ETV Bharat / state

નડિયાદ નગરપાલિકામાં ભાજપ જીત તરફ આગળ વધ્યું

author img

By

Published : Mar 2, 2021, 4:29 PM IST

નડિયાદ નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણી અંંતર્ગત આજે મંગળવારે મતગણતરી પ્રક્રિયા યોજાઇ રહી છે. જેમાં નડિયાદ નગરપાલિકામાં અત્યાર સુધી કરવામાં આવેલી ગણતરીમાં ભાજપને 27 બેઠકો મળી છે, જ્યારે અપક્ષ 2 અને કોંગ્રેસને ફાળે 1 બેઠક આવી છે. ભાજપ જીત તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે.

kheda
kheda

  • નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની મતગણતરીમાં ભાજપ જીત તરફ આગળ વધ્યું
  • વિજેતા ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ
  • ભાજપને 27 બેઠકો, જ્યારે અપક્ષ 2 અને કોંગ્રેસને ફાળે 1 બેઠક
    નડિયાદ નગરપાલિકામાં ભાજપ જીત તરફ આગળ વધ્યુ

ખેડા: નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે મંગળવારે યોજાયેલી મતગણતરીમાં ભાજપ જીત તરફ આગળ વધતા ઉમેદવારો તેમજ સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વૉર્ડ નંબર 3, 9 અને 10માં ભાજપની પેનલનો વિજય થયો છે. જેને લઈને વિજેતા ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

નડિયાદ નગરપાલિકામાં ભાજપ જીત તરફ આગળ વધ્યું
નડિયાદ નગરપાલિકામાં ભાજપ જીત તરફ આગળ વધ્યું

વિજેતા ઉમેદવારો જનતાનો વિશ્વાસ ટકાવી રાખશે

તેમજ વિજેતા ઉમેદવારો જનતાએ પોતાનામાં મૂકેલા વિશ્વાસને ટકાવી વિકાસના કાર્યો કરશે તેવું જણાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.