ETV Bharat / state

ગુજરાતના આંગણે પ્રથમવાર યોજાશે 36મો રાષ્ટ્રીય રમતોત્સવ

author img

By

Published : Jul 8, 2022, 3:10 PM IST

ગુજરાતના આંગણે પ્રથમવાર યોજાશે 36મો રાષ્ટ્રીય રમતોત્સવ
ગુજરાતના આંગણે પ્રથમવાર યોજાશે 36મો રાષ્ટ્રીય રમતોત્સવ

ગુજરાતને પ્રથમવાર રાષ્ટ્રિય રમતોત્સવના (National Sports Festival 2022)યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુજરાતના 6 મહાનગરોમાં આ 36માં રાષ્ટ્રિય રમતોત્સવની વિવિધ 34 જેટલી રમતોનું આયોજન થશે. આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન આ 36મી નેશનલ ગેઇમ્સ રાજ્યમાં યોજાશે.

અમદાવાદઃ ગુજરાતને પ્રથમવાર રાષ્ટ્રિય રમતોત્સવના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત(National Sports Festival in Gujarat) થયું છે. રાજ્યના 6 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગરમાં આ 36માં રાષ્ટ્રિય રમતોત્સવની વિવિધ 34 જેટલી રમતોનું આયોજન થશે. રાષ્ટ્રિય રમતોત્સવમાં હિસ્સેદારી એ દરેક રમતવીરનું એક સ્વપ્ન હોય છે કેમ કે આવા રમતોત્સવો તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા, અગાઉના કિર્તિમાન-રેકોર્ડ બ્રેક કરવા અને નવા સિદ્ધિ સિમાચિન્હો કિર્તિમાન સર કરવાનું સક્ષમ મંચ પ્રદાન કરે છે.

રાષ્ટ્રિય રમતોત્સવ
રાષ્ટ્રિય રમતોત્સવ

રાષ્ટ્રિય રમતોત્સવ છેલ્લે 2015માં કેરળમાં યોજાયો - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ખેલ-કૂદ, યુવા બાબતો તથા સાંસ્કૃતિક( National Sports Festival)પ્રવૃત્તિઓના પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતે આ 36માં રાષ્ટ્રિય રમતોત્સવની જવલંત સફળતા માટેની તૈયારીઓ-આયોજન સક્ષમતાપૂર્વક શરૂ કરી દીધા છે. આ પ્રકારનો રાષ્ટ્રિય રમતોત્સવ છેલ્લે 2015માં કેરળમાં યોજાયો હતો. કોરોના રોગચાળા સહિત વિવિધ કારણોસર આ રમતો અત્યાર સુધી મુલત્વી રાખવામાં આવેલી હતી.

36માં રાષ્ટ્રિય રમતોત્સવનું ગુજરાતમાં આયોજન - ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાત વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઇ(National Sports Festival 2022) રહેલા 36માં રાષ્ટ્રિય રમતોત્સવના યજમાન રાજ્ય બનવા ઇન્ડીયન ઓલીમ્પિક એસોસિયેશનને કરેલી દરખાસ્તનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો છે.આના પરિણામ સ્વરૂપે 36માં રાષ્ટ્રિય રમતોત્સવનું ગુજરાતમાં આયોજન થવાનું છે. આ રમતોત્સવમાં એથ્લેટિકસ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી, કબડ્ડી અને મલખમ તથા યોગાસન જેવી ઇન્ડોર અને આઉટડોર રમતો સહિત 34 જેટલી રમતોમાં દેશભરના સાત હજારથી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત ઝળકાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

ગુજરાતમાં ખેલમહાકુંભની 2010થી શરૂઆત - ગુજરાતમાં ઓલિમ્પીકને આનુષાંગિક આવી રમતોના આયોજનથી વર્તમાન માળખાકીય સવલતો વધારવા સાથે તેનો શ્રેષ્ઠ ઉપયોગ પણ થશે. રમત-ગમત પ્રધાન હર્ષ સંઘવીએ આ 36મી નેશનલ ગેઇમ્સના આયોજન અને સફળતામાં ગુજરાત કોઇ જ કસર છોડશે નહિં તેવો વિશ્વાસ દર્શાવ્યો છે .તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત હવે સ્પોર્ટસ હબ બનવા ભણી આગળ વધી રહ્યું છે.હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેલમહાકુંભની 2010થી શરૂઆત કરાવી તેની જવલંત સફળતાથી આજે ગુજરાતમાં સ્પોર્ટસ કલ્ચર અને એક આખી ઇકોસિસ્ટમ ઊભી થઇ છે.

