ETV Bharat / state

Nadiad sports complex : આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ગુજરાતને તૈયાર કરવા અહીં શું સજ્જતા જોવા મળી જૂઓ

author img

By

Published : May 3, 2022, 9:13 PM IST

નડિયાદ ખાતેના રમત સંકુલની (Nadiad sports complex) મુલાકાત રાજ્યના રમત પ્રધાન હર્ષ સંઘવીએ (Sports Minister Harsh Sanghvi) લીધી હતી. અહીં તેમણે કઇ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને ખેલાડીઓ પાસેથી ઇનપુટ્સ મેળવ્યાં તે વિશે વધુ વાંચો અહેવાલમાં.

Nadiad sports complex : આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ગુજરાતને તૈયાર કરવા અહીં શું સજ્જતા જોવા મળી જૂઓ
Nadiad sports complex : આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ગુજરાતને તૈયાર કરવા અહીં શું સજ્જતા જોવા મળી જૂઓ

અમદાવાદ- ગુજરાતને રમત ક્ષેત્રે આગળ લઇ જવા સરકાર એક વિઝનરી મિશન લઈને ચાલી રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે સરદાર પટેલ એન્કલેવમાં આવેલું છે. જ્યાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ તૈયાર થઈ રહ્યું છે. અમદાવાદના નારણપુરામાં અન્ય એક સ્પોર્ટ્સ સંકુલ બનવા જઈ રહ્યું છે. રાજ્યના 18 જિલ્લામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ આવેલા છે. રાજ્યના બાકી રહેલા જિલ્લામાં પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બની રહ્યા છે. તાલુકા કક્ષાએ પણ આવા કોમ્પ્લેક્ષ બનાવવાની યોજના છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને મળીને આ કાર્ય કરી રહ્યાં છે. વડાપ્રધાને ગુજરાત ખેલ મહાકુંભ 2022 નો પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષના ગુજરાતના બજેટમાં રમતો પાછળ 250 કરોડની ફાળવણી કરાઈ છે.

21 એકરમાં ફેલાયેલા નડિયાદ રમત સંકુલમાં હર્ષ સંઘવી

સુરત ખાતે બનશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ - નડિયાદ ખાતેના રમત સંકુલની મુલાકાત (Nadiad sports complex)રાજ્યના રમત પ્રધાન હર્ષ સંઘવીએ (Sports Minister Harsh Sanghvi)લીધી હતી. તેમણે અહીંની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ ખેલાડીઓ પાસેથી ઇનપુટ્સ મેળવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વર્તમાનમાં 18 જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ બન્યા છે. આગામી સંકુલ સુરતમાં બનશે. જ્યાં અહીં સિવાયની અન્ય રમતો પર ધ્યાન અપાશે.

નડિયાદ ખાતેનું રમત સંકુલ - નડિયાદ ખાતેનું રમત સંકુલ (Nadiad sports complex)કુલ 21 એકરમાં ફેલાયેલ છે. જેમાં 350 બેડની ગર્લ્સ હોસ્ટેલ અને 400 બેડની બોયઝ હોસ્ટેલ આવેલી છે. 150 ખેલાડીઓ એક સાથે બેસીને ભોજન લઇ શકે તેવી મેસ આવેલી છે. સંકુલમાં ઇનડોર કુસ્તી હોલ આવેલ છે. વોલીબોલના ઇનડોરમાં એક અને આઉટડોરના કુલ ચાર મેદાન છે. એટલે કે કોઈપણ સિઝનમાં તમે રમતની પ્રેક્ટિસ કરી શકો છો. આ ઉપરાંત ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો સિન્થેટિક એથ્લેટીક્સ ટ્રેક આવેલ છે. જ્યાં દોડ, કુદ, હરડલ્સ વગેરેની પ્રેક્ટિસ કરાય છે. સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર આર્ચરીનું મેદાન છે. એમાં એક સાથે 30 ખેલાડીઓ તાલીમ મેળવી શકે છે. તેમાં વર્તમાનમાં 41 ખેલાડીઓ તાલીમ મેળવી રહ્યા છે. એક આર્ચરીનું યંત્ર 04-05 લાખ રૂપિયાનું આવે છે. અહીં તમામ સુવિધાઓ આંતરરાષ્ટ્રીય કક્ષાની છે.

આ પણ વાંચોઃ ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલના મયુર ઠાકોરનો નેશનલ ખો- ખો ટીમમાં સમાવેશ

નડિયાદ ખાતે દેશના હાઈ પર્ફોર્મન્સ સેન્ટર બિલ્ડિંગની સુવિધાઓ -નડિયાદ ખાતે રમતો માટે દેશમાં હાઈ પરફોર્મન્સ સેન્ટર 32 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે. જેના કુલ 5 માળ(Nadiad sports complex) છે. ગ્રાઉન્ડ ઉપર જિલ્લા રમત વિકાસ અધિકારીની ઓફીસ તથા વહીવટી ઓફિસ અને કેન્ટીન આવેલા છે. ઉપરાંત સ્વિમિંગ પૂલ, વેલનેસ સેન્ટર વગેરે જેવી સુવિધાઓ છે. પહેલા માળે ખેલાડીઓ માટે સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગની તાલીમ આપવામાં આવે છે. તથા ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ રિસર્ચ સેન્ટર આવેલા છે. બીજા માળ ઉપર વોલીબોલ કોર્ટ આવેલી છે. જ્યાં સ્ટેટ એકેડેમીના ખેલાડીઓ તાલીમ મેળવે છે. ત્રીજા માળે વિશાળ કોન્ફરન્સ રૂમ તથા ટેકવાંડો ઇન્ડોર હોલ આવેલ છે. ચોથા માળે શૂટિંગ એકેડમી શરુ કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ કોર્ટ આવેલ છે. જ્યારે પાંચમા માળે અદ્યતન ઓડિયો-વીડિયોની સુવિધા વાળો હોલ આવેલ છે. જેમાં 250 ખેલાડીઓ એક સાથે બેસી શકે છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ લાઈબ્રેરી પણ આવેલી છે.

