ETV Bharat / city

International Lions Club: 32 વર્ષ બાદ કોઈ ચિત્ર પ્રથમવાર ભારત તરફથી શિકાગોમાં ફાઇનલ માટે પસંદગી

author img

By

Published : Mar 14, 2022, 5:33 PM IST

કોરોના લોકડાઉન હોવાના કારણે અમે બહાર જઈ શકતા નહોતા. જેથી હુલાહુપ એક એવી રમત જે અમે ઘરમાં પણ રમી શકતા હતા. જેને હુલાહુપ ઘરે શીખ્યા હતા અને સોલોમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. ઈન્ટરનેશન લાયન્સ કલબમાં એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ક્રિષાએ ચિત્ર દોર્યું હતું જે 3 રાઉન્ડ પાસ કરી શિકાગોમાં ફાઇનલમાં સિલેક્શન થયું છે

માર્વેલ્સ બુક ઓફ રેકોર્ડ,2021માં હુલાહુપ સોલોમાં 1 મિનિટમાં 182 રાઉન્ડ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
માર્વેલ્સ બુક ઓફ રેકોર્ડ,2021માં હુલાહુપ સોલોમાં 1 મિનિટમાં 182 રાઉન્ડ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

અમદાવાદ -બે બહેનોએ હુલાહુપ રમતમાં (Hulahoop game )સોલોમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, તેઓએ કોરોના લોકડાઉનમાં (Corona Lockdown)હુલાહુપ શીખ્યા હતા. ક્રિષાનું 32 વર્ષ પછી કોઇ ચિત્ર શિકાગોમાં ફાઇનલ (Picture selected in final Chicago event)માટે પસંદ થયું છે. જે પરિણામ આગામી એપ્રિલ મે મહિનામાં આવશે. અમદાવાદના સાયન્સ સીટી (Science City of Ahmedabad)વિસ્તારમાં રહેતા હિમાંશુભાઈ પુજારાની બે દીકરીએ હુલાહુપ સોલોમાં વર્લ્ડરેકોર્ડ(World record in hulahoop solo) બનાવ્યા છે. જેમાં એલીના માત્ર 6 ઉમરની છે જેણે માત્ર 1 મિનિટમાં 172 રાઉન્ડ અને ક્રિષા જે 12 વર્ષની ઉમરે જ 1 મિનિટમાં 182 રાઉન્ડ કરી રેકોર્ડ નોંધાવ્યો હતો.

બે બહેનોએ હુલાહુપ રમતમાં સોલોમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

કોરોના લોકડાઉન સમયનો સદઉપયોગ કર્યો, જીલ્પા બેન - જીલ્પાબેન ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે,મારી બંને દીકરીએ કોરોના લોકડાઉન સમયમાં ઘરમાં રહીને કંટાળીને કઈક અલગ કરવાનો પ્રયત્ન કર્યો જેમાંથી બન્ને સોશિયલ મીડિયા અને ગૂગલની મદદથી પ્રેક્ટિસ કરી સફળતા મેળવી છે.

ક્રિષા મેળવ્યા છે અનેક એવોર્ડ - 12 વર્ષની ઉંમર સુધીમાં ક્રિષા અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે જેમાં 2017માં રાષ્ટ્રીય કલા જ્યોતિ એવોર્ડ, 2018માં અખિલ ભારતીય સિતો રિયુ કરાટેમાં સિલ્વર મેડલ, 2019માં પિકસો આર્ટ કોન્ટેસ્ટમાં ઇન્ટરનેશનલ લેવલ ગોલ્ડન આર્ટિસ્ટ એવોર્ડ, 2020માં હાઈ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા રેકોર્ડ, માર્વેલ્સ બુક ઓફ રેકોર્ડ,2021માં હુલાહુપ સોલોમાં 1 મિનિટમાં 182 રાઉન્ડ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

આ પણ વાંચો: સાહસ કોઇ વયનું મોહતાજ નથી, મુરૈનાના બાળવીર અદ્રિકા અને કાર્તિકે કર્યું હતું ભારે હિંમતનું કામ

માત્ર 6 વર્ષની એલીના મેળવ્યા 6 મેડલ - એલીના માત્ર 6 વર્ષની ઉંમરમાં અનેક સિદ્ધિ હાંસલ કરી છે જેમાં 2019માં રાષ્ટ્રીય કક્ષાએ ડ્રોઈંગમાં સિલ્વર મેડલ, 2020માં ચિત્રમાં ત્રણ એવોર્ડ હાઈ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ(High Range Book of World Records), ઇન્ડિયા રેકોર્ડ,મારવેલ્યુસ બુક ઓફ રેકોર્ડ, જ્યારે 2022માં હુલા હુપમાં 1 મિનિટમાં 172 રાઉન્ડ કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો છે.

કોરોના સમયમાં બહાર ન જવાથી ઇન્ડોર રમત પસંદ કરી, ક્રિષા - ક્રિષાએ ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,કોરોનાકાળ ઘરમાં શરૂઆતમાં મજા આવતી હતી. પણ પછી અમે લોકડાઉન હોવાના કારણે બહાર જઈ શકતા નહોતા જેથી અમે હુલાહુપ એક એવી રમત જે અમે ઘરમાં પણ રમી શકતા હતા. તેથી આ રમત પસંદ કરી.

આ પણ વાંચો: સુરતની 11 વર્ષની ચાર્વી ડોરાની અનોખી સિદ્ધિ : 4 વર્ષમાં 2000થી વધુ પુસ્તકો વાંચી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

32 વર્ષ પછી ભારતનું કોઇ ચિત્ર શિકાગોમાં ફાઇનલ માટે પસંદ થયું - ઈન્ટરનેશન લાયન્સ કલબમાં(An event at the International Lions Club) એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજેશ બારૈયાએ કલબ તરફથી સ્પોન્સર કરવામાં આવ્યા હતા. ત્યાં ક્રિષાએ ચિત્ર દોર્યું હતું. જે ભારતમાં 3 રાઉન્ડ પાસ કરી ફાઇનલમાં સિલેક્શન થયું છે. જે ભારત તરફથી 32 વર્ષ બાદ કોઈ ચિત્ર પ્રથમવાર શિકાગોમાં ફાઇનલ માટે પસંદગી કરવામાં આવ્યું છે. જેનું પરિણામ આગામી મહિને એટલે કે એપ્રિલ મે મહિનામાં જાહેર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.