ETV Bharat / state

Junagadh News : શાસ્ત્રીય સંગીત તેના મુશ્કેલ સમયમાંથી થઈ રહ્યું છે - યુવા કલાકાર

author img

By

Published : Jul 31, 2023, 3:59 PM IST

ભારતનો સંગીત વારસો દેશ અને દુનિયામાં ખ્યાતિ ધરાવે છે. પરંતુ આધુનિક સમયમાં ડીજે અને હિપહોપના ઘોંઘાટમાં ભારતનું શાસ્ત્રીય સંગીત વિસરાતું જાય છે. ત્યારે જુનાગઢમાં શાસ્ત્રીય સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂજ સંખ્યામાં સ્પર્ધકો આવ્યા હતા. પરંતુ તેઓએ પોતાનો કલાવારસો રજૂ કરી યુવાનોમાં શાસ્ત્રીય સંગીતની રુચીનું પ્રમાણ આપ્યું હતું.

Junagadh News
Junagadh News

શાસ્ત્રીય સંગીત સ્પર્ધાનું આયોજન

જુનાગઢ : ભારતનો સંગીત વારસો દેશ અને દુનિયા માટે અનુકરણીય વારસા તરીકે ખ્યાતિ પામ્યો હતો. પંડિત ઓમકારનાથ ઠાકુર, ઝાકીર હુસેન, પંડિત હરિપ્રસાદ ચોરસિયા આવા અનેક નામ શાસ્ત્રીય સંગીતની સાથે આજે પણ જોડાયેલા છે. પરંતુ આધુનિક સમયના ડીજે અને હિપ હોપ સંગીતના સમયમાં ભારતનું શાસ્ત્રીય સંગીત આજે વિસરાઈ રહ્યું છે. જેને બચાવવા માટે યુવાન કલાકારો પણ ચિંતિત બન્યા છે. ભારતના પ્રાચીનતમ સંગીત વારસાને બચાવવા માટે પહેલ કરી રહ્યા છે.

શાસ્ત્રીય સંગીતનો મુશ્કેલ સમય : એક સમય હતો જ્યારે ભારતનું શાસ્ત્રીય સંગીત દેશ અને દુનિયાના સીમાડાઓ ઓળંગીને વિદેશની ધરતી પર પણ જોવા મળતું હતું. ભારતના શાસ્ત્રીય સંગીત અંગે સહેજ સુધા જ્ઞાન કે માહિતી નહીં ધરાવનાર દેશોના લોકો પણ ભારતના શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું આયોજન કરતા હતા. જે ભારતના શાસ્ત્રીય સંગીતની સમગ્ર દુનિયામાં કેટલી ઊંડાઈ છે તેને પરિમાણીત કરતા હતા. સમયની સાથે હવે સંસ્કૃતિ બદલાઈ રહી છે. એક સમયે ભારતીય સંગીતને સમગ્ર વિશ્વના સંગીતના શ્વાસ સમાન માનવામાં આવતું હતું. આવી પરિસ્થિતિમાં ભારતીય સંગીત અને ખાસ શાસ્ત્રીય સંગીત આજે ભારતમાં જ ખૂબ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. જેને બચાવવા માટે યુવાન કલાકારો સામે આવ્યા છે. ભારતની આ સંગીત ધરોહરને ફરી એક વખત જનમાનસ સુધી પહોંચે તે માટે યુવાન કલાકારોએ પ્રયાસ શરૂ કર્યા છે.

વર્તમાન સમયનું સંગીત ડીજે અને હિપહોપના ઘોંઘાટ ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. જેને કારણે સમગ્ર વિશ્વના સંગીતના શ્વાસ સમાન ભારતનું પ્રાચીનતમ શાસ્ત્રીય સંગીત આજે ડચકા ભરી રહ્યું છે. જેને બચાવવા માટે આજે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. શાસ્ત્રીય સંગીત કે જેને સંગીતના મૂળ તરીકે પણ જોવા આવે છે. આજે દર્શકોની ઉદાસીનતા અને કેટલાક કિસ્સામાં યુવાન કલાકારને યોગ્ય પ્રોત્સાહન કે મંચ નહીં મળવાને કારણે પણ શાસ્ત્રીય સંગીતની આ કલા અંધકારના ગર્તામાં ધકેલાઈ રહી છે. -- ડો. ઊર્મિ જાની (કલાકાર, શાસ્ત્રીય સંગીત)

શાસ્ત્રીય સંગીત સ્પર્ધા : શાસ્ત્રીય સંગીતમાં એક સમયે ગુજરાતી પંડિત ઓમકારનાથ ઠાકુરનો દબદબો હતો. આ નખશીખ પંડિત ઓમકારનાથ ઠાકુરને જૂનાગઢની ગીરી તળેટીમાં રૂપાયતન સંસ્થા અને સંગીતના યુવાન કલાકારો દ્વારા યાદ કરવામાં આવ્યા હતા. પંડિત ઓમકારનાથ ઠાકુરની યાદમાં શાસ્ત્રીય સંગીતના યુવાન કલાકારો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી માત્ર 6 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કલાકારોએ સમગ્ર વિશ્વના સંગીતના શ્વાસ સમાન શાસ્ત્રીય સંગીતમાં પોતાનો કલા વારસો રજૂ કર્યો હતો.

સંગીતને જીવંત રાખવાનો પ્રયાસ : ઉલ્લેખનિય છે કે, અન્ય કલાઓને લઈને યુવાન લોકોને ખાસ કરીને સમાજમાં જાગૃતિ વધી રહી છે. પરંતુ શાસ્ત્રીય સંગીતને લઈને આજે પણ ચિંતાજનક સમય જોવા મળે છે. તેની પાછળ સંગીત કલા સાથે સંકળાયેલા યુવાન કલાકારોને દર્શકોના રૂપમાં મળતો પ્રેમ સતત ઘટી રહ્યો છે. જેને કારણે શાસ્ત્રીય સંગીત આજે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. પરંતુ યુવાન કલાકારો આજે શાસ્ત્રીય સંગીતને જીવંત રાખવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.

  1. 70 વર્ષથી શાસ્ત્રીય સંગીતના તાલે ચાલતી પરંપરાગત ગરબી, શું છે તેની વિશેષતા
  2. 40મો સપ્તક શાસ્ત્રીય સંગીત મહોત્સવ પંડિત રવિશંકરને સમર્પિત કરાશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.