ETV Bharat / state

લોકડાઉન 3.0 પૂરું થયા બાદ જૂનાગઢમાં એસટી બસ શરૂ થાય તેવી શક્યતાઓ...

author img

By

Published : May 14, 2020, 10:30 AM IST

આગામી 17 તારીખે ત્રીજા તબક્કાનું લોકડાઉન પૂર્ણ થશે અને ચોથા તબક્કાનું નવા નીતિ-નિયમો સાથેનું લોકડાઉન શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં સોમવારથી એસટી બસ શરૂ થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

જૂનાગઢમાં આગામી 17 તારીખથી એસટી બસ શરુ કરવા વિચારણા
જૂનાગઢમાં આગામી 17 તારીખથી એસટી બસ શરુ કરવા વિચારણા

જૂનાગઢ: આગામી 17 તારીખથી ત્રીજા તબક્કાનું લોકડાઉન પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારબાદ નવા નીતિ-નિયમો અને દિશાનિર્દેશો સાથે ચોથા તબક્કાના લોકડાઉનનો પ્રારંભ પણ થવા જઇ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશના આવેલા ગ્રીન ઝોન જિલ્લાઓમાં વધુ કેટલીક છૂટછાટો મળી શકે છે, તેવા દિશાનિર્દેશો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયા છે. જેને લઇને ગ્રીન ઝોનમાં આવતા જૂનાગઢ જિલ્લામાં એસટી વિભાગના રૂટ શરૂ થવાની પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.

જૂનાગઢમાં આગામી 17 તારીખથી એસટી બસ શરુ કરવા વિચારણા
રાજ્ય સરકાર અને એસટી વિભાગ દ્વારા બસને શરૂ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. કેટલીક ચોક્કસ સાવચેતી સાથે બસનું સંચાલન જિલ્લા પૂરતું જ મર્યાદિત રાખવામાં આવી શકે છે. તેમજ ગ્રીન ઝોન સિવાયના કોઈપણ જિલ્લામાં ગ્રીન ઝોનની એસટી બસ નહી જઇ શકે તેમજ બે જિલ્લાની વચ્ચે અન્ય એક જિલ્લો કે જે રેડ અથવા ઓરેન્જ ઝોનમાં આવતો હોય તો આવા જિલ્લામાં પણ બસનું સંચાલન તેમના જિલ્લા પૂરતું મર્યાદિત રાખવામાં આવશે એવું પણ જાણવા મળી રહ્યું છે.
જૂનાગઢમાં આગામી 17 તારીખથી એસટી બસ શરુ કરવા વિચારણા
જૂનાગઢમાં આગામી 17 તારીખથી એસટી બસ શરુ કરવા વિચારણા
ત્રીજા તબક્કાના લોકડાઉનમાં ગ્રીન ઝોન જિલ્લામાં એસટી બસનું સંચાલન થશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ટેકનિકલ કારણોસર આ સંચાલન આજદિન સુધી શરૂ થયું નથી. સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જે પ્રકારે બસમાં પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત રાખવાનું સૂચવવામાં આવ્યું છે તેને લઈને જો ચોક્કસ આંકડો નક્કી કરવામાં આવશે. તો ચોથા તબક્કામાં પણ એસટી બસનું સંચાલન કરવું વિભાગ માટે મુશ્કેલીભર્યું બની રહેશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.