ETV Bharat / state

નડિયાદના સંતરામ મંદિરમાં 'સાકર વર્ષા', જુઓ વીડિયો

author img

By

Published : Feb 10, 2020, 10:09 AM IST

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે મહાપૂર્ણિમાએ દિવ્ય મહાઆરતી તેમજ સાકર વર્ષા કરવામાં આવી હતી. જેને લઇને મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું.

ETV BHARAT
નડિયાદના સંતરામ મંદિર ખાતે સાકર વર્ષા કરવામાં આવી

ખેડા: જિલ્લાના નડિયાદમાં સંતરામ મહારાજ દ્વારા માઘ પૂનમે સમાધિ લેવામાં આવી હતી. એક માન્યતા મુજબ, સંતરામ મહારાજ દ્વારા માઘ પૂર્ણિમાએ જીવીત સમાધી લેવામાં આવી, ત્યારે આકાશમાંથી દેવોએ સાકર વર્ષા કરી હતી. જેથી દર વર્ષે સમાધિ મહોત્સવની ઉજવણી પ્રસંગે મહા મહિનાની પૂનમે મંદિરમાં સાકર વર્ષા કરવામાં આવે છે. માન્યતાને લઇને મંદિરના મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં સેવકો દ્વારા સાકર વર્ષા કરવામાં આવી હતી.

નડિયાદના સંતરામ મંદિર ખાતે સાકર વર્ષા કરવામાં આવી

હજારો કિલ્લો સાકર અને કોપરાનાં પ્રસાદની ઉછામણી કરવામાં આવી હતી. જેથી મહાઆરતી અને સાકર વર્ષાનો લાભ લેવા ભક્તોનું માનવ મહેરામણ મંદિર ખાતે ઉમટ્યું હતું અને મંદિર પરિસર જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

Intro:ખેડા જીલ્લાના નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જે નિમિત્તે મહાપૂર્ણિમાએ દિવ્ય મહાઆરતી તેમજ સાકરવર્ષા કરવામાં આવી હતી.જેને લઇ મંદિરમાં ભાવિકોનો વિશાળ મહેરામણ ઉમટ્યો હતો. Body:સંતરામ મહારાજ દ્વારા માઘ પૂનમે સમાધિ લેવામાં આવી હતી.માનવામાં આવે છે કે સંતરામ મહારાજ દ્વારા માઘ પૂર્ણિમાએ જીવીત સમાધી લેવામાં આવી ત્યારે આકાશમાંથી દેવોએ સાકરવર્ષા કરી હતી.જેને લઈને દર વર્ષે સમાધિ મહોત્સવની ઉજવણી પ્રસંગે મહા મહિનાની પૂનમે મંદિર ખાતે સાકરવર્ષા કરવામાં આવે છે.જેને લઇ મંદિરના મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં સેવકો દ્વારા સાકરવર્ષા કરવામાં આવી હતી.હજારો કિલો સાકર અને કોપરાનાં પ્રસાદની ઉછામણી કરવામાં આવી હતી.મહા આરતી અને સાકરવર્ષાનો લાભ લેવા ભાવિકોનો વિશાળ મહેરામણ મંદિર ખાતે ઉમટ્યો હતો.Conclusion:સમગ્ર મંદિર પરિસર જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.