ETV Bharat / state

CGST કચ્છ કમિશનરેટ દ્વારા જીએસટીની આવકમાં રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવશે

author img

By

Published : Oct 26, 2022, 5:30 PM IST

CGST કચ્છ કમિશનરેટ દ્વારા જીએસટીની આવકમાં રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવશે
CGST કચ્છ કમિશનરેટ દ્વારા જીએસટીની આવકમાં રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવશે

કેન્દ્રીય GST કચ્છ કમિશનરેટ ગાધીધામ (Central GST Kutch Commissionerate Gadhidham )દ્વારા ટેક્ષ કલેક્શનમાં ટૂંક સમયની અંદર જ નવો રેકોર્ડ ( new record in tax collection ) પ્રસ્થાપિત કરવામાં આવશે. આ મહિનામાં 21 ટકા વધુ આવક નોંધાતા વિભાગમાં ઉત્સાહ છે.

કચ્છ આજે દેશમાં વિકાસ થઇ રહ્યો છે તેમાં ટેક્ષ ભરનારનો પણ મહત્વપૂર્ણ ફાળો છે ત્યારે ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ એટલે કે GST ભરી દેશની વિકાસયાત્રામાં નાગરિકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. જરૂરતમંદો અને વિકાસ માટે જે નાણાં ફાળવવામાં આવે છે તેમાં ટેક્ષનું પણ બહુમૂલ્ય છે. કેન્દ્રીય GST કચ્છ કમિશનરેટ ગાધીધામ (Central GST Kutch Commissionerate Gadhidham )દ્વારા ટૂંક સમયની અંદર જ નવો રેકોર્ડ પ્રસ્થાપિત ( new record in tax collection )કરવામાં આવશે.

જીએસટીની આવકમાં રેકોર્ડ કેન્દ્રીય GST કચ્છ કમિશનરેટ ગાંધીધામના કમિશનર પી. આનંદ કુમારે ETV Bharat સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સરકારના સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ GST ભરીને લોકો સાર્થક કરી રહ્યા છે. ગુજરાતી નવા વર્ષના આ શુભ દિવસે CGST કચ્છની ટીમ જાહેર કરવા માંગે છે કે ઓક્ટોબર 2022 (25મી ઓક્ટોબર સુધી) મહિના માટે GSTની કુલ આવક રૂ. 189.25 કરોડ, જે ઓક્ટોબર 2021ની રુપિયાની આવક 156.47 કરોડ કરતાં 21 ટકા વધુ છે.

નોન-ફાઈલર કરદાતાઓને બાકી વેરો ભરીને રિટર્ન ફાઈલ કરવા અપીલ ગુજરાતી નવા વર્ષના આગમન પર અને વર્તમાન તહેવારોની મોસમ હોવા છતાં, સમયસર માસિક અને ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરીને આગળ વધનાર વેપાર અને ઉદ્યોગ માટે કચ્છ કમિશનરેટે પ્રશંસા કરી હતી. ઉપરાંત બાકીના નોન-ફાઈલર કરદાતાઓને ઉતાવળ કરવા અને બાકી વેરો ભરીને રિટર્ન ફાઈલ કરવા અપીલ પણ કરી હતી જેથી કચ્છ CGST કમિશનરેટ રાષ્ટ્રીય સરેરાશ આવક વૃદ્ધિ સાથે તાલમેલ મેળવી શકે.

GST ને લઈને જનજાગૃતિ કાર્યક્રમો ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય GST કચ્છ કમિશનરેટ ગાધીધામ, ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડ્રસ્ટીઝ એસોસિએશન, કચ્છ ચેમ્બેર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટીઝ ફેડરેશન ભુજના સંયુક્ત ઉપક્રમે GSTના પરિમાણો જનજાગૃતિ અંગે જુદાજુદા કાર્યક્રમ (GST awareness among people ) કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને લોકોમાં GSTને લઈને જાગૃતતા આવે તેમજ ઉંડાણપૂર્વક સમજ આવે કે GST શું છે કઈ રીતે લાગુ પડે છે, કેવી રીતે લાગુ પડે છે, કોને કોને લાગુ પડે છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

વર્તમાન મહિનામાં 21 ટકાની આવક વૃદ્ધિ નોંધાઈ વધુમાં માહિતી આપતા આનંદ કુમારે જણાવ્યું હતું કે આજ સુધી 11 ટકા જેટલી આવક વૃદ્ધિ હતું પરંતુ વર્તમાન મહિનામાં 21ટકા ની આવક વૃદ્ધિ નોંધાઈ છે જે ગયા મહિને એટલે કે સપ્ટેમ્બર 2022માં 10 ટકા જેટલી વધારે છે. છેલ્લાં 7 વર્ષમાં જીએસટી વિભાગની આવક 100 કરોડ જેવી થતી હતી જ્યારે હવે 200 કરોડ જેવી થઈ જાય છે. આ વર્ષે 4 વખત 200 કરોડ રૂપિયાની આવક થઈ છે. છેલ્લાં 7 વર્ષોમાં માત્ર 8 વખત 200 કરોડથી વધુની આવક થઈ છે.કચ્છમાં 8 વખતમાંથી 6 વખત કમિશનર પી.આનંદ કુમારે ચાર્જ સંભાળ્યો ત્યારથી 200 કરોડથી વધુ આવક થઈ છે. તેમને ચાર્જ સંભાળ્યો તે પહેલાં આવક 1731 કરોડ આવક હતી જેને 2300 કરોડ સુધી લઈ જવામાં આવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.