આ પણ વાંચોઃ ગોધરા: શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીના ચતુર્થ ખેલકુદ રમતોત્સવનો પ્રારંભ

રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય ખેલાડીઓ - તેમના નેતૃત્વમાં ગુજરાતે રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરના ધોરણો મુજબની માળખાકીય સુવિધાઓ વિકસાવી છે. ખેલમહાકુંભની તાજેતરની 11મી કડીમાં પંચાવન લાખ રમતપ્રેમીઓ સહભાગી થયા અને ‘ખેલે તે ખિલે’નો મંત્ર સાકાર કર્યો છે તેમ પણ સંઘવીએ ઉમેર્યુ હતું. હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતના ખેલમહાકુંભની સફળતાને પગલે સરિતા ગાયકવાડ, માના પટેલ, હરમીત દેસાઇ, મુરલી ગાવિંત જેવા રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય ખેલાડીઓ આપણને મળ્યા છે.

દિકરીઓએ રાષ્ટ્ર-રાજ્યનું નામ રોશન કર્યુ - પેરા ઓલિમ્પીકસમાં પણ ગુજરાતની દિકરીઓએ રાષ્ટ્ર-રાજ્યનું નામ રોશન કર્યુ છે. ખેલાડીઓ-રમતવીરોને પદ્ધતિસરની તાલીમ, પ્રોત્સાહનની સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિકસાવી છે. એટલું જ નહિ, સ્પોર્ટસ પોલિસી જાહેર કરીને સ્પોર્ટસ ક્ષેત્રે રોકાણો પ્રેરિત કરી ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહિ છે. તેમણે કહ્યું કે, રમત-ગમત ક્ષેત્રે કારકીર્દી બનાવવા માંગતા યુવાઓને પદ્ધતિસર અને સાયન્ટીફિક તાલીમ માટે સ્પોર્ટસ યુનિવર્સિટી ગુજરાતે શરૂ કરી છે.

આ પણ વાંચોઃ કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ માટે નીરજ ચોપરા બની શકે છે ભારતના ધ્વજવાહક

વિશાળ પ્લેટફોર્મ ગુજરાત પુરૂં પાડશે - તાજેતરમાં એકતાનગર કેવડીયા ખાતે દેશના રાજ્યોના યુવા અને રમત-ગમતના પ્રભારી પ્રધાનોઓની પરિષદમાં પણ ગુજરાતના સ્પોર્ટસ કલ્ચરની સૌએ સરાહના કરેલી છે. રમત-ગમતપ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત શ્રેષ્ઠ યજમાન છે તે દેશ આખો જાણે છે. દેશભરના પ્રતિભા સંપન્ન ખેલાડીઓને આ 36માં રાષ્ટ્રિય રમતોત્સવના માધ્યમથી વિશાળ પ્લેટફોર્મ ગુજરાત પુરૂં પાડશે.

ગુજરાત હંમેશા દેશ માટે દિશાદર્શક અને રોલમોડેલ - હાલના ઇન્ફ્રાસ્ટ્રકચરનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને 3 મહિનાના વિક્રમી સમયગાળામાં જ આ રમતોત્સવ યોજવા રાજ્ય સરકાર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સંપૂર્ણ સજ્જ છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાત હંમેશા દેશ માટે દિશાદર્શક અને રોલમોડેલ સ્ટેટ રહ્યું છે ત્યારે આ મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટના આયોજનથી ગુજરાત અન્ય રાજ્યો માટે નવું ઉદાહરણ પુરૂં પાડશે એ પણ નિશ્ચિત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.