ETV Bharat / state

Gir Gadhada Education: ઈનોવેશનથી એજ્યુકેશન, શિક્ષકોની ગેરહાજરીમાં ઉપકરણ કરાવે છે અભ્યાસ

author img

By

Published : Apr 13, 2023, 1:54 PM IST

ગીર ગઢડા તાલુકાના તુલસીશ્યામ નજીક આવેલા દોઢી નેસ વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળામાં આનંદ ધારા પ્રોજેક્ટ હેઠળ મૂકવામાં આવેલા કમ્પ્યુટર જેવા ઉપકરણથી માલધારીના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં શિક્ષકની ગેરહાજરી-રજા કે અન્ય પ્રસંગોએ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય પ્રભાવિત ન થાય તે માટે મશીન ઉપયોગી બની રહ્યું છે.

આકસ્મિક સંજોગો તેમજ શિક્ષકોની ગેરહાજરીની વચ્ચે કમ્પ્યુટર જેવું ઉપકરણ
આકસ્મિક સંજોગો તેમજ શિક્ષકોની ગેરહાજરીની વચ્ચે કમ્પ્યુટર જેવું ઉપકરણ

આકસ્મિક સંજોગો તેમજ શિક્ષકોની ગેરહાજરીની વચ્ચે કમ્પ્યુટર જેવું ઉપકરણ વિદ્યાર્થીઓને આપી રહ્યું છે શિક્ષણ

જૂનાગઢ: તુલસીશ્યામ નજીક આવેલા અને જંગલ વિસ્તારના નેશોમાં રહેતા માલધારીઓના બાળકો અભ્યાસથી વંચિત ન રહે તે માટે સરકારે શાળાઓની વ્યવસ્થા નેસ અને સીમ વિસ્તારમાં પણ કરી છે. ત્યારે તુલશીસ્યામ નજીક આવેલ દોઢી નેસ સરકારી પ્રાથમિક શાળામાં મુક્તાનંદ બાપુ દ્વારા ચલાવવામાં આવતા આનંદધારા પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ કોઈ પણ સમયે પોતાની ઈચ્છા અનુસાર શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટેનો એની ટાઈમ એજ્યુકેશન મશીન મૂકવામાં આવ્યું છે.

આ પણ વાંચો Junagadh News : વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર 87 વર્ષથી ધમધમતું, 450 પરિવારો ઉનાળામાં મેળવી રહ્યા છે રક્ષણ

બેટરીથી સંચાલિત: જંગલ વિસ્તારમાં વીજળીનું કનેક્શન ન હોવાને કારણે સમગ્ર શાળા આજે સોલાર પર ચાલી રહી છે. જેમાં આ મશીન ચાર્જ કરી શકાય તેવી બેટરીથી સંચાલિત થાય છે. જેમાં ધોરણ એક થી આઠ ના તમામ વિષયોના વિડીયો શિક્ષકો દ્વારા રાખવામાં આવ્યા જેના થકી માલધારીના બાળકો આજે શિક્ષણ મેળવી રહ્યા છે. શાળામાં શિક્ષકની ગેરહાજરીની ખોટ મશીન કરશે પૂરીસીમ શાળાના કોઈપણ શિક્ષક આકસ્મિક સંજોગોને બાદ કરતા સરકારી કામો રજા પર કે માંદગીને લઈને શાળામાં ના આવી શકે તેવી પરિસ્થિતિમાં આ કમ્પ્યુટર જેવું આધુનિક ઉપકરણ બાળકોને શિક્ષકની ખોટ પડવા દેતું નથી.

અનોખું માધ્યમઃ આ ઉપકરણમાં પહેલેથી જ તમામ ધોરણના વિષય સાથેના વિડીયો ચિત્રો ગ્રાફિક્સ અને કાર્ટૂનના સ્વરૂપમાં પહેલેથી ગોઠવી આપવામાં આવ્યા છે. જે વિદ્યાર્થી તેમના ધોરણ અને વિષયને અનુરૂપ ઉપકરણમાંથી શોધીને એક શિક્ષકની માફક આ મશીન પાસેથી અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. હાલ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારના પાંચ મશીનો મૂકવામાં આવ્યા છે. જે સૌરાષ્ટ્રની સીમ શાળાઓમાં કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો Junagadh News : જૂનાગઢમાં પ્રાણીઓ માટે વનમાં 450 પાણીના કુંડ ભરવાનું આયોજન

જ્ઞાન મેળવી અને અભ્યાસ:ઉપકરણથી બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવશે કોમ્પ્યુટર જેવા ઉપકરણની મદદથી બાળકો ખૂબ જ ઉત્સાહ સાથે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. બાળકોને ટીવી અને મોબાઈલના માધ્યમથી કોરોના કાળમાં અભ્યાસ કરવાને લઈને એક ફાવટ આવી ગઈ છે. ત્યારે આ પ્રકારના ઉપકરણની મદદથી બાળકો ખૂબ જ સહસતાથી અને તેમની પસંદ કે ના પસંદના વિષયો પણ રસ પૂર્વક આ ઉપકરણ મારફતે તેનું જ્ઞાન મેળવી અને અભ્યાસ કરી રહ્યા છે.

શિક્ષક દ્વારા બનાવાયું મશીન: કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના હુદરાઈબાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપક મોતા દ્વારા આ મશીન બનાવવામાં આવ્યું છે જે સૂર્ય ઉર્જા દ્વારા સંચાલિત છે. ચોમાસાના સમયમાં સૂર્ય ઉર્જા ની ઉણપની વચ્ચે મશીનમાં રહેલી યુપીએસ બેટરી ઉપકરણને સંચાલિત થવામાં મદદરૂપ બને છે. જે મશીન બ્રહ્માનંદ વિદ્યામંદિર ચાંપરડાના સંચાલક મુક્તાનંદ બાપુએ તેમના સ્વ ખર્ચ સીમ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં દાન તરીકે આપ્યું છે. સીમ શાળામાં વીજળીનું કનેક્શન નહીં હોવાને કારણે આ પ્રકારના ઉપકરણોથી વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાનું શિક્ષણ મેળવી શકે તે માટે સૌરાષ્ટ્રની પાંચ જેટલી શાળાઓમાં આવા મશીનો અર્પણ કરાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.