GST જનજાગૃતિ અંગે ભુજમાં કાર્યક્રમ, આઉટરીચ પ્રોગ્રામ દ્વારા અપાઇ રહી છે ઉંડાણપૂર્વક સમજ

author img

By

Published : Sep 24, 2022, 4:08 PM IST

GST જનજાગૃતિ અંગે ભુજમાં કાર્યક્રમ, આઉટરીચ પ્રોગ્રામ દ્વારા અપાઇ રહી છે ઉંડાણપૂર્વક સમજ

કેન્દ્રીય GST કચ્છ કમિશનરેટ ગાધીધામ (Central GST Kutch Commissionerate Gadhidham ) તેમજ અન્ય સંસ્થાઓના ઉપક્રમે GST જનજાગૃતિ અંગે ભુજમાં કાર્યક્રમ ( GST Outreach Program in Bhuj ) કરવામાં આવી રહ્યાં છે. GSTને લઈને ઉંડાણપૂર્વક સમજ (Aim of awareness among people) આવે કે GST શું છે કઈ રીતે લાગુ પડે છે, કેવી રીતે લાગુ પડે છે, કોને કોને લાગુ પડે છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

કચ્છ દેશમાં વિકાસ થઇ રહ્યો છે તેમાં ટેક્ષ ભરનારનો પણ મહત્વપૂર્ણ ફાળો છે ત્યારે ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ એટલે કે GST ભરી દેશની વિકાસયાત્રામાં નાગરિકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. જરૂરતમંદો અને વિકાસ માટે જે નાણાં ફાળવવામાં આવે છે તેમાં ટેક્ષનું પણ બહુમૂલ્ય છે. સરકારના સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ GST ભરીને લોકો સાર્થક કરી રહ્યા છે.

ટેક્સ ભરનારાઓને સહયોગ આપવા વિનંતી

GST જનજાગૃતિ અંગે ભુજમાં કાર્યક્રમ કેન્દ્રીય GST કચ્છ કમિશનરેટ ગાધીધામ, ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડ્રસ્ટીઝ એસોસિએશન, કચ્છ ચેમ્બેર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટીઝ ફેડરેશન ભુજના સંયુક્ત ઉપક્રમે GSTના પરિમાણો જનજાગૃતિ અંગે જુદાં જુદાં કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને લોકોમાં GSTને લઈને જાગૃતતા આવે તેમજ ઉંડાણપૂર્વક સમજ આવે કે GST શું છે કઈ રીતે લાગુ પડે છે, કેવી રીતે લાગુ પડે છે, કોને કોને લાગુ પડે છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ફાળો આપવો એ તમામની જવાબદારી પાછલા વર્ષોની તુલનામાં ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) ભરનારામાં ખાસ્સો એવો વધારો થયો છે. GST વિભાગ સ્ટાફની તંગીનો સામનો કરી રહ્યું છે. તેથી ટેક્સ ભરનારાઓને સહયોગ આપવા વિનંતી કરીએ છીએ. કેન્દ્રીય માલ અને સેવા કરને પાંચ વર્ષ પૂર્ણ થતાં અહીંના જીએસટી ભવન ખાતે તેની વિશિષ્ઠ ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2021-22ના ઉત્કૃષ્ઠ કરદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છ કમિશનર પી.આનંદકુમારે વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓને અપીલ કરી હતી કે વેપાર અને ઉદ્યોગકારો નિયત તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ કરી દેશના આર્થિક વિકાસમાં ફાળો આપે. રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ફાળો આપવાની તમામની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું.

નિયમિત ટેક્ષ ભરનારા સામાન્ય નાગરિકોનો ફાળો કેન્દ્રીય GST કચ્છ કમિશનરેટ ગાંધીધામના કમિશનર પી.આનંદ કુમારે જણાવ્યું હતુ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ GST છુટકખાધ સામ્રગી કે કરિયાણાં પર લાગતો નથી. તેમજ બોરીમાં પણ 30 કિલોથી નીચેના પેકીંગમાં GST લાગે છે. વિકાસ કામોમાં GSTએ મહત્વનું યોગદાન આપ્યું છે. નિયમિત ટેક્ષ ભરનારા સામાન્ય નાગરીકોનો ભાગ પણ ટેક્ષરૂપે વિકાસકામમાં જોડાયેલા છે.

જીએસટી આવકમાં થયો વધારો છેલ્લાં 7 વર્ષમાં જીએસટી વિભાગની આવક 100 કરોડ જેવી થતી હતી જ્યારે હવે 200 કરોડ જેવી થઈ જાય છે. આ વર્ષે 4 વખત 200 કરોડ રૂપિયાની આવક થઈ છે. છેલ્લાં 7 વર્ષોમાં માત્ર 8 વખત 200 કરોડથી વધુની આવક થઈ છે.કચ્છમાં 8 વખતમાંથી 6 વખત કમિશનર પી.આનંદ કુમારે ચાર્જ સંભાળ્યો ત્યારથી 200 કરોડથી વધુ આવક થઈ છે. તેમને ચાર્જ સંભાળ્યો તે પહેલાં આવક 1731 કરોડ આવક હતી જેને 2300 કરોડ સુધી લઈ જવામાં આવી.

લોકોમાં જીએસટી પ્રત્યે જાગૃતતા વધે તે માટે આઉટરીચ પ્રોગ્રામ ઉપરાંત જે ગ્રોથ છે તે અગાઉ 86 કરોડ હતો જેને કમિશનર પી.આનંદ કુમાર દ્વારા 373 કરોડ સુધી લઈ જવામાં આવ્યું એટલે કે 4 ગણો વધારો આવ્યો. આ ગ્રોથ અને આવક વધવાનું મુખ્ય કારણ એ છે કે જે ટેક્ષ ભરનારા છે જેવા કે ઇન્ડસ્ટ્રીઝ ,ઉત્પાદકો, ટ્રેડ્રરો છે. તેઓની સંખ્યા અગાઉ 4000 જેટલી હતી જે હવે વધીને 15,000 થઈ ગયા છે. આ સંખ્યા વધવાનું કારણ જણાવતાં તેમણે જણાવ્યું હતું કે જીએસટી વિભાગ દ્વારા લોકોમાં જીએસટી પ્રત્યે જાગૃતતા વધે તે માટે જુદી જુદી જગ્યાએ આઉટરીચ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.