ETV Bharat / state

DOM for RT PCR testing in kutch : ભુજમાં હવે જાહેર સ્થળ પર દરરોજ 100 ટેસ્ટ કરી શકાશે

author img

By

Published : Jan 12, 2022, 1:34 PM IST

ભુજના સતત ધમધમતા જ્યુબિલી સર્કલ ખાતે કોરોના ટેસ્ટ અંગેના RT PCR ટેસ્ટિંગ માટે ડોમ ઊભો કરવામાં આવ્યો છે. જ્યાં દૈનિક 100 ટેસ્ટ (DOM for RT PCR testing in kutch) કરવામાં આવશે.

DOM for RT PCR testing in kutch : ભુજમાં હવે જાહેર સ્થળ પર દરરોજ 100 ટેસ્ટ કરી શકાશે
DOM for RT PCR testing in kutch : ભુજમાં હવે જાહેર સ્થળ પર દરરોજ 100 ટેસ્ટ કરી શકાશે

કચ્છઃ સમગ્ર રાજ્યની સાથે સાથે કચ્છ જિલ્લામાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે ત્યારે જિલ્લામાં ભુજના સતત ધમધમતા જ્યુબિલી સર્કલ ખાતે કોરોના ટેસ્ટ અંગેના RTPCR ટેસ્ટિંગ માટે ડોમ ઊભો (DOM for RT PCR testing in kutch) કરવામાં આવ્યો છે. જ્યાં દૈનિક 100 ટેસ્ટ (Covid19 Testing in kutch) કરવામાં આવશે. ભુજના મોટાભાગના રહેણાંક વિસ્તારોમાં કોરોનાના કેસોની હાજરી નોંધાઈ ચુકી છે ત્યારે આરોગ્ય તંત્ર પણ સતર્ક થયું છે.

દરરોજ સવારે 9થી સાંજના 5 વાગ્યાના સમયગાળામાં દૈનિક 100 લોકોના ટેસ્ટ થશે

આરોગ્ય તંત્ર દ્વારા કવાયત

ભુજમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. તો ભુજમાં પ્રથમ વખત જ્યુબિલી સર્કલ ખાતે જાહેરમાં RTPCR ટેસ્ટના કેમ્પની વ્યવસ્થા (DOM for RT PCR testing in kutch) શરૂ કરવામાં આવી છે. મોટા શહેરોની જેમ ભુજમાં પણ કોરોના પરીક્ષણ કેન્દ્ર કાર્યરત કરાયું છે. જ્યાં દરરોજ સવારે 9થી સાંજના 5 વાગ્યાના સમયગાળામાં દૈનિક 100 લોકોના ટેસ્ટ (Covid19 Testing in kutch) કરવામાં આવશે.

લોકો વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરાવી શકશે

કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને જાયન્ટસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આ ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં આરોગ્યની ટીમ તબીબ સાથે હાજર રહેશે તથા સ્થળ પર ટેસ્ટ કરી સેમ્પલ લઈ પરીક્ષણ કરવામાં આવશે તો અહીં ઘણા લોકોએ ટેસ્ટ પણ કરાવ્યા હતાં. જ્યુબિલી સર્કલ ખાતે કાર્યરત કરાયેલો ટેસ્ટિંગ ડોમ 31મી જાન્યુઆરી (DOM for RT PCR testing in kutch) સુધી કાર્યરત રહેશે અને જરૂર જણાશે તો તેનો સમયગાળો વધારવામાં આવશે. આ ટેસ્ટિંગ સેન્ટરમાં લોકો વિનામૂલ્યે કોરોના ટેસ્ટ (Covid19 Testing in kutch) કરાવી શકશે.

આ પણ વાંચોઃ Corona Cases in Kutch : કચ્છ જિલ્લામાં કોરોનાના નવા 109 કેસો, ઓમીક્રોનના 2 કેસો નોંધાયા

જાહેરમાં પ્રથમ વખત ટેસ્ટિંગ સેન્ટર ઊભું કરાયું

ઉલ્લેખનીય છે કે ભુજમાં અર્બન સેન્ટર, જનરલ હોસ્પિટલ ઉપરાંત ટેન્ટસિટીમાં નમૂના લેવાય છે. પણ જાહેર સ્થળોએ આવી કોઇ વ્યવસ્થા ન હોવાથી આવું કાર્ય પ્રથમ વખત કરીને ટેસ્ટિંગ ડોમ (DOM for RT PCR testing in kutch) ઊભો કરવામાં આવ્યો છે. જેથી બહારથી આવતા લોકોનું અહીં ટેસ્ટિંગ (Covid19 Testing in kutch) કરી શકાય તથા તેમનું ટ્રેસિંગ અને સ્ક્રીનીંગ પણ કરી શકાય.

આ પણ વાંચોઃ Precaution Dose in kutch 2022 : કચ્છ જિલ્લામાં કુલ 41,753 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.