Gujarat Assembly Election 2022 : કચ્છની અંજાર વિધાનસભા બેઠક જીતવામાં કોઇપણ વિપક્ષને કેમ ભોં ભારે પડે છે?

author img

By

Published : Jun 9, 2022, 6:00 AM IST

Gujarat Assembly Election 2022 : કચ્છની અંજાર વિધાનસભા બેઠક જીતવામાં કોઇપણ વિપક્ષને કેમ ભોં ભારે પડે છે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો કચ્છની અંજાર વિધાનસભા બેઠક (Anjar Assembly Seat) વિશે.

કચ્છ -આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટેની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવાની છે ત્યારે અત્યારથી જ તમામ પક્ષો પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એડીચોટીનું જોર લગાવીને પોતાના પક્ષના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે એવા પ્રયત્નો અત્યારથી જ કરવા લાગ્યા છે. તમામ પક્ષકારો પોતાના પક્ષના રાજકીય નેતાઓના મારફતે વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ ગોઠવીને મતદારોને રીઝવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠકની 6 સીટો છે. જેમાં કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી-મુંદ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર (Anjar Assembly Seat) અને રાપર ખાતે વિધાનસભાની બેઠકો છે.આમ તો વર્ષોથી કચ્છ છે તે ભારતીય જનતા પાર્ટીની ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે જ્યારે 1 સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય છે.

અંજાર વિધાનસભા બેઠકમાં આહીર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે
અંજાર વિધાનસભા બેઠકમાં આહીર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે

અંજાર વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી -કચ્છ જિલ્લામાં વિધાનસભાની 6 બેઠક પ્રમાણે છેલ્લી 5/01/2022ની યાદી મુજબ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે અંજાર મતવિસ્તારની વિધાનસભા સીટ (Anjar Assembly Seat)માટે કુલ 2,68,185 મતદારો છે જે પૈકી 1,36,952 પુરુષ મતદારો છે જ્યારે 1,31,233 મહિલા મતદારો અને 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. કચ્છની અંજાર વિધાનસભા બેઠકમાં આહીર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે.ઉપરાંત રબારી, લેવા પટેલ, કડવા પટેલ તેમજ ક્ષત્રિય જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 53 ટકા પુરુષો છે અને 47 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 73 ટકા જેટલું છે જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 86 ટકા અને 73 ટકા છે.

ભાજપનું એું વજન કે કોઇપણ વિપક્ષ માટે ભોં ભારે પડે
ભાજપનું એું વજન કે કોઇપણ વિપક્ષ માટે ભોં ભારે પડે

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : ગાંધીધામ વિધાનસભા બેઠક પર ભાજપ હોય કે કોંગ્રેસ ઉમેદવાર તો આને જ લેવા પડશે

અગાઉની ચૂંટણીના પરિણામ - વર્ષ 2012માં અંજાર વિધાનસભા બેઠક (Anjar Assembly Seat)માટે કુલ 9 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012માં અંજાર મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 1,91,008 મતદારો પૈકી કુલ 1,36,635 મતદારોએ મત આપ્યા હતા. અંજાર વિધાનસભા બેઠક માટે ( Assembly seat of Anjar ) કોંગ્રેસના ઉમેદવાર વી કે હુંબલને 60,061 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર વાસણ આહિરને 64,789 મત મળ્યા હતા અને 2012માં અંજાર વિધાનસભા બેઠક માટે વાસણ આહીર 64,789 મત મેળવી વિજેતા બન્યા હતાં.વાસણ આહીર 4728 મતથી વિજેતા બન્યા હતા. 2017 અંજાર વિધાનસભા બેઠક માટેની ચુંટણી પરિણામ જોઇએ તો વર્ષ 2017માં અંજાર વિધાનસભા બેઠક માટે કુલ 12 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં (Gujarat Assembly Election 2017 ) અંજાર મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,29,493 મતદારો પૈકી કુલ 1,56,253 મતદારોએ મત આપ્યા હતાં. જેમાંથી 83 જેટલા મત રદ કરવામાં આવ્યા હતા અને 1,56,170 મત માન્ય ગણવામાં આવ્યા હતાં. ઉપરાંત 3601 મત NOTA ને મળ્યા હતા અને 682 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં. અંજાર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર વી.કે.હુંબલને (V K Humbal Seat) 64,018 મત મળ્યા હતા. જ્યારે વાસણ આહીર 75,331 મત મેળવી વિજેતા બન્યા હતા. વાસણ આહીર (Vasan Ahir Seat) 11,313 મતથી વિજેતા બન્યા હતાં.

