ETV Bharat / state

કચ્છને આગામી સમયમાં મળશે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, જાણો વિશેષતાઓ

author img

By

Published : Jul 9, 2022, 5:08 PM IST

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (Sports Authority of Gujarat )તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના સિનિયર કોચ દ્વારા માધાપરમાં અદ્યતન ટેકનોલોજી અને (Madhapar Sports Complex)સાધનોથી સજ્જ સ્પોર્ટસ સંકુલનું સંચાલન સાંભળવામાં આવી રહ્યું છે. તેમાં એથ્લેટીક ટ્રેક તથા ફૂટબોલ મેદાન સહિત અનેકવિધ કામોના ધમધમાટ ચાલી રહ્યો છે. કચ્છને અદ્યતન સુવિધાયુક્ત સ્પોર્ટ્સ સંકુલની ભેટ મળશે.

કચ્છને આગામી સમયમાં મળશે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, જાણો વિશેષતાઓ
કચ્છને આગામી સમયમાં મળશે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, જાણો વિશેષતાઓ

કચ્છઃ સરહદી જિલ્લા કચ્છમાં સરહદી વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત (Kutch sports complex)અઢી કરોડના ખર્ચ દ્વારા માધાપરમાં રમતગમત સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંકુલમાં ઇન્દોર હોલ 25 મીટરનો સ્વિમિંગ પૂલ તેમજ બાસ્કેટબોલ કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ રમત ગમત સંકુલ 15 એકર જમીનમાં વિસ્તરેલું છે જેનો કબ્જો 2014માં સિનિયર (Madhapar Sports Complex)કોચ જિલ્લા રમત ગમત કેન્દ્ર ભુજ દ્વારા સંભાળવામાં આવી રહ્યો છે. ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 2022માં ભુજના સાગર ઇન્ફ્રાને 96.83 લાખની રકમ મંજૂર કરીને વિવધ વિકાસના કામો સોંપવામાં આવ્યા હતા.

400 મીટર ગ્રાસી એથ્લેટીક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ - જિલ્લા રમત ગમત સિનિયર કોચની કચેરીથી મળતી માહિતી મુજબ માધાપર( Sports Complex in Madhapar)ખાતે સ્થિત આ રમત ગમત સંકુલમાં આગામી (Sports Authority of Gujarat )સમયમાં 400 મીટર ગ્રાસી એથ્લેટીક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, સ્પ્રિંકલર સિસ્ટમ, ટ્યુબવેલ સંપ અને પંપ બનાવવાનું કામ ચાલુ છે. ઉપરાંત બાસ્કેટ બોલ કોર્ટ, લૉન ટેનિસ કોર્ટ પણ વિકસાવવાની વાતો કરવામાં આવી રહી છે. આગામી એક વર્ષ સુધીમાં આ કામ પૂર્ણ કરવાની શરતે વર્ક ઓર્ડર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈન્ડોર હોલમાં મેન્ટેનન્સ માટે ફ્લોરિંગ, કલરકામ, ફેન સહિતની કામગીરી માટે પણ જરૂરી મંજૂરીઓ મેળવવામાં આવી છે અને આગામી સમયમાં અહીં તેનું પણ કામ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ હાથ ન હોવા છતા આ રીતે નેશનલ કક્ષાએ મેળવ્યા મેડલ્સ, લોકો થયા આશ્ચર્યચકિત

બાસ્કેટ બોલ કોર્ટનું રીપેરીંગ કામ કરવાની રજૂઆત - આ રમત ગમત સંકુલમાં હાલના સમયે બેડમિન્ટન કોર્ટનો ઉપયોગ મોટી સંખ્યમાં ખેલાડીઓ કરી રહ્યા છે. હાલમાં અહીં 4 બેડમિન્ટન કોર્ટમાં ખેલાડીઓ રમી રહ્યા છે. આ સંકુલમાં બેડમિન્ટનની સાથે સાથે જુડોની તાલીમ પણ આપવામાં આવી રહી છે. ઉપરાંત ખેલાડીઓ દ્વારા બાસ્કેટ બોલ કોર્ટનું પણ રીપેરીંગ કામ કરવાની રજૂઆત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સમક્ષ કરવામાં આવી છે.

ખેલાડીઓને તેનો લાભ મળે - આ ઉપરાંત સરહદી જિલ્લામાં અનેક પ્રતિભાઓ અલગ અલગ રમતગમતમાં રહેલી છે જો અહીં સરકારી હોસ્ટેલ અને જુદી જુદી રમતોના નિષ્ણાંત કોચ આપવામાં આવે તો કચ્છના ખેલાડીઓને તેનો લાભ મળે અને કચ્છના ખેલાડીઓમાં રહેલી પ્રતિભાઓ કચ્છની બહાર અન્ય રાજ્યો અને દેશોમાં પણ પોતાનું નામ કમાવી શકે તેમ છે.

આ પણ વાંચોઃ ગુજરાતના આંગણે પ્રથમવાર યોજાશે 36મો રાષ્ટ્રીય રમતોત્સવ

રાષ્ટ્રીય રમતોત્સવના યજમાન - ઉલ્લેખનીય છે કે, ગુજરાતને પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવના( National Sports Festival 2022 )યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુજરાતના 6 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગરમાં આ 36માં રાષ્ટ્રીય રમતોત્સવની વિવિધ 34 જેટલી રમતોનું આયોજન થશે. આગામી 27મી સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન આ 36મી નેશનલ ગેમ્સ રાજ્યમાં યોજાશે.

રાષ્ટ્રીય રમતોત્સવમાં ભાગ લેવો દરેક રમતવીરનું એક સ્વપ્ન - રાષ્ટ્રીય રમતોત્સવમાં ભાગ લેવો દરેક રમતવીરનું એક સ્વપ્ન હોય છે કેમ કે આવા રમતોત્સવ તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા, અગાઉના કીર્તિમાન રેકોર્ડ તોડવા અને નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા અને નવા રેકોર્ડ બનાવવા માટે જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડે છે. એવી જ રીતે કચ્છના માધાપર ખાતે નિર્માણ પામી રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષથી કચ્છના યુવાનોની પ્રતિભા બહાર આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.