ETV Bharat / state

Group marriage: ફેરા, મંગળસૂત્ર અને સિંદુર વગર યોજાયા સમૂહલગ્ન, નવદંપતીઓએ અગ્નિના નહીં પણ સંવિધાનના લીધાં શપથ

author img

By

Published : Feb 27, 2023, 4:31 PM IST

જૂનાગઢમાં કેશોદ સમ્યક સેવા સમિતિએ સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું, જે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. જોકે, આ લગ્નમાં ન તો ફેરા થયા, ન તો મંગળસૂત્ર દેખાયું અને ન તો સિંદુર. આના કારણે આ લગ્ન અનોખા જોવા મળ્યા હતા.

Group marriage: ફેરા, મંગળસૂત્ર અને સિંદુર વગર યોજાયા સમૂહલગ્ન, નવદંપતીઓએ અગ્નિને નહીં પણ સંવિધાનના લીધાં શપથ
Group marriage: ફેરા, મંગળસૂત્ર અને સિંદુર વગર યોજાયા સમૂહલગ્ન, નવદંપતીઓએ અગ્નિને નહીં પણ સંવિધાનના લીધાં શપથ

રાજકીય આગેવાનોએ આશીર્વાદ આપ્યા

જૂનાગઢઃ જિલ્લાના કેશોદ ખાતે કેશોદ સમ્યક સેવા સમિતિ આયોજિત સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો. સતત 4 વર્ષથી આ સમૂહલગ્ન યોજાઈ રહ્યા છે, જેમાં અનુસુચિત જાતિ સમાજના નવ યુગલે નવજીવનની શરૂઆત કરી હતી. તથાગત બુદ્ધ સમૂહલગ્ન સેવા સમિતિ અને સમ્યક સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્ન થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Surat Marriage: વરરાજા બળદ ગાડામાં ને જાનૈયાઓ વૈભવી કારમાં, પરંપરા સાથે આધુનિક જીવનશૈલીના થયા દર્શન

કેશોદમાં સમૂહલગ્નઃ ત્યારે કેશોદમાં યોજાનારા સમૂહલગ્નમાં ફેરા નહીં, મંગળસૂત્ર નહીં, સિંદૂર પણ નહીં, દંપતીઓએ બૌદ્ધ સંસ્કારથી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની 22 પ્રતિજ્ઞા લઈ લગ્ન કર્યા હતા. કેશોદ મુકામે આજ રોજ કેશોદના જૂનાગઢ હાઈવે પર આવેલા જાણીતા જે. બી. ફાર્મ ખાતે અનોખી રીતે આ સમૂહલગ્ન યોજાયા હતા, જેમાં સ્ટેજ પર બૌદ્ધ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી હતી, જેને સાક્ષી માની કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

રાજકીય આગેવાનોએ આશીર્વાદ આપ્યાઃ ત્યારબાદ વરવધૂને સંવિધાનની પ્રસ્તાવનાનાં શપથ લેવડાવવામાં આવ્યાં હતાં. જીવનભર એકબીજા સાથે રહેવાનો સંકલ્પ લઈ લગ્નની વિધિ પૂર્ણ કરી અલ્પાહાર સાથે કેશોદને આ ભવ્ય સમૂહલગ્નના આયોજનને સફળતા મળી હતી. તેમ જ બહોળી સંખ્યામાં સમાજના ભાઈઓબહેનો ઉપસ્થિત રહ્યા હતા. અહીં સર્વસમાજના અગ્રણી રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.

આ પણ વાંચોઃ Surat News : વિધવા પુત્રવધુના લગ્ન કરાવનાર સાસુસસરા વિદાય પર ચોધાર આંસુએ રડી પડ્યાં

આયોજકોને અભિનંદનઃ તેમજ સમાજના આગેવાનો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, સમૂહલગ્ન એ એક સમાજનો આધારસ્તંભ બની ગયો છે. તેમ જ આ સમ્યક સેવા સમિતિએ જે સમૂહલગ્નનું બીડું ઝડપ્યું છે, જેના હિસાબે અનેક દિકરીઓના લગ્ન હાલ એક જ માંડવે બૌદ્ધ વિધિ દ્વારા થઈ રહ્યા છે તે આનંદની વાત છે અને સુંદર વ્યવસ્થાને લઈ સૌ આયોજકોને અને સ્વયંમસેવકો સહિત તમામ કાર્યકર્તાઓ અને જુનાગઢ મહિલા બૌદ્ધ ઉપાસિકા સંઘને અભિનંદન આપ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.