ETV Bharat / state

ખેડા કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં 57 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Apr 17, 2021, 10:56 PM IST

ખેડા જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે શનિવારના રોજ જિલ્લામાં એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 57 કોરોના કેસ નોધાયા છે. નડીયાદ સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ નોધાયા છે.

Kheda corona Update
Kheda corona Update

  • ખેડામાં એક જ દિવસમાં 57 કેસ નોંધાયા
  • નડીયાદમાં 30 પોઝિટિવ કેસ નોંધાયા
  • ખેડા જિલ્લામાં હાલ કુલ 260 દર્દી દાખલ

ખેડા : જિલ્લામાં દિવસે દિવસે કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે સતત વધી રહ્યું છે. જેમાં શનિવારના રોજ 57 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ખેડા જિલ્લાના તાલુકાની વાત કરીએ તો નડિયાદમાં 30, ખેડામાં 11, મહેમદાવાદમાં 4, મહુધામાં 4, કપડવંજમાં 3, ઠાસરામાં 2, ગળતેશ્વરમાં 2 અને માતરમાં 1 એમ કુલ મળીને 57 કેસ નોધાયા છે. જે જિલ્લામાં અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

આ પણ વાંચો - ખેડા જિલ્લાના વિવિધ ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન

જિલ્લામાં હાલ કુલ 260 દર્દી દાખલ

ખેડા જિલ્લામાં અત્યાર સુધી કુલ 4,542 પોઝિટિવ કેસ નોધાયા છે. જેમાંથી 4,263 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ જિલ્લામાં વિવિધ હોસ્પિટલમાં કુલ 260 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે.

આ પણ વાંચો - ખેડામાં કોરોનાનો બ્લાસ્ટ, ગુરુવારે નોંધાયા નવા 49 કેસ

જિલ્લામાં જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ

ખેડા જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને વધતું અટકાવવા તંત્ર દ્વારા જરૂરી તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે જ તંત્ર દ્વારા દર્દીઓની વધતી સંખ્યાને પગલે સારવાર માટેની જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. લોકોને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરી સહકાર આપવા અપીલ કરાવામાં આવી રહી છે.

આ પણ વાંચો - ખેડામાં કોરોનાના કેસમાં સતત વધારો, 35 નવા કેસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.