ETV Bharat / state

Mata No Madh: અનોખી આસ્થા, જામનગરથી 11 કિલો સાંકળ બાંધી માઈભક્તની પદયાત્રા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 12:33 PM IST

Updated : Oct 12, 2023, 12:41 PM IST

કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા"... પરંતુ કચ્છમાં પણ માં આશાપુરાના મંદિરે જો દર્શન કરવા નથી ગયા તો કચ્છની સફર અધૂરી છે. દિવ્યરાજસિંહ જામનગરથી શરીર પર સવા 11 કિલો સાંકળ બાંધીને પાછા પગે માઇભકત પદયાત્રા કરી રહ્યા છે. આજે તેવો ભુજ પહોંચ્યા હતા 14મી તારીખે તેઓ માતાના મઢ પહોંચશે.

જામનગરથી શરીર પર સવા 11 કિલો સાંકળ બાંધીને પાછા પગે માઇભકત કરી રહ્યા છે પદયાત્રા
જામનગરથી શરીર પર સવા 11 કિલો સાંકળ બાંધીને પાછા પગે માઇભકત કરી રહ્યા છે પદયાત્રા

જામનગરથી શરીર પર સવા 11 કિલો સાંકળ બાંધીને પાછા પગે માઇભકત કરી રહ્યા છે પદયાત્રા

કચ્છના: "કચ્છમાં બેઠી આશાપુરા માવડી"... માં જગદંબાના દરબારમાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. ભાવિ ભક્તોની દિવ્ય દરબારમાં આખું વર્ષ ભીડ જોવા મળે છે. લોકોમાં એટલી શ્રધ્ધા છે કે કોઈ પણ માનતા માનવામાં આવે તો માતા તેમની મનોકામના પુર્ણ કરે છે. ત્યારે માતાજીના ભક્ત એવા જામનગરના દિવ્યરાજસિંહ જાડેજા શરીર પર સવા 11 કિલોની સાંકળ બાંધી પાછા પગે જામનગરના જોગવડથી માતાના મઢ જવા નીકળ્યા છે.

મઢ તરફ પદયાત્રાનું પ્રયાણ: કચ્છના કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે શીશ નમાવવા માટે અને પોતાની માનતા પૂર્ણ કરવા માટે દર વર્ષે ગુજરાતના જુદાં જુદાં જિલ્લાઓ ઉપરાંત દેશભરમાંથી પદયાત્રીઓએ પદયાત્રા શરૂ કરી છે. લોકો પોતાની માતાજી પ્રત્યેની શ્રદ્ધા મુજબ પદયાત્રા, સાયકલ યાત્રા કરતા હોય છે અને સેવા કેમ્પ પણ યોજતા હોય છે. જામનગરના જોગવડના દિવ્યરાજસિંહ જાડેજા પણ માતાજી પ્રત્યે વિશેષ આસ્થા ધરાવે છે. તેમને 5મી તારીખે માતાના મઢ તરફ પદયાત્રાનું પ્રયાણ કર્યું છે.

છેલ્લા 18 વર્ષથી કરે છે પદયાત્રા: શ્રદ્ધાને કોઈ સીમાડા નડતા નથી. આ વાતને જામનગરના દિવ્યરાજસિંહ જાડેજાએ સાર્થક કરી બતાવી છે. દિવ્યરાજસિંહ પોતાના શરીર પર સવા અગિયાર કિલોની સાંકળ બાંધી પાછા પગે ચાલતા માતાનામઢ જઈ રહ્યા છે. દિવ્યરાજસિંહ જાડેજાએ સૌ કોઈ પદયાત્રીનું ધ્યાન ખેંચ્યું છે. દિવ્યરાજસિંહ જાડેજા છેલ્લા 18 વર્ષથી પદયાત્રા કરીને માતાનામઢ દર્શન કરવા માટે આવે છે. છેલ્લા બે વર્ષ તેવો શરીર પર સાંકળ બાંધી પાછા પગે ચાલીને માતાનામઢ દર્શન કરવા જાય છે.

બે વર્ષથી શરીરે સાંકળ બાંધીને માતાના મઢ: દિવ્યરાજસિંહ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તેમણે 5 ઓક્ટોબરે જામનગર જિલ્લાના જોગવડ ગામથી 45 લોકોના ગ્રુપ સાથે પદયાત્રા શરૂ કરી હતી અને આજે તેવો ભુજ પહોંચ્યા હતા 14મી તારીખે તેઓ માતાના મઢ પહોંચશે.કુલ 435 કિલોમીટરનું અંતર તેઓ પદયાત્રામાં પૂર્ણ કરશે.ગત વર્ષે સવા 5 કિલોની સાંકળ શરીરે બાંધીને પદયાત્રા કરી હતી આ વર્ષે સવા 11 કિલોની પદયાત્રા કરી રહ્યા છે.બે વર્ષ પહેલા એક પદયાત્રીને સાંકળ બાંધીને ચાલતા જોયું હતું તેમનામાંથી પ્રેરણા મેળવીને મે પણ સાંકળ બાંધીને ઊંધા પગે ચાલવાનું શરૂ કર્યું હતું.

અનોખી પદયાત્રા: માતાજી પ્રત્યેની શ્રદ્ધા અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે દર વર્ષે નવરાત્રીમાં માતાનામઢ લાખો પદયાત્રી દર્શન કરવા માટે આવે છે. આશાપુરા માતાજી જાડેજા વંશના કુળદેવી છે. તો તેમના પ્રત્યે આસ્થા છે જ. માતાજી પાસેની માનતા અંગે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે તેમની કોઈ માનતા નથી. પરંતુ આશાપુરા માતાજી દર્શન માટે જતા પદયાત્રીઓનું મનોબળ વધે અને જેમને માનતા માની હોય છતાં પણ ન જઈ શકતા હોય તો તેમને પ્રેરણા મળે તે માટે તે આવી રીતે અનોખી રીતે પદયાત્રા કરી રહ્યા છે. શરીર પર સવા અગિયાર કિલોના વજન ધરાવતી સાંકળ અને પાછા પગે ચાલતા પદયાત્રી જોઈને અન્ય ચાલતા જતા પદયાત્રીઓનું પણ મનોબળ વધી રહ્યું છે.

  1. Vibrant Kutch Summit : મડવર્ક આર્ટિસ્ટ માજીખાન મુતવા વાયબ્રન્ટ કચ્છ સમિટમાં છવાયાં, વૈશ્વિકસ્તરે કચ્છનું ગૌરવ વધાર્યું
  2. Vibrant Kutch: વાયબ્રન્ટ કચ્છમાં હરી જરી વર્ક સાથે સંકળાયેલા એન્ટરપ્રિન્યોર પાબીબેન રબારી છવાયા
Last Updated :Oct 12, 2023, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.