સૈકાઓ જૂના શહેરનો ઇતિહાસ માણવા જેવો છે
સૈકાઓ જૂના શહેરનો ઇતિહાસ માણવા જેવો છે
અંજાર વિધાનસભા બેઠકની ખાસિયત -'કચ્છમાં અંજાર મોટા શહેર છે હો જીરે..' એ રીતે પ્રાચીન ગીતોમાં પણ અંજારને સાંભળવા મળે છે.અંજાર બાર-તેર સૈકા જૂનું કચ્છનું એક શહેર છે. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ વિ.સ. 1602ના માગશર વદ આઠમ-રવિવારના દિવસે તોરણ બાંધીને અંજાર શહેરની સ્થાપના કરી હતી. આજે પણ આ દિવસે શહેરના સ્થાપનાદિન ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. સ્થાપના પહેલાના સમયમાં આ વિસ્તાર અંજાડવાસ તરીકે ઓળખાતો હતો. અજેપાળના નામ પરથી આ વિસ્તાનું નામ અંજાર પડ્યું તેમ કહેવાય છે. એક મત એવો પણ છે કે સુકાભઠ્ઠ કચ્છમાં અંજારની ફરતે ભૂગર્ભમાં અખૂટ જળ ભંડાર હતો. વાડીઓમાં અનાજ અને ફળોની વિપુલ માત્રામાં પેદાશ થતી. આ શહેર અનાજનું વેપાર કેન્દ્ર ગણાતું. અન્નની મોટી બજાર હતી. તેના પરથી 'અન્નબજાર' થયું અને કાળક્રમે તે અંજાર તરીકે ઓળખાવા લાગ્યું. અંજાર મંદિરોનું શહેર પણ કહેવાય છે. અંજારમાં હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયોના હાલે ત્રણસો જેટલા નાનાં-મોટાં મંદિરો છે. પૂર્વ કચ્છની આર્થિક પ્રવૃત્તિઓનું અંજાર કેંદ્રબિંદુ ગણાતું હતું. અંગ્રેજોએ કચ્છના રજવાડા સાથે વહીવટી કરારો કર્યા બાદ તેમણે ભુજમાં પોતાનું થાણું ન નાખતાં, અંજારને પસંદ કર્યું હતું. કચ્છના પહેલા નિવાસી પોલીટીકલ એજન્ટ જેમ્સ મેક મર્ડોએ અંજારમાં રહીને કચ્છનું શાસન ચલાવ્યું હતું. ગુજરાતની સ્થાપના પછી આખાય કચ્છમાં વીજ વિતરણ અંજારથી થતું હતું.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : સોરઠની 9 વિધાનસભા બેઠકો કોને કરી રહી છે પરેશાન

