ETV Bharat / state

ખેડામાં જિલ્લામાં શુક્રવારે 36 નવા કેસ નોધાયા

author img

By

Published : May 29, 2021, 9:28 PM IST

ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં કેસમાં સતત ચિંતાજનક વધારો થયો હતો. જે બાદ હાલ કોરોના સંક્રમણની ગતિ ધીમી થઈ હોવાનું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે જિલ્લામાં 36 નવા કેસ નોધાયા હતા.

ખેડામાં જિલ્લામાં શુક્રવારે 36 નવા કેસ નોધાયા
ખેડામાં જિલ્લામાં શુક્રવારે 36 નવા કેસ નોધાયા

  • જિલ્લામાં સંક્રમણમાં થઈ રહ્યો છે ઘટાડો
  • શુક્રવારે નવા 36 કેસ નોંધાયા
  • હાલ કુલ 353 દર્દીઓ દાખલ

ખેડાઃ જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં કેસમાં સતત ચિંતાજનક વધારો થયો હતો. જે બાદ હાલ કોરોના સંક્રમણની ગતિ ધીમી થઈ હોવાનું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે જિલ્લામાં 36 નવા કેસ નોધાયા હતા. ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં શુક્રવારે નડીયાદ 18, મહેમદાવાદ 2, કઠલાલ 4, મહુધા 1, વસો 3, કપડવંજ 1, માતર 2, ઠાસરા 5 મળી કુલ 36 પોઝિટિવ કેસ નોંધાયા છે.

હોસ્પિટલોમાં બેડ ખાલી થઈ રહ્યા છે

દસેક દિવસ પહેલા સુધી કોરોના સંક્રમણમાં સતત વધારો થતા જિલ્લાની વિવિધ હોસ્પિટલો ફુલ થઈ હતી. જ્યાં ખાલી બેડ મળી શકતા ન હોતા. હવે સંક્રમણ ઘટતા હોસ્પિટલોમાં બેડ ખાલી થવા માંડ્યા છે.

દર્દીઓ વધવાના દરમાં નોંધપાત્ર ઘટાડો

જિલ્લામાં નવા દર્દીઓ વધવાના દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સંક્રમણની ગતિ ધીમી પડી રહી છે. બીજી લહેરમાં કેસોમાં સતત વધારામાં રોજિંદા 150થી 200ની વચ્ચે કેસ નોધાતા હતા. જે હવે 35 થી 80ની વચ્ચે નોંધાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ખેડામાં કોવિડ સ્મશાનમાંથી કૂતરા અર્ધ બળેલા મૃતદેહ ખેંચી જતા હોવાનો આક્ષેપ

જિલ્લામાં હાલ કુલ 353 દર્દીઓ દાખલ

જિલ્લામાં અત્યાર સુધી કુલ 9926 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 9528 દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. જ્યારે હાલ કુલ 353 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ દાખલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.