ETV Bharat / state

પોરબંદર પોલીસે ગુજરાત સરકાર દ્વારા પાસાના અંતર્ગત એકની અટકાયત કરાઇ

author img

By

Published : May 12, 2021, 12:33 PM IST

ગુજરાત સરકાર દ્વારા પાસાના કાયદામાં કરેલા સુધારણા વટહુકમ 2020 અન્વયે એકની પાસા હેઠળ પોરબંદર L.C.Bએ અટકાયત કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વડોદરા જેલ ખાતેથી વોરન્ટ ઇસ્યુ કરાયું હતુ. પોલીસ દ્વારા આ શખ્સની અટકાયત કરાઈ હતી.

પાસાના અંતર્ગત એકની અટકાયત કરાઇ
પાસાના અંતર્ગત એકની અટકાયત કરાઇ

  • પાસાના કાયદામાં કરેલા સુધારણા વટહુકમ 2020 અંતર્ગત અટકાયતી પગલા લેવાયા
  • વડોદરા જેલમાં અટકાયત માટે રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરાયુ હતું
  • પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલાયો

જૂનાગઢ : રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની નાઓની સીધી સુચના મુજબ પોરબંદર જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ (સુધારણા) વટહુકમ 2020 મુજબ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવ્યું હતું.

આ પણ વાંચો : રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના બિલ પર કોંગ્રેસનું સરકારને સમર્થન પણ સરકારની નિયત ઉપર શંકા

દેશીદારૂના ગુન્હા અંગેે કરશન કાના કોડીયાતર વિરૂદ્ધ દરખાસ્ત તૈયાર કરી

જેના અનુસંધાને પોરબંદર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ તથા LCB PI એન. એન. રબારીના માર્ગદર્શન હેઠળ (1) રાણાવાવ પો. સ્ટે. વિસ્તારમાં દેશીદારૂના ગુન્હા અંગેે કરશન કાના કોડીયાતર વિરૂદ્ધમાં રાણાવાવ PSI પી. ડી. જાદવે પાસા દરખાસ્ત તૈયાર કરી હતી.

આ પણ વાંચો : અસામાજિક તત્વોને ડામવા ગૃહમાં થશે ખરડો પસાર, ગૃહપ્રધાન જાડેજાએ આજનો દિવસ ઐતિહાસિક ગણાવ્યો

શખ્સને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકવામાંઆવ્યો

પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા આ શખ્સને પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયત માટે રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા LCB PSI એન. એમ. ગઢવીએ આ શખ્સને પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.