ETV Bharat / state

Junagadh News : હોળાષ્ટક પૂર્ણ થયા બાદ ઘાટ સરોવરમાં સ્નાન કરીને સૂતક ઉતારવાની પરંપરા

author img

By

Published : Mar 7, 2023, 12:13 PM IST

બુધવારે સાંજે હોળાષ્ટક પૂરા થયા બાદ પ્રત્યેક વ્યક્તિ સૂતકની નકારાત્મક અસરોથી મુક્ત થવા માટે નદી ઘાટમાં સ્નાન કરવાથી નકારાત્મક અસરો દૂર થતી હોય છે. હોળાષ્ટક સાથે બીજી અનેક ધાર્મિક લોકવાયકા અને દંત કથાઓ પણ સમાવિષ્ઠ થયેલી જોવા મળે છે.

Junagadh News : હોળાષ્ટક પૂર્ણ થયા બાદ ઘાટ સરોવરમાં સ્નાન કરીને સૂતક ઉતારવાની પરંપરા
Junagadh News : હોળાષ્ટક પૂર્ણ થયા બાદ ઘાટ સરોવરમાં સ્નાન કરીને સૂતક ઉતારવાની પરંપરા

હોળાષ્ટક પૂર્ણ થયા બાદ ઘાટ સરોવરમાં સ્નાન કરીને સૂતક ઉતારવાની પરંપરા

જૂનાગઢ : ધુળેટીના દિવસે હોળાષ્ટક પૂર્ણ થતા હોય છે, ત્યારે આઠમથી લઈને પૂનમ સુધીના હોળાષ્ટકના આ સમયગાળાને સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ હોળાષ્ટક પૂર્ણ થયા બાદ પ્રત્યેક ભાવિકોએ વિધિ વિધાન સાથે નદી સરોવરમાં સ્નાન કરે છે. બાદ હોળાષ્ટકના સૂતક અને તેની અશુભ અસરોમાંથી મુક્તિ મળતી હોય છે. તેવી ધાર્મિક માન્યતાને પગલે આગામી બુધવારે લોકોએ વિધિ વિધાન સાથે સ્નાન કરીને હોળાષ્ટકની નકારાત્મક અસરોમાંથી મુક્તિ મેળવવા સરોવરમાં સ્નાન કરવું જોઈએ.

ધુળેટીના દિવસે હોળાષ્ટક
ધુળેટીના દિવસે હોળાષ્ટક

હોળાષ્ટકના સમયગાળાને શુભ અને અશુભ : આઠમથી લઈને પૂનમ સુધીના હોળાષ્ટકના આ સમયગાળાને શુભ અને અશુભ માનવામાં આવે છે. સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ અને દંતકથા અનુસાર આ સમય દરમિયાન રાક્ષસી શક્તિઓનો પ્રચંડ વેગે પ્રહાર થતો હોય છે. ત્યારે આવા સમયે શુભ કે માંગલિક કાર્યો કરવા નિષેધ ગણાય છે. તો બીજી તરફ હોળાષ્ટકના સમયગાળા દરમિયાન ઈશ્વરની પૂજા, ભજન, ભક્તિ અને ધાર્મિક કાર્યો કરવાથી આસુરી અને રાક્ષસી શક્તિઓ સામે લડવાની શક્તિ મળે છે. સાથે સાથે આવી શક્તિઓના નકારાત્મક પ્રભાવથી ધર્મ ભક્તિ અને પૂજનથી સુધારો થતો હોય છે. તેથી હોળાષ્ટકના આ સમયગાળાને શુભ પણ માનવામાં આવે છે.

આ પણ વાંચો : Junagadh News : હોળીના તહેવાર પર જલેબી જેવી મધુર ઘેવર મીઠાઈનું અનેરું મહત્વ

હોળાષ્ટક સાથે મહાદેવ અને કામદેવની કથા : હોળાષ્ટકના સમય દરમિયાન મહાદેવ અને કામદેવની દંત કથા પણ સમાયેલી જોવા મળે છે. સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ મહાદેવ દ્વારા કામદેવની તપો ભક્તિને તોડી પાડીને કામદેવને ભસ્મિ ભૂત કર્યા હતા, ત્યારબાદ કામદેવની પત્ની રતિ દ્વારા દેવાધિદેવ મહાદેવની ખૂબ જ આકરી તપશ્ચર્યા કરતા મહાદેવ પ્રસન્ન થયા છે. કામદેવની પત્ની રતિને વરદાન માગવા માટે કહે છે, ત્યારે રતીએ તેમના પતિ કામદેવને મહાદેવે ભસ્મીભૂત કર્યા છે. તેને ફરી સજીવન કરવામાં આવે તેવું વરદાન માંગતા મહાદેવે પૂનમના દિવસે ભસ્મીભૂત કરેલા કામદેવને ફરીથી સજીવન કર્યા છે. તેવી ધાર્મિક માન્યતા પણ હોળાષ્ટકના પર્વ સાથે જોડાયેલી જોવા મળે છે.

આ પણ વાંચો : Sabarkantha News : 10 દિવસ સુધી ઢોલ નગારાના તાલે આદિવાસીઓનું હોળીને લઈને અનોખો આનંદ

ઘરમાંથી સુતકને કાઢવાની પરંપરા : સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ લોકવાયકા મુજબ હોળાષ્ટક પૂર્ણ થયા બાદ ઘરમાંથી સૂતક કાઢવાની પણ વિશેષ પરંપરા જોવા મળે છે. ધૂળેટીના દિવસે વહેલી સવારે મહિલાઓ દ્વારા હોલિકામાં પાણીનો છંટકાવ કરીને તેને શાંત કરે છે. ત્યારબાદ તેની ભસ્મ ઘરના દરવાજા પર લગાવે છે. એવું કહેવાય છે કે, આઠમથી લઈને પૂનમ સુધીના હોળાષ્ટકના આ સમય દરમિયાન વાતાવરણમાં વિચરણ કરી રહેલી આસુરી અને નકારાત્મક શક્તિઓ કોઈપણ કાળે ઘરમાં પ્રવેશ કરી ચુકી હોય છે, ત્યારે હોળીના બીજા દિવસે ઘરની સાફ સફાઈ કરીને પણ હોળાષ્ટકની નકારાત્મક અસરો અને ઘરમાં અનાયાસે પ્રવેશેલી આસુરી શક્તિઓને દૂર કરવા માટે ધુળેટીના દિવસે મહિલાઓ ઘરની સાફ-સફાઈ કરતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.