ETV Bharat / state

ખેડામાં ભાજપની જીતનો વિજયોત્સવ મનાવવામાં આવ્યો

author img

By

Published : Feb 24, 2021, 1:58 PM IST

ખેડા જિલ્લાના નડીયાદ, કઠલાલ અને કપડવંજ ખાતે રાજ્યની 6 મહાનગરપાલિકાઓની યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં જિલ્લા ભાજપ દ્વારા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

6 મહાનગરપાલિકામાં જીતનો વજયોત્સવ જીલ્લામાં ભાજપે મનાવ્યો
6 મહાનગરપાલિકામાં જીતનો વજયોત્સવ જીલ્લામાં ભાજપે મનાવ્યો

  • 6 મહાનગરપાલિકામાં જીતનો વજયોત્સવ જિલ્લામાં ભાજપે મનાવ્યો
  • નડીયાદ, કપડવંજ અને કઠલાલમાં ઉજવણી કરાઈ
  • મતદારોને અભિનંદન પાઠવ્યા બાદ આતશબાજી કરી મીઠાઈ વહેંચી

ખેડાઃ ગુજરાતમા યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમા ભાજપનો ભગવો લહેરાયો છે. મહાનગરપાલિકામાં ભાજપે બહુમતી મેળવી છે.જેને લઈ ખેડા જીલ્લા ભાજપ દ્વારા નડીયાદ, કઠલાલ તેમજ કપડવંજ ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.

મતદારોને અભિનંદન પાઠવ્યા બાદ આતશબાજી કરી મીઠાઈ વહેંચી
મતદારોને અભિનંદન પાઠવ્યા બાદ આતશબાજી કરી મીઠાઈ વહેંચી

જિલ્લામાં ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો

નડિયાદ ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જ્હાનવી વ્યાસ તથા જિલ્લા મહામંત્રી વિપુલ પટેલની આગેવાનીમાં સંતરામ ટાવર પાસે આતશબાજી કરાઈ હતી. આ પ્રસંગે નડિયાદ શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી તથા નગરપાલિકાની ચૂંટણીના ભાજપના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા અને ભાજપની ભવ્ય જીતને વધાવી હતી. સાથે જ નડિયાદ નગરપાલિકામાં પણ ભાજપ ભવ્ય જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામા આવ્યો હતો.

ખેડામાં ભાજપની જીતનો વિજયોત્સવ મનાવવામાં આવ્યો

કપડવંજ અને કઠલાલમાં પણ વિજયોત્સવ ઉજવાયો

જિલ્લા ભાજપ દ્વારા કઠલાલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણની આગેવાનીમાં તથા કપડવંજ ખાતે શહેર ભાજપ દ્વારા વિજયોત્સવની ઉજવણી કરાઈ હતી. મતદારોને અભિનંદન પાઠવીને આતશબાજી કરવામાં આવી હતી. ભાજપની જીતની ખુશીમાં મીઠાઈ પણ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.