ETV Bharat / state

કચ્છમાં કોરોના કહેર, વધુ 11 પોઝિટિવ કેસ, અંજારના ન્યાયાધિશ સારવાર હેઠળ

author img

By

Published : Jul 6, 2020, 9:17 PM IST

કચ્છમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આજે કચ્છમાં નવા 11 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ કામગીરીમાં જોડાયું છે.

કચ્છ
કચ્છ

કચ્છ: કચ્છમાં કોરોના મહામારીનુ સંક્રમણ અતિ ભયનજક હદે વધી રહયુ છે. આજે કચ્છમાં નવા 11 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગે કામગીરીમાં જોડાયું છે. અંજારના ન્યાયાધિશ સહિત કુલ 11 નવા કેસ નોંધાયા છે.

કચ્છ જિલ્લા પંચાયતના સત્તાવાર વિગતો મુજબ આજે કચ્છના 11 કેસોમાં મેહસાણાથી આવેલા અંજારના ન્યાયાધિશ, જામનગરથી ગાંધીધામ આવેલા યુવાન, ગાંધીધામ અંતરજાળનો યુવાન, અબડાાસના સાંઘિપુરમના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા છ લોકો, અને રાપરના અધોધ્યાપુરીના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા બે લોકોના સમાવેશ થાય છે. તમામ દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આ્વ્યા છે.

કચ્છમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યાં 196 પર પહોંચી છે અને હાલે 71 કેસ પોઝિટિવ છે, જયારે 9 દર્દીના મોત નિપજયાં છે તેમજ 116 દર્દીઓ સ્વસ્થ થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ ઉપરાંત આજે મુંદરા ખાતે સારવારમાં રહેલા બીએસએફના જવાનને રજા આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.