ETV Bharat / state

કચ્છમાં આ 3 વિધાનસભા બેઠકો માટે ભાજપના ચૂંટણી નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી

author img

By

Published : Oct 28, 2022, 2:06 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) યોજાવાની છે. ભાજપના ચૂંટણી નિરીક્ષકો ( BJP Election Observers ) દ્વારા આજથી કચ્છમાં સેન્સ પ્રક્રિયા ( BJP Candidate sense process for Kutch ) હાથ ધરવામાં આવી છે. આજે માંડવી, અબડાસા અને અંજાર વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તો આવતીકાલે ગાંધીધામ, રાપર, ભુજ બેઠકની સેન્સ પ્રક્રિયા ( BJP Candidate sense ) હાથ ધરાશે.

કચ્છમાં આ 3 વિધાનસભા બેઠકો માટે ભાજપના ચૂંટણી નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી
કચ્છમાં આ 3 વિધાનસભા બેઠકો માટે ભાજપના ચૂંટણી નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી

કચ્છ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી કચ્છમાં સેન્સ પ્રક્રિયામાં આજે 3 તો આવતીકાલે 3 વિધાનસભા બેઠકોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. સેન્સ પ્રક્રિયા અંગે વાતચીત કરતા ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના મહામંત્રી અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ( Gujarat Assembly Election 2022 ) ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આવનારી વિધાનસભાની અંદર નવા ધારાસભ્યોની ચૂંટણીઓના સંદર્ભે ઉમેદવારોની ચ્યન પ્રક્રિયાનો ( BJP Candidate sense ) પ્રારંભ આજથી આખા ગુજરાતમાં થયો છે એ પૈકી કચ્છ જિલ્લામાં પણ આજે પ્રારંભ ( BJP Candidate sense process for Kutch ) થયો છે. આજે 3 વિધાનસભા બેઠકોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે તો આવતીકાલે અન્ય 3 વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારોનું સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. કુલ મળીને 6 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી નિરીક્ષકો ( BJP Election Observers ) સૌ કોઈને સાંભળવા માટે આવ્યા છે.

માંડવી, અબડાસા અને અંજાર વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા

નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા નિરીક્ષકો દ્વારા ઉમેદવારી માટે દાવેદારી નોંધાવવા ઇચ્છતા લોકો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. ચર્ચા મંથન પૈકી જે નવનીત ઉત્પન્ન થશે તે નવનીત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સમક્ષ મૂકવામાં આવશે અને આખરી નિર્ણય ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીના નિર્ણયથી ઉમેદવારો ( Gujarat Assembly Election 2022 ) નક્કી કરવામાં આવશે. કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ અને આનંદ છે. ત્યારે આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મત આપવા અથવા તો પોતાના વિચાર મૂકવા અથવા તો અન્ય કાર્યકર્તાઓ તેમજ નિરીક્ષકોને મળવા માટે આનંદપૂર્વક જોડાયા છે. ભુજની પ્રિન્સ રેસીડેન્સી હોટલમાં સમગ્ર સેન્સ પ્રક્રિયા ( BJP Candidate sense process for Kutch ) નિરક્ષકોની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. કચ્છની બેઠકો માટે મુળુભાઈ બેરા, હિતેશ પટેલ અને શારદાબેન પટેલની ( BJP Election Observers ) નિયુક્તિ કરવામાં આવી છે.

જે બેઠકો માટેની સેન્સ પ્રક્રિયા થઈ તેમાં મતદારોની સંખ્યા અને જાતિ સમીકરણ કચ્છની અંજાર વિધાનસભા બેઠક પર 2,70,813 મતદારો નોંધાયા છે.જેમાં આહીર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, લેઉઆ પટેલ, કડવા પટેલ તેમજ ક્ષત્રિય જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 53 ટકા પુરુષો છે અને 47 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 73 ટકા જેટલું છે. જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 86 ટકા અને 73 ટકા છે.

કચ્છની માંડવી વિધાનસભા બેઠક પર 2,57,359 મતદારો નોંધાયા છે. જેમાં ક્ષત્રિય, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત કડવા પટેલ, લેઉઆ પટેલ, ગઢવી તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 75 ટકા જેટલું છે. જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 72 ટકા અને 58 ટકા છે. માંડવી વિધાનસભા બેઠકની નીચે કચ્છના બે તાલુકા માંડવી અને મુન્દ્રાનો સમાવેશ થાય છે.

કચ્છની અબડાસા વિધાનસભા બેઠકમાં પર 2,53,096 મતદારો નોંધાયા છે.જેમાં મુસ્લિમ, કડવા પટેલ, દલિત અને ક્ષત્રિયની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, કોળી તેમજ ભાનુશાળી જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં શિક્ષણનું પ્રમાણ 67.27 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 64.53 ટકા અને 47.97 ટકા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.