ETV Bharat / state

નડીયાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના દર્દીએ કરી આત્મહત્યા

author img

By

Published : Jun 10, 2021, 12:49 PM IST

ખેડા જિલ્લાના નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ દાખલ થયેલા કોરોનાના દર્દીએ બીમારીથી કંટાળી સિવિલ હોસ્પિટલ પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. આ પહેલા દોઢેક મહિના અગાઉ હોસ્પિટલમાં દાખલ એક અન્ય દર્દીએ પણ આત્મહત્યા કરી હતી.

નડીયાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના દર્દીએ કરી આત્મહત્યા
નડીયાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના દર્દીએ કરી આત્મહત્યા

  • કોરોના દર્દીએ છલાંગ લગાવી કરી આત્મહત્યા
  • બિમારીથી કંટાળી મહુધાના સરદારપુરાના દર્દીએ કરી આત્મહત્યા
  • અઠવાડીયાથી કોરોના સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા

ખેડાઃ નડીયાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીએ હસ્પિટલમાંથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. સારવાર મેળવી રહેલા દર્દીએ બીમારીથી કંટાળી અંતિમ પગલું ભર્યું હતું.

નડીયાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના દર્દીએ કરી આત્મહત્યા

આ પણ વાંચોઃ વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીએ આત્મહત્યા કરી

અઠવાડીયાથી કોરોના સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા

નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે મહુધા તાલુકાના સરદારપુરાના 48 વર્ષિય વિજય ભોજાણી કોરોના સંક્રમિત થયા હતા. વિજય ભોજાણી કોરોના સંક્રમિત થતા છેલ્લા અઠવાડીયાથી સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા હતા. તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હતા.

બિમારીથી કંટાળી કરી આત્મહત્યા

વિજય ભોજાણી અઠવાડિયાથી દાખલ હોવાથી બીમારીથી માનસિક રીતે કંટાળી ગયા હતા તેમજ મારા માટે પરિવારને સહન કરવું પડશે તેમ વિચારી હોસ્પિટલમાંથી મોતની છલાંગ લગાવી હતી. તેમના પરિવારમાં પત્નિ અને બે સંતાન છે.

નડીયાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના દર્દીએ કરી આત્મહત્યા
નડીયાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના દર્દીએ કરી આત્મહત્યા

આ પણ વાંચોઃ ઇન્દોરની MTH હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીએ કરી આત્મહત્યા

દોઢેક મહિના અગાઉ પણ એક દર્દીએ હોસ્પિટલમાંથી છલાંગ લગાવી કરી હતી આત્મહત્યા

સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર હેઠળ દાખલ એક અન્ય દર્દીએ પણ દોઢેક મહિના અગાઉ છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. મહીસાગરના બાલાસિનોરના દર્દી દસેક દિવસથી દાખલ હોવાથી બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું હતું. જે બાદ વધુ એક દર્દીએ મોતને વહાલું કર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.