ખેલ મહાકુંભના ખેલાડીઓ - નડિયાદ ખાતે તાલીમ લઇ રહેલા મોટાભાગના ખેલાડીઓ ખેલ મહાકુંભમાં (Khel Mahakumbh)સારું પ્રદર્શન કરીને આવ્યા છે. ખેલ મહાકુંભ થકી ગુજરાતના અનેક જિલ્લામાંથી સારા ખેલાડીઓ મળ્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતનાર અને સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓ પણ ખેલ મહાકુંભમાંથી બહાર આવ્યા છે. અહીં સ્ટેટ લેવલના ખેલાડીઓને તાલીમ અને સુવિધા પૂરી પાડવામાં આવે છે. 2002 માં રાષ્ટ્રીય રમત સ્પર્ધામાં ગુજરાતને 09 મેડલ જ મળ્યા હતા. 2020 માં તેમાં અઢળક વધારો થયો છે. તે ખેલ મહાકુંભને આભારી છે.

રમત પ્રધાને ખેલાડીઓ પાસેથી ઇનપુટ્સ મેળવ્યાં છે
રમત પ્રધાને ખેલાડીઓ પાસેથી ઇનપુટ્સ મેળવ્યાં છે

કેટલા ખેલાડીઓ નડિયાદ સંકુલ ખાતે તાલીમ લઈ રહ્યા છે ? - વર્તમાનમાં નડિયાદ સ્પોર્ટ્સ સંકુલ (Nadiad sports complex)ખાતે જુદી-જુદી રમતોમાં રાજ્યકક્ષાના 233 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં 129 યુવાનો છે અને 104 યુવતીઓ છે. આર્ચરીમાં કુલ 41, એથ્લેટીક્સમાં કુલ 67, ટેકવાંડોમાં કુલ 18, વોલીબોલમાં 93 ખેલાડીઓ છે.

હર્ષ સંઘવીની ભેટ - રમતપ્રધાન હર્ષ સંઘવીએ નડિયાદ સેન્ટરની(Nadiad sports complex) મુલાકાત દરમિયાન આર્ચરીના તીરોનો એક મોંઘો સેટ સંસ્થાને આપવાનું નક્કી કર્યું છે. ખેલાડીઓને પૌષ્ટિક ભોજન માટે પ્રતિ ખેલાડી બજેટ 360થી વધારીને 480 કર્યું છે. હર્ષ સંઘવીએ આ પ્રસંગે ખેલાડીઓ પાસેથી સજેશન માંગ્યા છે. પેરા ખેલાડીઓ માટે પણ એક અલગ સંકુલ બનાવવાની વાત તેમણે કરી હતી. તેમણે સંકુલમાં સ્વચ્છતા અને શિસ્ત જળવાય તેવી કડક સૂચના સંકુલના અધિકારીઓને આપી હતી. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર ઓફિસમાં બેસીને નહીં પરંતુ ફિલ્ડમાં જઈને કામ કરવામાં માને છે. તમારી પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, ત્યારે તમારી જવાબદારી બને છે કે તમે ગુજરાતને મેડલ લાવી આપો.

આ પણ વાંચોઃ International Lions Club: 32 વર્ષ બાદ કોઈ ચિત્ર પ્રથમવાર ભારત તરફથી શિકાગોમાં ફાઇનલ માટે પસંદગી

થર્ડ પાર્ટી ઓડિટ - હર્ષ સંઘવીએ પોતાના વક્તવ્યમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સરકાર આપની પાછળ ખર્ચ કરી રહી છે તો ગુજરાતને તેનું વળતર મળવું જોઇએ. તે ખર્ચે યોગ્ય જગ્યાએ થઈ રહ્યો છે તે માટે થર્ડ પાર્ટી ઓડિટ પણ આવા સંકુલોમાં થશે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ આવતા હજી વાર લાગશે. સ્પોર્ટસ પોલિસી બનાવવા ખેલાડીઓ અને એક્સપર્ટના ઇનપુટ્સ લેવામાં આવ્યા છે.

સ્પોર્ટ્સ પોલિસીના મહત્વના પાસા - આગામી સ્પોર્ટ્સ પોલિસીમાં ગુજરાતને (Important aspects of sports policy in Gujarat) સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સ્ટેટ બનાવાશે. ખેલાડીઓને કેશ એવોર્ડ અપાશે. ગ્રાસરૂટ સ્પોર્ટને મહત્વ અપાશે. ઇન્ટરનેશનલ ઇવેન્ટસ ગુજરાતમાં યોજાય તેવી વ્યવસાથો ઉભી કરશે.

પેરા એથલીટ માટે અલગ સેન્ટર ઉભું કરાશે - સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર જોર અપાશે. સ્પોર્ટ્સ લીગ યોજાશે. સ્પોર્ટ્સ ઇંક્યુબેટર સેન્ટર ઉભા થશે. કોચ માટે પાથવે બનશે. ડેટા એનલિટિક્સ અને સ્પોર્ટ્સ સાયન્સને સૌથી વધુ મહત્વ અપાશે. ખેલાડીઓના ભલા માટે યોજાનાઓ લાવશે. તેમની સ્ટ્રેન્થ વધારાશે. ઉપરાંત પર્યાવરણનું ધ્યાન રાખવા નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ પોલીસી અપનાવાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.