ETV Bharat / state

Navratri 2023: નવરાત્રી ઉપર ટ્રેડિશનલ ડ્રેસ ખરીદવા કરતા ભાડેનો વિકલ્પ પંસદ કરતાં ખેલૈયાઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 5:02 PM IST

Updated : Oct 12, 2023, 6:46 PM IST

આધ્યશક્તિની આરાધાનાનું પર્વ એટલે કે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે, જેને લઈને ખેલૈયાઓમાં નવરાત્રીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જામનગરની બજારમાં અવનવી વેરાઈટીની ચણિયાચોળી સહિતના નવરાત્રીના ટ્રેડિશનલ કપડાઓની જોઈએ એવી ખરીદી જામી નથી. ખેલૈયાઓ ગરબામાં પહેરવાના ડ્રેસ ખરીદવા કરતા ભાડે લેવાનું વધારે પસંદ કરી રહ્યાં છે.

Navratri 2023
Navratri 2023

નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહ

જામનગર: આધ્યશક્તિની આરાધાનાનું પર્વ એટલે કે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જામનગરના ખેલૈયાઓમાં નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ચણિયા ચોળી સહિતના નવરાત્રીના અવનવા કપડા ખેલૈયાઓને આકર્ષી રહ્યાં છે. ત્યારે આ વખતે ૧૨ મીટરના ચણીયા યુવતીઓની પહેલી પસંદ બની રહી છે,જ્યારે પેન્ટિંગ વાળા દુપટ્ટાનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. પાકિસ્તાની દુપટ્ટા પણ બજારમાં જોવા મળી રહ્યાં છે. બીજી તરફ ખેલૈયા નવરાત્રીના ગરબામાં પહેરા માટેના ડ્રેસ ખરીદવા કરતા ભાડે લેવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. ચણીયા ચોળીનો ભાવ ૧૮૦૦ રૂપિયા થી લઈ ૫૫૦૦ રૂપિયા સુધીનો બજારમાં જોવા મળી રહ્યો છે. જ્યારે આજ કપડા ૮૦૦ થી ૧૦૦૦માં ભાડે મળતા હોવાથી ખેલૈયાઓ ભાડે લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

પાકિસ્તાની દુપટ્ટાની માંગ: જામનગર શહેરના ડીકેવી સર્કલ પાસે આવેલી એક ચણીયા ચોળીની દુકાનના માલિક જણાવી રહ્યા છે કે, યુવતીઓ મોટાભાગે સીમ્પલ ચણિયા ચોળી લેવાનું વધુ પસંદ કરી રહી છે, જોકે પાકિસ્તાની દુપટ્ટા પણ યુવતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે અને મોટી સંખ્યામાં યુવતીઓ તેની ખરીદી કરી રહી છે.

શું કહે છે ગ્રાહક: સામાન્ય રીતે નવરાત્રી ઉપર યુવકો કરતા યુવતીઓને ઘણી બધી વસ્તુઓની વધારે ખરીદી કરવી પડતી હોય છે. તેથી તેઓ તેની તૈયારી પણ ખુબ વહેલી શરૂ કરી દેતી હોય છે. આ સંદર્ભે ભાવિકા ઝાલા નામની એક યુવતીના જણાવ્યાં અનુસાર તેમણે ભાડે ચણિયા ચોળી લેવાનું કરતા ખરીદવાનું વધારે પસંદ કર્યુ છે.

Navratri 2023
Navratri 2023

વેપારીઓને સારી ખરીદીની આશા: જામનગરમાં નવરાત્રીને લઈને એક બાજુ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ બજારોમાં ચણીયા ચોળી સહિતના ડ્રેસિસની જોઈએ એવી ખરીદી ન નીકળતાં વેપારીઓ હવે સારી ખરીદી નીકળે તેવી આશા રાખી રહ્યાં છે.

  1. Dhirendra Shastri: ધીરેન્દ્ર શાસ્ત્રી કરશે અંબાજીમાં નવરાત્રી, દિવ્ય દરબારની તડામાર તૈયારીઓ શરૂ
  2. Mata No Madh: અનોખી આસ્થા, જામનગરથી 11 કિલો સાંકળ બાંધી માઈભક્તની પદયાત્રા
Last Updated :Oct 12, 2023, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.