ETV Bharat / state

જામનગર શહેરમાં રાજ્ય પ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ

author img

By

Published : Dec 7, 2020, 10:37 AM IST

જામનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છો. કુલ 126.4 લાખના ખર્ચે રસ્તાના કામોનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતુ. જે કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત અનેક લોકો હાજર રહ્યાં હતાં.

cx
cx


• જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૭, ૮ અને ૧૫માં રસ્તાના કામોનું ખાતમુહર્ત
• કુલ રૂપિયા 126.4લાખના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત
• ચૂંટણી નજીક આવતા જ ધડાધડ ખાત મુહુર્ત શરૂ


જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છો. કુલ 126.4 લાખના ખર્ચે રસ્તાના કામોનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતુ. જે કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત અનેક લોકો હાજર રહ્યાં હતાં.

વિકાસના કામોનો શુભારંભ

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાએ શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૭માં નેહરુનગર શારદાબેન ભગતના ઘરની પાછળની શેરીઓમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂપિયા ૬.૮૧ લાખ, રાજીવનગર જે.પી.ડાંગરના ઘર પાસે સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂપિયા ૮.૨૭ લાખ, વોર્ડ નંબર ૮માં શ્યામનગર-૧, બંધ ગલીના છેડે જય સિધ્ધનાથ કૃપા મકાનથી દોસ્તી સેલ્સ સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂપિયા ૮.૯૯ લાખ, શ્યામનગર-૭, ચામુંડા કૃપા મકાનથી સોમનાથ મેડીકલ રોડ સુધી સી.સી.રોડ તેમજ છેવાડાના અધુરા ભાગમાં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂપિયા ૧૫.૨૮ લાખ, શિવનગર-૧, સોમનાથ મેડીકલ રોડથી વાડી વિસ્તાર સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂપિયા ૧૮.૯૫ લાખ, શિવનગર-૧/બી થી બાલવી કૃપા મકાનથી વાડી વિસ્તાર સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ.૧૭.૬૦ લાખ, ખાખીનગર-૨ વિસ્તારમાં સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૪.૩૦ લાખ, ખાખીનગર પાસે, રામાનંદી સાધુ સમાજ પાસેના કોમન પ્લોટમાં સી.સી.બ્લોકનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૨.૮૭ લાખ, પટેલ સમાજથી ચોક સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ.૫.૨૨ લાખ, સેટેલાઈટ પાર્ક રોડ નં.૨ના ચોકથી અધૂરા મેઇન સી.સી.રોડ સુધી તેમજ મેઇન સી.સી.રોડ થી મેઇન હાઇવે સુધી સી.સી. રોડનું કામ સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ.૧૫.૧૫લાખ, મળી કુલ અંદાજીત રૂ. ૧૦૩.૪૪ લાખના વિવિધ વિકાસ કામોનો શુભારંભ કરાવેલ હતો. આ ઉપરોક્ત કામો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય ધર્મેન્દ્વસિંહ મેરૂભા જાડેજાની 10% લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે.

વોર્ડ નં. ૭,૮ અને ૧૫માં કુલ ૧૨૬.૪ લાખના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત

વોર્ડ નંબર ૧૫ સેટેલાઈટ પાર્ક, પટેલ સમાજની બંને સાઇડ સી.સી.રોડ નું કામ અંદાજીત ખર્ચ રૂ.૭.૮૧ લાખ, સેટેલાઈટ પાર્ક, સેટેલાઈટ પાર્ક ગરબી ચોકથી અધૂરા મેઇન સી.સી.રોડ સુધી તેમજ મેઇન સી.સી.રોડ થી મેઇન હાઇવે સુધી સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ.૧૫.૧૫લાખ મળી કુલ અંદાજીત રૂ. ૨૨.૯૬ લાખના વિકાસ કાર્યો વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યશ્રી આર.સી.ફળદુની ૧૦% લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે. આમ, વોર્ડ નં. ૭,૮ અને ૧૫માં કુલ ૧૨૬.૪ લાખના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

રાજયપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત અનેક લોકો રહ્યાં હાજર

આ તકે તેમની સાથે મેયર હસમુખભાઇ જેઠવા, જામનગર મહાનગરપાલીકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, શહેર ભાજ્પ મહામંત્રીપ્રકાશભાઇ બાંભણીયા, ગોપાલભાઇ સોરઠીયા, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, વોર્ડ નં.૭ના કોર્પોરેટરો-અગ્રણીઓ મેરામણભાઈ ભાટુ, અરવિંદભાઈ સભાયા, મિતલબેન ફળદુ, વોર્ડ નં. ૮ના કોર્પોરેટરો-અગ્રણીઓ મેઘનાબેન હરિયા, પ્રફુલાબેન જાની, યોગેશભાઈ કણજારીયા, સંજયભાઈ જાની, હિતુભા પરમાર, વિરુભાઈ,જયેન્દ્રભાઈ પટેલ,રામભાઈ કનારા, ઝીણાભાઈ દલવાડીયા, ભીખાભાઈ નંદાણીયા, વોર્ડ નં. ૧૫ના કોર્પોરેટરો-અગ્રણીઓ મનસુખભાઈ રાબડીયા, રાજુભાઈ તેમજ વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.