરી નવી સિદ્ધિ મેળવી છે. આ ઓફસોર ટર્મિનલમાં એસ્સાર અને ઈન્ડિયન ઓઈલ સાથે કરાર થયેલા છે. શરૂઆતમાં 300 જેટલા કર્મચારીઓ ફરજ બજાવતા હતા. હાલ  100થી વધુ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.