ETV Bharat / state

કોરોના મહામારીથી બજારોમાં મંદીનો માહોલ

author img

By

Published : Sep 26, 2020, 10:57 AM IST

કોરોના મહામારીમાં લોકડાઉન બાદ સ્થિતિ સામાન્ય કરવા અનલોક જાહેર કરવામાં આવ્યું છે.જોકે અનલોક રાહતને બદલે આફત લઈને આવ્યું હોય તેમ ખાદ્યતેલ અને દાળોના ભાવોમાં વધારો થયો છે. સર્વત્ર બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.ગ્રાહકોથી ઉભરાતા બજારો સુમસામ થતા વ્યાપારીઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તો ચાલો જાણીએ બજારની સ્થિતિ.

kheda market
બજાર બેહાલ

  • કોરોના મહામારીથી બજારોમાં મંદીનો માહોલ
  • ગ્રાહકોથી ઉભરાતું નડિયાદનું ગંજ બજાર સૂમસામ
  • ખાદ્યતેલ તેમજ દાળ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો

ખેડા : કોરોના મહામારીએ સમગ્ર માનવ જીવન વ્યાપક રીતે પ્રભાવિત કર્યું છે.જેમાં વિશેષ રીતે ધંધા-રોજગારને માઠી અસર થઇ છે. મહામારીને પગલે બજારોની રોનક છીનવાયેલી જોવા મળી રહી છે.

કોરોના મહામારીથી બજારોમાં મંદીનો માહોલ

કોરોના મહામારીને પગલે લોકડાઉન જાહેર થતા બજારો બંધ હતી.બાદમાં અનલોકની જાહેરાત છતાં ધંધા રોજગાર શરૂ થયા હતા.જો કે અનલોક રાહતને બદલે આફત લઈને આવ્યું હોય તેમ ખાદ્યતેલ અને દાળના ભાવમાં વધારો થયો છે.મહામારી પહેલાની સામાન્ય સ્થિતિ કરતા અત્યારે અનલોકમાં તેલ અને દાળના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

ખાદ્યતેલમાં સરેરાશ 10 રૂ.નો વધારો થયો છે.પહેલા એક કિલો તેલનો ભાવ 95 રૂ. હતો. જે અનલોક બાદ હવે રૂ.105 થયો છે.તે જ રીતે વિવિધ દાળમાં પણ સરેરાશ 10 રૂ.નો વધારો થયો છે. તુવેર દાળનો ભાવ પહેલ 75 રૂ. હતો હવે 85 રૂ.થયો છે. ચણા દાળનો 50 થી 52 રૂ. ભાવ હતો જે વધીને 62 રૂ.થી 64 રૂ. થયો છે. કોરોના પહેલાની સ્થિતિ હવે બજારોમાં જોવા મળતી નથી.

કોરોના મહામારી પહેલા ભારે ચહલ-પહલ અને ભીડથી ઉભરાતું નડિયાદ ગંજ બજાર સૂમસામ બની ગયું છે.વેપારીઓ ગ્રાહકોની રાહ જોતા બેસી સમય પસાર કરી રહ્યા છે. દુકાનો પર ગ્રાહકોની રાહ જોઈ રહેલા વ્યાપારીઓ નિરાશા અનુભવી રહ્યા છે.

ખાદ્યતેલ તેમજ દાળ સહિતની કેટલીક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે.એકંદરે અનલોક બાદ પણ વેપાર-ધંધાની સ્થિતિ હજી સામાન્ય બની શકી નથી.ગ્રાહકોથી ઉભરાતા બજારો સુમસામ થતાં બેહાલ બન્યા છે.વેપારીઓ ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

વેપાર ધંધા સાથે સંકળાયેલ છૂટક મજૂરો પણ માંડ માંડ મજૂરી મેળવી ગુજારો કરી રહ્યા છે. અનલોક પ્રક્રિયા બજારોની રોનક પાછી લાવી શકી નથી. મહામારીને કારણે બજારો સુમસામ અને બેહાલ બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.