સૌથી મોટી વિશેષતા અખૂટ ભૂગર્ભ જળ -અંજાર કસબીઓનું ગામ પણ ગણાય છે. એટલે જ અંજારમાં કોઈ સમયે ગૃહ ઉદ્યોગ ધમધમતા હતા. અંજાર છરી ચાકૂની બનાવટ, ચામડાની બનાવટો, બાટીક ઉદ્યોગ જગ વિખ્યાત છે. કચ્છમાં ટ્રકની બોડી બનાવવાનું કામ શરુ કરનાર અંજાર શહેર છે. છરી ચપ્પુની જેમ અંજારનું પીતળનું કામ વખણાય છે. ખાસ તો અહીં બનતા મંજીરા અને ઝાંઝ. જુદી જુદી ટ્યુનીંગ રેન્જના મંજીરા ખરીદવા લોકો ખાસ અંજાર આવે છે. અંજાર શહેરની સૌથી મોટી વિશેષતા હોય તો તેનાં અખૂટ ભૂગર્ભ જળ. 1980 કંડલા બંદરના વિકાસમાં અંજારનો ફાળો છે. અંજાર શહેર શાકભાજી અને ફૂલોના ઉત્પાદનમાં મોખરે છે. અંજાર શહેરે કંડલા બંદરને ત્રણ દાયકા સુધી પીવાનું પાણી પુરું પાડ્યું છે. સમૃધ્ધ ભૂગર્ભજળને કારણે અહીંની ખેતી વિકસી છે. અંજારમાં ચકોતરા તરીકે ઓળખાતું લીંબુ કૂળનું ફળ ખાસ જાણીતું છે. બહુધા જોવા ન મળતું આ ફળ અંજારની વિશેષતા છે. વર્તમાન સમયમાં અંજાર શહેર શાકભાજી અને ફૂલોના ઉત્પાદનમાં મોખરે છે. અંજારના ફરસાણ આખાય કચ્છમાં વખણાય છે.

જોવાલાયક સ્થળો -જેસલ-તોરલની સમાધિ - આ સમાધિ લગભગ એક ફૂટના અંતરે છે. લોકો માને છે આ સમાધિઓ એકબીજાની નજીક આવી રહી છે. જ્યારે આ સમાધિઓ જોડાઈ જશે તે દિવસે મહાપ્રલય આવશે. જેસલ જાડેજા રાજવી કૂળમાં જન્મેલો એક કૂખ્યાત બહારવટીયો હતો. તેની ભારે રંજાડ હતી. તે મહાસતી તોરલના સંપર્કમાં આવ્યો અને તેના જીવનનું પરિવર્તન થઇ ગયું. અજેપાળ મંદિર જોવાલાયક સ્થળોમાં છે જ્યાં અજેપાળે શહીદી વહોરી હતી. તેમના પરથી જ આ શહેરનું નામ અંજાર પડ્યું હોવાનું કહેવાય છે. અંબા માનું મંદિર - લોકવાયકા અનુસાર અંજારના દશનામ ગોસ્વામી સમાજના સંત શ્રી સાગરગિરિજી ભદ્રેશ્વરથી ભદ્રકાળી માતાજીની કૃપા મેળવી અંજારમાં લાવ્યાં.આ ઉપરાંત પબડીયું તળાવ અને મેકમર્ડોનો બંગલો પણ જોવાલાયક સ્થળ છે.

શહેરીકરણ વધ્યું તો પ્ર્શ્નો પણ વધ્યાં જેનો ઉકેલ જનતા માગે છે
શહેરીકરણ વધ્યું તો પ્ર્શ્નો પણ વધ્યાં જેનો ઉકેલ જનતા માગે છે

અંજાર વિધાનસભા બેઠકની માગ - અંજાર શહેરમાં અવારનવાર ટ્રાફિક જામ સર્જાતો હોય છે, અંજારથી ગાંધીધામ સુધીના રોડની ડાબી તરફનો સળંગ સર્વિસ રોડ વિકસાવવા, વરસાદ પહેલા ડ્રેનેજ સિસ્ટમ બનાવવા, વરસાદી નાળાની ગંદકી દૂર કરી સફાઈ કરવા, રસ્તાઓનુ રીસર્ફેસીંગ, મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણીનો નિકાલ, આંતરીક રસ્તાઓ સુધારી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થિત કલરના પટ્ટા લગાડવા, વિવિધ ટેલીકોમ કંપનીઓના ટાવરની સમસ્યા, શહેરના વિકાસ માટે ફાળવાયેલા પ્લોટો અને બગીચાનું નવીનીકરણ તથા તેની જાળવણી, રખડતા ઢોરમાંથી મુકિત, બંધ ટ્રાફિક સિગ્નલો શરૂ કરવા, શાક અને ફ્રુટ વિક્રતાઓને નવી શાક માર્કેટ ઉપલબ્ધ કરાવવા સહિતના મુદાઓ 2022ની ચૂંટણી (Gujarat Assembly Election 2022) અંગેના મુદ્દાઓ આ બેઠક (Anjar Assembly Seat) પરના મહત્વના મુદ્દા બની શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.