ETV Bharat / state

ઠેર ઠેર સ્વાગત અને ગ્રામજનો દ્વારા ઉપલબ્ધ કરાવાતી વ્યવસ્થાથી દાંડીયાત્રીઓ થયા પ્રભાવિત

author img

By

Published : Mar 16, 2021, 8:57 PM IST

કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન પ્રહલાદસિંહ પટેલની આગેવાનીમાં 12મી માર્ચથી સાબરમતી આશ્રમ ખાતેથી નીકળેલી દાંડીયાત્રા ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ પહોંચી હતી. ખેડા જિલ્લામાં યાત્રાના પ્રવેશ સાથે તેમજ ત્યારબાદ ઠેરઠેર કરવામાં આવેલા સ્વાગત તેમજ ગ્રામજનો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી વિવિધ વ્યવસ્થાથી પદયાત્રીઓ સંતુષ્ટ અને ભારે પ્રભાવિત બન્યા છે.

nadiad news
nadiad news

  • ઠેર ઠેર પદયાત્રીઓનું કરવામાં આવી રહ્યું છે ભવ્ય સ્વાગત
  • 81 પદયાત્રીઓ સાથે પહોંચેલી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે
  • બાપુને જોયા નથી, પરંતુ બાપુની યાત્રાનો અનુભવ જરૂર કરી રહ્યા છીએ : પદયાત્રી

ખેડા : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 12મી માર્ચના રોજ પ્રસ્થાન કરાવવામાં આવેલી દાંડીયાત્રા ખેડા જિલ્લામાં પહોંચી ચૂકી છે. ખેડા જિલ્લામાં યાત્રાનો ચોથો દિવસ છે. સોમવારની સાંજે યાત્રા નડિયાદ ખાતે પહોંચી હતી. જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ મુખ્યપ્રધાને દાંડીયાત્રીઓને સંબોધન કર્યું હતું.

ઠેર ઠેર પદયાત્રીઓનું કરવામાં આવી રહ્યું છે ભવ્ય સ્વાગત

આ પણ વાંચો - દાંડી યાત્રાના 91 વર્ષ પૂર્ણઃ જિલ્લા અને મહાનગરોના 75 સ્થળોએ થશે ઉજવણી

ઠેર ઠેર પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત

દાંડીયાત્રા ખેડા જિલ્લામાં પ્રવેશતા પિંગળજ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. જે ગામથી યાત્રા પસાર થાય છે, તે ગામેગામ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં નવાગામ, માતર તેમજ નડિયાદ ખાતે યાત્રાએ રાત્રિ રોકાણ કર્યું હતું. સોમવારની રાત્રે યાત્રા ખેડા જિલ્લામાં નડિયાદ નજીક ડભાણ ખાતે પહોંચતા ત્યાં બપોરે વિરામ તેમજ ભોજન કરવામાં આવ્યું હતું. રાત્રે નડિયાદના સંતરામ મંદિર ખાતે ભોજન તેમજ રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું.

nadiad news
દાંડીયાત્રા ખેડા જિલ્લામાં પ્રવેશતા પિંગળજ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ

આ પણ વાંચો - વડાપ્રધાને સભા સ્થળેથી દાંડી યાત્રાનો આરંભ કરાવ્યો

81 પદયાત્રીઓ સાથે પહોંચેલી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે

યાત્રા 81 પદયાત્રીઓ સાથે અમદાવાદ ખાતેથી નિકળી હતી. નડિયાદ ખાતે પહોંચતા 300 ઉપરાંત લોકો યાત્રામાં હતા. યાત્રામાં લોકો જોડાતા જઈ રહ્યા છે જેને લઇ અત્યારે યાત્રામાં 300 ઉપરાંત વ્યક્તિઓ પગપાળા પદયાત્રા કરી રહ્યા છે.

nadiad news
81 પદયાત્રીઓ સાથે પહોંચેલી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે

આ પણ વાંચો - દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવતા એવું લાગી રહ્યું છે કે, તમામ તીર્થસ્થાનોનો સંગમ આજે થયો છે: વડાપ્રધાન મોદી

દવા, પાણી, ભોજન સહિતની વ્યવસ્થા

યાત્રામાં પદયાત્રીઓ માટે ઠંડુ પાણી,લીંબુ પાણી, છાશ તેમજ ડૉકટર અને દવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તેમજ વિરામ અને રાત્રિ રોકાણ સમયે ભોજનની વ્યવસ્થા ગ્રામજનો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ વ્યવસ્થાઓથી પદયાત્રીઓ સંતુષ્ટ બન્યા છે, તેમજ ગ્રામજનોના આદરભાવથી ભારે પ્રભાવિત બન્યા છે.

nadiad news
બાપુને જોયા નથી, પરંતુ બાપુની યાત્રાને મહેસુસ જરૂર કરી રહ્યા છીએ : પદયાત્રી

આ પણ વાંચો - ભાવનગરમાં 4 સ્થળો પર અમૃત મહોત્સવ યોજાયો તો દાંડી યાત્રા પર નાટક રજૂ થયું

બાપુને જોયા નથી, પરંતુ બાપુની યાત્રાને મહેસુસ જરૂર કરી રહ્યા છીએ : પદયાત્રી

પદયાત્રીઓ દાંડીયાત્રામાં જોડાવાને પોતાનું સદ્દભાગ્ય માને છે. અમે ગાંધીજીને જોયા તો નથી, પરંતુ બાપુ જે રસ્તે યાત્રામાં નીકળ્યા હતા, તે રસ્તે તેમના પદચિહ્નોને નમન કરતા બાપુની યાત્રાનો અનુભવ જરૂર કરી રહ્યા છીએ, તેમ પદયાત્રીઓ જણાવી રહ્યાં છે.

nadiad news
ખેડા જિલ્લામાં નડિયાદ નજીક ડભાણ ખાતે પહોંચતા ત્યાં બપોરે વિરામ તેમજ ભોજન કરવામાં આવ્યું

આ પણ વાંચો - દાંડી યાત્રા 2021માં આણંદ જિલ્લાના 5 સભ્યો જોડાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.